40 સ્ટેજ, 1400 કલાકારોની પ્રસ્તુતિ … આજે રામનગરીમાં PM મોદીનું કરાશે ભવ્ય સ્વાગત

ADVERTISEMENT

gujarattak
social share
google news

ઉત્તર પ્રદેશ અને દેશની વિવિધ સંસ્કૃતિઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું શનિવારે રામનગરીમાં અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવશે. સીએમ યોગી આદિત્યનાથના નિર્દેશ પર સંસ્કૃતિ વિભાગ પણ આ તૈયારીમાં વ્યસ્ત છે. પીએમ મોદીના અયોધ્યા આગમન પર શંખ અને ડમરુ પણ વગાડવામાં આવશે. સાથે જ એરપોર્ટથી ધર્મપથ, રામપથથી રેલવે સ્ટેશન સુધી કુલ 40 સ્ટેજ પર લગભગ 1400થી વધુ લોક કલાકાર સાસંકૃતિક કાર્યક્રમો રજૂ કરશે. સાથે જ એરપોર્ટ સભાસ્થળ પર પણ 30 લોક કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની રસધારા વહાવવામાં આવશે. રસ્તામાં કુલ 40 સ્ટેજ પર કલાકાર ન માત્ર પોતાની સંસ્કૃતિનું પ્રદર્શન કરશે, પરંતુ પોતાની પ્રસ્તુતીથી વડાપ્રધાન અને મુલાકાતીઓને મંત્રમુગ્ધ કરશે.

અયોધ્યામાં બનાવવામાં આવ્યા છે 40 સ્ટેજ

વડાપ્રધાનના રોડ શૉની વચ્ચે 40 સ્ટેજ બનાવવામાં આવ્યા છે, જેના પર 1400થી વધુ લોક કલાકારો પરફોર્મ કરશે. એરપોર્ટના ગેટ નંબર 3 પર વિશાળ સ્ટેજ બનાવવામાં આવ્યું છે. એરપોર્ટ અને સાકેત પેટ્રોલ પંપ વચ્ચે 5 સ્ટેજ બનાવાયા છે. ધર્મપથ પર 26 સ્ટેજ પર કલાકારો પરફોર્મન્સ આપશે. રામ પથ 5, અરુંધતી પાર્કિંગ, તેઢી બજાર અને રેલવે સ્ટેશન પર 3 મંચો પર યુપીના સંસ્કૃતિ કાર્યક્રમો યોજાશે.

શંખ વગાડીને પીએમનું સ્વાગત કરાશે

સીએમ યોગી આદિત્યનાથે રામનગરી અયોધ્યામાં પીએમનું અભૂતપૂર્વ સ્વાગત કરવા માટે નિર્દેશ આપ્યો છે. રામલલાની ભૂમિ પર અયોધ્યાના વૈભવ મિશ્રા શંખ વગાડીને પીએમનું સ્વાગત કરશે, જ્યારે બાબા વિશ્વનાથની ભૂમિથી આવેલા મોહિત ચૌરસિયા ડમરુ વગાડીને આધ્યાત્મિક ઉર્જાનો સંચાર કરશે. મથુરાના ખજાન સિંહ અને મહિપાલ તેમની ટીમ સાથે બમ રસિયાની છાપ છોડશે. સાથે મથુરાના લોકપ્રિય મયૂર નૃત્ય પણ ઘણા સ્ટેજો પર કરવામાં આવશે. દીપક શર્મા, ગોવિંદ તિવારી, માધવ આચાર્ય સહિત અન્ય ઘણા કલાકારો તેમની ટીમ સાથે અન્ય સ્ટેજ પર પણ પરફોર્મ કરશે.

ADVERTISEMENT

રામનું નામ લઈને, જનતાને સમર્પિત થશે ‘અયોધ્યા ધામ’

PM મોદી શનિવારે અયોધ્યા ધામ સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે. ફેઝ-1 હેઠળ સ્ટેશન પ્રારંભિક તબક્કાની વિકા પ્રક્રિયા બાદ જનતાને સમર્પિત થશે. ઈનફેન્ટ કેર, સિક રૂમ, ટૂરિસ્ટ ઈન્ફોર્મેશન સેન્ટર, ફાયર એક્ઝિટ અને દેશના સૌથી મોટા કોનકોર્સ સેટઅપ જેવી સુવિધાઓથી સજ્જ સ્ટેશન ‘માઈલસ્ટોન’ સાબિક થશે. પીએમ મોદી અયોધ્યામાં 16 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ દેશને સમર્પિત કરશે. જેમાં અયોધ્યા ધામ જંક્શન રેલવે સ્ટેશન (ફેઝ-1ની વિકાસ પ્રક્રિયા પછી)નું લોકાર્પણ મુખ્ય છે. ખાસ વાત એ છે કે પીએમ મોદી શનિવારે અહીંથી 2 અમૃત ભારત અને 6 વંદે ભાર ટ્રેનોને લીલી ઝંડી બતાવશે. સાથે જ જૌનપુર-અયોધ્યા-બારાબંકી સેક્શનના ડબલ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે. અયોધ્યાથી દરભંગાની વચ્ચે એક અમૃત અને અયોધ્યાથી આનંદ વિહાર ટર્મિનલની વચ્ચે એક વંદભારત ટ્રેનનું સંચાલન અયોધ્યાથી કરવામાં આવશે. આ ટ્રેનો દેશના વિવિધ ભાગોને જોડશે અને અયોધ્યા ધામની મુલાકાત લેતા પ્રવાસીઓ, તીર્થયાત્રીઓ અને શ્રદ્ધાળુઓને પ્રીમિયમ ટ્રાવેલિંગ એક્સીપિયન્સ પ્રદાન કરશે. તેવી જ રીતે ‘સ્ટેટ ઓફ ધ આર્ટ’ સુવિધાઓથી સજ્જ અત્યાધુનિક અયોધ્યા ધામ રેલવે સ્ટેશન પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. જોકે, આ સ્ટેશનનો ત્રણ ફેઝમાં વિસ્તૃત વિકાસ થવાનો છે, પરંતુ પહેલા ફેઝના વિકાસ કામો પૂર્ણ થઈ ગયા છે.

વર્લ્ડ ક્લાસ સુવિધાઓથી સજ્જ છે સ્ટેશન

241 કરોડના ખર્ચે વિકસિત કરવામાં આવેલ અયોધ્યા ધામ રેલવે સ્ટેશનમાં ઘણી સુવિધાઓ છે, પરંતુ અહીં કેટલીક સુવિધાઓ એવી છે જે સામાન્ય રીતે એરપોર્ટ પર પણ જોવા મળતી નથી. આ યાદીમાં મુખ્ય છે ઈન્ફન્ટ કેર રૂમ, સિક રૂમ, પેસેન્જર ફેસિલિટી ડેસ્ક, ટૂરિસ્ટ ઇન્ફોર્મેશન સેન્ટર, જે સ્ટેશનના ગ્રાઉન્ડ ફ્લોર પર છે. સમગ્ર સંકુલ G+2 મોડલ પર બનેલ છે. આ સિવાય ક્લોક રૂમ, ફૂડ પ્લાઝા, વેઇટિંગ હોલ્સ, સ્ટેયરકેસ, એસ્કેલેટર, લિફ્ટ અને ટોયલેટ જેવી સુવિધાઓ છે. તમામ માળ ફાયર એક્ઝિટ સાથે પણ જોડાયેલા છે, જે કોઈપણ અપ્રિય પરિસ્થિતિના કિસ્સામાં લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો માર્ગ મોકળો કરશે. અયોધ્યા ધામ સ્ટેશનના મિડલ ફ્લોર પર રિટાયરિંગ રૂમ, લેડીઝ ડોર્મિટરી, એર કન્ડિશન્ડ રિટાયરિંગ રૂમ, જેન્ટ્સ ડોર્મિટરી, સ્ટેરકેસ, રિલીવિંગ સ્ટાફ માટે લોજિંગ રૂમ, સ્ટેશન માસ્ટર અને મહિલા કર્મચારીઓના રૂમ જેવી સુવિધાઓથી સજ્જ છે.

ADVERTISEMENT

પીએમ મોદી આ ટ્રેનોને લીલી ઝંડી બતાવશે

6 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો નીચે મુજબ છે
– શ્રી માતા વૈષ્ણો દેવી કટરાથી નવી દિલ્હી
– અમૃતસરથી નવી દિલ્હી
– કોઈમ્બતુરથી બેંગલુરુ
– મેંગલુરુથી મડગાંવ
– જાલનાથી મુંબઈ
– અયોધ્યાથી આનંદ વિહાર ટર્મિનલ

ADVERTISEMENT

2 અમૃત ટ્રેન નીચે મુજબ છે

– અયોધ્યાથી દરભંગા
– માલદા ટાઉનથી બેંગલુરુ

    follow whatsapp

    ADVERTISEMENT