કોચ્ચિની CUSAT યુનિવર્સિટીમાં મ્યુઝીક કોન્સર્ટમાં ભાગદોડ, 4 વિદ્યાર્થીઓનાં મોત
નવી દિલ્હી : કેરળના કોચી સ્થિત CUSAT યુનિવર્સિટીમાં શનિવારે મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન એક મોટો અકસ્માત થયો હતો. યુનિવર્સિટીમાં નાસભાગમાં ચાર વિદ્યાર્થીઓના મોત થયા હતા. જ્યારે…
ADVERTISEMENT

નવી દિલ્હી : કેરળના કોચી સ્થિત CUSAT યુનિવર્સિટીમાં શનિવારે મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન એક મોટો અકસ્માત થયો હતો. યુનિવર્સિટીમાં નાસભાગમાં ચાર વિદ્યાર્થીઓના મોત થયા હતા. જ્યારે અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. કેરળના કોચી સ્થિત CUSAT યુનિવર્સિટીમાં શનિવારે મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન એક મોટો અકસ્માત થયો હતો. યુનિવર્સિટીમાં નાસભાગમાં ચાર વિદ્યાર્થીઓના મોત થયા છે. જ્યારે અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે.
સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે, આ દુર્ઘટના નિખિતા ગાંધીના એક મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન થઈ હતી. મળતી માહિતી અનુસાર, યુનિવર્સિટી કેમ્પસમાં ઓપન-એર ઓડિટોરિયમમાં મ્યુઝિક કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય મંત્રીએ કહ્યું કે, ઘાયલોની સારવાર માટે કલામસેરી મેડિકલ કોલેજમાં વ્યવસ્થા કરવામાં આવી છે. નાસભાગમાં જીવ ગુમાવનારા ચાર વિદ્યાર્થીઓમાં 2 છોકરાઓ અને 2 છોકરીઓ છે. જ્યારે બે વિદ્યાર્થીનીઓની હાલત નાજુક હોવાનું સામે આવ્યું છે.
પ્રારંભિક વિશ્લેષણ મુજબ, જ્યારે વરસાદ શરૂ થયો, ત્યારે પાછળના વિદ્યાર્થીઓ આગળની તરફ દોડવા લાગ્યા. આ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. પરિસ્થિતિ કાબૂ બહાર ગઈ હતી. આ નાસભાગમાં 4 વિદ્યાર્થીઓનાં મોત નિપજ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT