રાજસ્થાનમાં OBC ને 27% અનામત, ચૂંટણી પહેલા ગહલોતનો માસ્ટર સ્ટ્રોક

ADVERTISEMENT

OBC reservation case
OBC reservation case
social share
google news

જયપુર : રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી પહેલા સીએમ અશોક ગહલોતે ચૂંટણી દાવ રમ્યો છે. મુખ્યમંત્રી ગહલોતે ટ્વીટ કરીને કહ્યું કે, રાજસ્થાનમાં હાલમાં ચાલી રહેલા અન્ય પછાત વર્ગના 21 ટકા અનામત સાથે 6 ટકા વધારાનુ અનામત આપવામાં આવશે. જે OBC વર્ગની અતિ પછાડ જાતીઓ માટે રિઝર્વ હશે. ઓબીસી વર્ગમાં અતિ પછાત જાતિઓની ઓળખ માટે ઓબીસી પંચ દ્વારા સર્વે કરવામાં આવશે. પંચ સમયબદ્ધ રીતે રિપોર્ટ આપશે.જેનાથી અતિપછાત જાતીઓને શિક્ષણ અને સરકારી ક્ષેત્રમાં સેવાના વધારે સમયબદ્ધ તરીકે રિપોર્ટ સોંપશે.

SC-ST ના અલગ અલગ સંગઠન પણ જનસંખ્યાના આધારે અનામતની માંગ સતત કરી રહ્યા છે. સરકાર આ માંગનું પણ પરીક્ષણ કરાવી રહ્યા છે. EWS વર્ગના 10 ટકા અનામતમાં રાજસ્થાન સરકારે અચલ સંપત્તીની શરતો હટાવી હતી. જેમાં આ વર્ગને પણ અનામતનો લાભ સંપુર્ણ રીતે મળી શકે.

રાજસ્થાનમાં હાલ એસસીને 16 ટકા, એસટીને 12 ટકા, ઓબીસીને 21 ટકા, ઇડબલ્યુએસ 10 ટકા અને એમબીસીને 5 ટકા અનામત મળે છે. ઓબીસીનું અનામત વધીને 27 ટકા કર્યા બાદ રાજસ્થાનમાં 70 ટકા અનામત થઇ જશે.

ADVERTISEMENT

જાતિગત વસતીગણતરીનો સંકલ્પ કેન્દ્રને મોકલાવ્યો હતો

સીએમ અશોક ગહલોતે બાંસવાડામાં માનગઢ ધામમાં જનસભામાંક હ્યું કે, રાહુલ ગાંધીએ કહ્યું કે, જાતિગત વસ્તીગણતરી હોવી જોઇએ તો સમગ્ર દેશમાં એક મેસેજ જતો રહ્યો હતો. અમે ઇચ્છીશું કે તમારી ભાવનાના હિસાબથી રાજસ્થાનમાં જાતિગત જનગણના શરૂ થશે. જાતિના આધારે જેટલો હક છે તેને મળશે. આ પ્રકારે વિચારવા આગલ વધવા માંગે છે. ઉલ્લેખનીય છે કે, વિધાનસભામાં ગત્ત દિવસોમાં સરકારે જાતિગત અંગે સંકલ્પ પાસ કરવાના કેન્દ્ર સરકારને મોકલાવ્યો હતો. આ સંકલ્પમાં કેન્દ્ર સરકારે જાતિગત વસતીગણતરી કરાવવા અને જુના આંકડા જાહેર કરવાની માંગ કરી હતી.

ADVERTISEMENT

OBC વોટર્સને સાધવા માટે મોટો રાજકીય દાવ

ADVERTISEMENT

રાજકીય જાણકારોના અનુસાર સીએમ અશોક ગહલોતે ઓબીસી વોટર્સના પક્ષમાં કરવા માટે ચૂંટણી વર્ષમાં જાહેરાત કરી દીધી છે. ઓબીસી અનામતને વધારવાની માંગ લાંબા સમયથી કરવામાં આવી રહી હતી. હરીશ ચૌધરીસહિત કોંગ્રસના અનેક ઓબીસી અનામતને વધારીને 27 ટકા કરવાની માંગ ઉઠાવી રહ્યા છે. વિધાનસભા ચૂંટણી પહેલા ઓબીસી અનામત વધારવા અને મુળઓબીસીને અલગથી અનામત આપવાની જાહેરાત કરીને ગહલોતે રાજકીય દાવ રમ્યો છે.

    follow whatsapp

    ADVERTISEMENT