Sophia Leone Dies: 26 વર્ષની વયે પોર્ન સ્ટાર સોફિયા લિયોનનું નિધન, એક્ટ્રેસ એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવી

ADVERTISEMENT

26 વર્ષની વયે સોફિયા લિયોનનું નિધન
Sophia Leone Dies
social share
google news

Sophia Leone Dies: એડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. 26 વર્ષની પોર્ન સ્ટાર સોફિયા લિયોન (Sophia Leone) નું અવસાન થાય છે. તે મિયામીની રહેવાસી હતી. એક અઠવાડિયા પહેલા તે તેના એપાર્ટમેન્ટમાં બેભાન હાલતમાં મળી આવી હતી.

26 વર્ષની વયે સોફિયા લિયોનનું નિધન

સોફિયા લિયોનના મૃત્યુને કારણે એડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સન્નાટો છવાય ગયો છે. માત્ર 26 વર્ષની વયે તેમના આકસ્મિક અવસાનના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. સોફિયાના પિતા  Mike Romero એ GoFundMe દ્વારા એક નિવેદન જારી કરીને તેના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી છે.

સોફિયાના પિતાનો પુત્રી પ્રેમ છલકાયો 

સોફિયાના પિતાએ જણાવ્યું કે તેમની પુત્રી ખૂબ જ ખુશ મિજાજની હતી. તેમને પ્રાણીઓ પ્રત્યે અપાર સ્નેહ અને પ્રેમ હતો. સોફિયાને ટ્રાવેલિંગનો ખુબ જ શોખ હતો. તે જ્યાં પણ જતી હંમેશા તેની આસપાસના લોકો સાથે ખુશ મિજાજમાં રહેતી હતી.

ADVERTISEMENT

સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ હતી 

પોતાની મહેનતના આધારે સોફિયાએ ખૂબ જ નાની ઉંમરમાં મોટી સફળતા મેળવી હતી. ઇન્સ્ટાગ્રામ પર તેના 297K ફોલોઅર્સ છે. હજુ 3 અઠવાડિયા પહેલા, તેણે મિત્રો સાથે પાર્ટી કરતી વખતે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો, જેમાં તે ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી. તેના ચહેરા પરનું સ્મિત જોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે સોફિયા હવે આ દુનિયામાં રહી નથી. IMDb અનુસાર, સોફિયાએ 18 વર્ષની ઉંમરે એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT