MPમાં ગેરકાયેદસર રીતે ચાલતા બાળગૃહમાંથી 26 છોકરીઓ ગાયબ, ગુજરાતની પણ છોકરીઓ હતી

ADVERTISEMENT

gujarattak
social share
google news

MP illegal Girls Hostel: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં પરવાનગી વિના ચાલતા કન્યા ગૃહમાંથી 26 છોકરીઓના ગાયબ થઈ જવાનો મામલો સામે આવ્યો છે. આ છોકરીઓ ગુજરાત, ઝારખંડ, રાજસ્થાન અને મધ્યપ્રદેશના સિહોર, રાયસેન, છિંદવાડા, બાલાઘાટની રહેવાસી હતી. પોલીસે પરવાનગી વગર કન્યા ગૃહ ચલાવવાના મામલામાં એફઆઈઆર નોંધી છે.

કેવી રીતે સામે આવ્યો મામલો?

રાષ્ટ્રીય બાળ આયોગના અધ્યક્ષ પ્રિયંક કાનુન્ગોએ મધ્યપ્રદેશના મુખ્ય સચિવ વીરા રાણાને પણ આ મામલે પત્ર લખ્યો છે. ભોપાલના પરવલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ગેરકાયદેસર કન્યા ગૃહ ચલાવવામાં આવી રહ્યું હતું. ભોપાલમાં એક ખાનગી NGOની હોસ્ટેલ (ચિલ્ડ્રન હોમ)માંથી છોકરીઓના ગાયબ થયા બાદ આ વિવાદ શરૂ થયો હતો.

છોકરીઓની યાદીમાંથી 26 છોકરીઓ ગાયબ હતી

વાસ્તવમાં, નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સના અધ્યક્ષ પ્રિયંક કાનુન્ગોએ ભોપાલની બહારના પરવલિયામાં સંચાલિત આંચલ ગર્લ્સ હોસ્ટેલની ઓચિંતી મુલાકાત લીધી હતી. આ સમય દરમિયાન, જ્યારે તેમણે રજિસ્ટર તપાસ્યું, ત્યારે મતેણે જોયું કે તેમાં 68 છોકરીઓની એન્ટ્રી હતી પરંતુ તેમાંથી 26 ગાયબ હતી.

ADVERTISEMENT

બાળ ગૃહમાં મળી અનેક ગેરરીતિ

જ્યારે ચિલ્ડ્રન હોમના ડાયરેક્ટર અનિલ મેથ્યુને ગુમ થયેલી છોકરીઓ અંગે પૂછપરછ કરવામાં આવી ત્યારે તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા, ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. એફઆઈઆર મુજબ, છોકરીઓ માટે ચલાવવામાં આવતા આ બાળ ગૃહમાં ઘણી ગેરરીતિઓ જોવા મળી છે.

મંજૂરી વગર ચાલતું હતું શેલ્ટર હોમ

નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઈલ્ડ રાઈટ્સના અધ્યક્ષ પ્રિયંક કાનુન્ગોએ ટ્વીટ કર્યું, ‘રાજ્ય બાળ આયોગના અધ્યક્ષ અને સભ્યો સાથે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક મિશનરી દ્વારા ચલાવવામાં આવતા ગેરકાયદેસર ચિલ્ડ્રન હોમનું સંયુક્તપણે નિરીક્ષણ કર્યું. જે બાળકોને રસ્તા પરથી રેસ્ક્યૂ કરવામાં આવે તેમની જાણકારી સરકારને આપ્યા વિના જ અને લાઈસન્સ લીધા વગર જ ગર્લ્સ હોમ ચલાવવામાં આવી રહ્યું હતું અને અહીં તેમને ખ્રિસ્તી ધર્મનું પાલન કરાવવામાં આવી રહ્યું હતું. આ કન્યા ગૃહમાં 6 થી 18 વર્ષની વયની 40 થી વધુ છોકરીઓમાંથી મોટાભાગની હિંદુ છે.

ADVERTISEMENT

શિવરાજ સિંહે તપાસની માંગ કરી હતી

આ મામલો સામે આવ્યા બાદ મધ્યપ્રદેશના પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણે ટ્વિટર પર લખ્યું કે, ભોપાલના પરવલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરવાનગી વિના સંચાલિત ચિલ્ડ્રન હોમમાંથી 26 છોકરીઓ ગુમ થવાનો મામલો મારા ધ્યાન પર આવ્યો છે. મામલાની ગંભીરતા અને સંવેદનશીલતાને ધ્યાનમાં લઈને હું સરકારને સંજ્ઞાન લઈને તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરું છું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT