2024 ની યુદ્ધના ધોરણે તૈયારી: ભાજપે 4 રાજ્યોના ચૂંટણી પ્રભારીની કરી નિયુક્તિ
નવી દિલ્હી : આ વર્ષે 4 રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે તેના ચૂંટણી પ્રભારીઓની નિમણૂક કરી છે. ભાજપે રાજસ્થાનમાં પ્રહલાદ જોશીને ચૂંટણી પ્રભારી તરીકે…
ADVERTISEMENT
નવી દિલ્હી : આ વર્ષે 4 રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે તેના ચૂંટણી પ્રભારીઓની નિમણૂક કરી છે. ભાજપે રાજસ્થાનમાં પ્રહલાદ જોશીને ચૂંટણી પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે, જ્યારે નીતિન પટેલ અને કુલદીપ બિશ્નોઈને સહ-પ્રભારી બનાવાયા છે.
ભારતીય જનતા પાર્ટીએ આ વર્ષે 4 રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે તેના ચૂંટણી પ્રભારીઓની નિમણૂક કરી છે. આ ક્રમમાં ભાજપે રાજસ્થાનમાં પ્રહલાદ જોશીને ચૂંટણી પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે, જ્યારે નીતિન પટેલ અને કુલદીપ બિશ્નોઈને સહ-પ્રભારી બનાવવામાં આવ્યા છે.
બીજી બાજુ ભૂપેન્દ્ર યાદવને મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રભારીની કમાન સોંપવામાં આવી છે. આ સાથે અશ્વની વૈષ્ણવને સહ-પ્રભારી બનાવાયા છે. આ સાથે ઓમપ્રકાશ માથુરને ચૂંટણી પ્રભારી અને મનસુખ માંડવિયાને છત્તીસગઢના સહ-પ્રભારી બનાવાયા છે.તેલંગાણામાં પ્રકાશ જાવડેકરને ચૂંટણી પ્રભારી બનાવાયા છે. સુનિલ બંસલને સહપ્રભારી બનાવવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT