2000ની નોટ બંધ કરવાની અરજી પર શુક્રવારે SCમાં સુનાવણીની સંભાવના
સંજય શર્મા.નવી દિલ્હીઃ રિઝર્વ બેન્ક દ્વારા 2000ની નોટ પાછી ખેંચવાના નિર્ણયને લઈને ભારે ચર્ચાઓ થઈ રહી છે. સાથે જ આ નોટોને પાછી ખેંચવાની સમય મર્યાદાને…
ADVERTISEMENT
સંજય શર્મા.નવી દિલ્હીઃ રિઝર્વ બેન્ક દ્વારા 2000ની નોટ પાછી ખેંચવાના નિર્ણયને લઈને ભારે ચર્ચાઓ થઈ રહી છે. સાથે જ આ નોટોને પાછી ખેંચવાની સમય મર્યાદાને પણ લઈને શંકાઓ ઉપજાવાઈ રહી છે. દરમિયાનમાં રૂ.2000ની નોટ બંધ કરવાને લઈને સરકારના નિર્ણયને પડકારતી અરજી મામલે સુપ્રીમ કોર્ટ જલ્દી જ સુનાવણી કરે તેને લઈને કોર્ટે ઈન્કાર કર્યો છે. હા પમ કોર્ટે અરજકર્તાને છૂટ આપી છે કે શુક્રવારે ફરી જલ્દી સુનાવણીની અરજી કરી શકે છે. આ વચ્ચે કોર્ટ એ જોઈ લેશે કે ગત વખત ઈન્કારનો આધારનો આધાર શું હતો.
Congress ને લાગી શકે છે મોટો ફટકો, આ દિગ્ગજ નેતા ભાજપના સંપર્કમાં?
ગુંડાતત્વો નોટ બદલાવી રહ્યા છેઃ BJP નેતા
બીજી વખત ઈન્કાર કરતા કોર્ટે કહ્યું કે અદાલત પહેલા જ જલ્દી સુનાવણનો ઈન્કાર કરી ચુકી છે. સુપ્રીમ કોર્ટે રજિસ્ટ્રીથી રિપોર્ટ માગી કે ગત અઠવાડિયે અદાલતે જલ્દી સુનાવણીનો ઈન્કાર કરતા શું કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે અરજકર્તાને શુક્રવારે ફરી જલ્દી સુનાવણીની માગ કરી શકે છે તેવું કહ્યું છે. ગત ગુરુવારે સુપ્રીમ કોર્ટે 2000ની નોટોની કરંસી નોટ બંધ કરવાના મામલામાં જલ્દી સુનાવણીનો ઈન્કાર કરતા કહ્યું હતું કે, અમે આવા કેસ સુનાવણીમાં નહીં લઈએ. અરજકર્તા તેના માટે જુલાઈમાં સીજેઆઈ પાસે મેંશન કરે.
આપને જણાવી દઈએ કે અરજકર્તા ભાજપ નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાય છે જેમણે કહ્યું કે દુનિયાભરમાં પહેલી વખત થઈ રહ્યું છે કે તમામ માફિયા, તસ્કર, કિડનેપર અને દેશદ્રોહી લોકો નોટ બદલાવી રહ્યા છે. દિલ્હી હાઈકોર્ટ આ અરજીને ખારીજ કરી ચુકી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT