AMBAJI માં ખાનગી બસ પલટી મારી જતા 20 લોકોને ગંભીર ઇજા, 3 અતિગંભીર
અંબાજી : ખાતે ભાદરવી પુનમના મહામેળાની શાનદાર જમાવટ થઇ રહી છે. અંબાજી તરફ જતા તમામ રસ્તાઓ પર માઇભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. અંબાજી-હિંમતનગર…
ADVERTISEMENT
અંબાજી : ખાતે ભાદરવી પુનમના મહામેળાની શાનદાર જમાવટ થઇ રહી છે. અંબાજી તરફ જતા તમામ રસ્તાઓ પર માઇભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. અંબાજી-હિંમતનગર હાઇ-વે પર અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. અંબાજી-હિંમતનગર હાઇવે પર હડાક પાસે લક્ઝરી બસ પલટી મારતા વન વગડો ચિચિયારીઓથી ગુંઝાઇ ગયો હતો. 20 લોકોને ગંભીર ઇજા પહોંચી છે.
અંબાજી-હિંમતનગર હાઇવે પર સર્જાયેલા અકસ્માતમાં 20 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોએ અંબાજી કોટેજ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હડાદ પોલીસ ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલે તપાસ આદરી છે. બીજી તરફ પોલીસ દ્વારા હાલ તો રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજનો દિવસ ગુજરાત માટે ગોઝારો રહ્યો હતો. ભાવનગર-અમદાવાદ હાઇવે પર અકસ્માત સર્જાયો છે. ભડભીડ પાટીયા પાસે ટ્રક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે. 1 વ્યક્તિને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઉભેલા ટ્રેલર પાછળ ટ્રક ઘુસી જવાના કારણે અકસ્માત સર્જાયો હતો.
ADVERTISEMENT
બીજી તરફ દ્વારકાના ભાણવડ-જામજોધપુર રોડ પર અકસ્માત સર્જાયો હતો. જેમાં અંકિત ડોડિયા નામના જીઆરડી જવાન ઇજાગ્રસ્ત થયા હતા. કાર અને બાઇક વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. હાલ તો દર્દીને ભાણવડથી જામનગર માટે શિફ્ટ કરવામાં આવ્યો છે. જ્યાં તેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.
ADVERTISEMENT