યોગ દિવસ પર UNમાં ભારતનો ડંકો, PM મોદીના નેતૃત્વમાં 180 દેશના પ્રતિનિધીઓ કરશે યોગ
ન્યૂયોર્ક: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં અમેરિકાની મુલાકાતે છે. તેમની મુલાકાત દરમિયાન, PM મોદી નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (21 જૂન) ની ઐતિહાસિક ઉજવણી નિમિત્તે ન્યુયોર્કમાં સંયુક્ત…
ADVERTISEMENT
ન્યૂયોર્ક: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં અમેરિકાની મુલાકાતે છે. તેમની મુલાકાત દરમિયાન, PM મોદી નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (21 જૂન) ની ઐતિહાસિક ઉજવણી નિમિત્તે ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં એક અનન્ય યોગ સત્રનું નેતૃત્વ કરશે. તેમાં સંયુક્ત રાષ્ટ્રના ટોચના અધિકારીઓ અને વિશ્વભરની પ્રતિષ્ઠિત હસ્તીઓ ભાગ લેશે. અહીં તેઓ 180થી વધુ દેશોના પ્રતિનિધિઓ સાથે યોગ કરશે. રાજદ્વારીઓથી લઈને કલાકારો, શિક્ષણવિદો અને ઉદ્યોગસાહસિકો આ વિશેષ કાર્યક્રમમાં ભાગ લેશે.
પીએમ મોદીના નેતૃત્વમાં વર્ષ 2014માં ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની જાહેરાત કરવામાં આવી હતી. હવે 9 વર્ષ બાદ પીએમ મોદી આ ખાસ દિવસે અમેરિકા પહોંચશે અને યુએન હેડક્વાર્ટરમાં જ યોગ કરશે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન અને ફર્સ્ટ લેડી જિલ બાઈડનના આમંત્રણ પર મોદી તેમની અમેરિકાની મુલાકાતના પ્રથમ તબક્કામાં ન્યૂયોર્કમાં હશે. જણાવી દઈએ કે યુએનનું મુખ્યાલય પણ ન્યૂયોર્કમાં છે.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, આ વર્ષનો યોગ દિવસ ખૂબ જ ‘અનોખો પ્રસંગ’ હશે. કારણ કે પીએમ મોદી પોતે તેનું નેતૃત્વ કરવા જઈ રહ્યા છે. વડાપ્રધાન મોદીએ જ આ વિઝન આપ્યું અને તેમના નેતૃત્વએ સુનિશ્ચિત કર્યું કે દર વર્ષે 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે.
ADVERTISEMENT
યુએન સેક્રેટરી જનરલે યોગના ફાયદા ગણાવ્યા
યોગ દિવસ નિમિત્તે પોતાના સંદેશમાં યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે યોગ એક કરે છે. તેમણે કહ્યું, ‘તે શરીર, મન, માનવતા, પ્રકૃતિ અને વિશ્વભરના લાખો લોકોને એક કરે છે, જેમના માટે તે શક્તિ, સદભાવ અને શાંતિનો સ્ત્રોત છે. ગુટેરેસે કહ્યું, ‘ખતરનાક અને વિભાજિત વિશ્વમાં, આ પ્રાચીન પ્રથાના ફાયદા ખાસ કરીને કિંમતી છે. યોગ શાંતિ પ્રદાન કરે છે, તે ચિંતા ઘટાડી શકે છે અને માનસિક સુખાકારીને પ્રોત્સાહન આપે છે. તે આપણને શિસ્ત અને ધીરજ વિકસાવવામાં મદદ કરે છે.’
તેમણે કહ્યું કે, યોગ આપણી સામાન્ય માનવતાને ઉજાગર કરે છે, જે આપણને એ સમજવામાં મદદ કરે છે કે આપણા મતભેદો હોવા છતાં પણ આપણે એક છીએ. આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર, ચાલો આપણે એકતાની ભાવનાને અપનાવીએ અને બધા માટે વધુ સારી, વધુ સુમેળભરી દુનિયા બનાવવાનો સંકલ્પ કરીએ.
ADVERTISEMENT
ADVERTISEMENT
નોર્થ લોનમાં યોગ દિવસનો કાર્યક્રમ યોજાશે
યોગ સત્ર 21 જૂનના રોજ સવારે 8 થી 9 દરમિયાન સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયના વિશાળ ઉત્તર લૉનમાં યોજાશે. આ એ જ લૉન છે જ્યાં ગયા વર્ષે ડિસેમ્બરમાં ભારત તરફથી સંયુક્ત રાષ્ટ્રને ભેટ તરીકે મહાત્મા ગાંધીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી.
પીએમ ગાંધી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે
વડાપ્રધાન મોદી મહાત્મા ગાંધીની પ્રતિમાને પ્રત્યે સન્માન વ્યક્ત કરશે. યુએનના ટોચના અધિકારીઓ, રાજદૂતો, દૂતો, સભ્ય દેશોના પ્રતિનિધિઓ તેમજ વૈશ્વિક અને ડાયસ્પોરા સમુદાયના અગ્રણી સભ્યો ઐતિહાસિક યોગ સત્રમાં ભાગ લે તેવી અપેક્ષા છે.
આ કાર્યક્રમ માટે ખાસ એડવાઈઝરી જારી કરવામાં આવી છે. જેમાં તમામ મહેમાનો અને મુલાકાતીઓને યોગાનુસાર વસ્ત્રો પહેરવાનું કહેવામાં આવ્યું છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું હતું કે આ વિશેષ યોગ સત્ર દરમિયાન યોગા મેટ આપવામાં આવશે. આ સાથે એડવાઈઝરીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ કાર્યક્રમમાં આવનારા લોકો આ મેટને સ્મૃતિ તરીકે ઘરે લઈ જઈ શકે છે.
અમેરિકાની પ્રથમ રાજકીય મુલાકાત
જણાવી દઈએ કે પીએમ મોદી 4 દિવસના યુએસ પ્રવાસ પર છે. પીએમ મોદીની અમેરિકાની આ પ્રથમ રાજ્ય મુલાકાત છે. અગાઉ, રાષ્ટ્રપતિ ઓબામા અને ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન, અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો ખૂબ જ મજબૂત રહ્યા હતા, પરંતુ પ્રથમ વખત રાષ્ટ્રપતિ બાઈડને પીએમ મોદીને USની મુલાકાત પર આમંત્રણ આપ્યું છે.
અમેરિકા આવા નિમંત્રણ ફક્ત ખાસ સાથી દેશોના નેતાઓને જ આપે છે. આ પ્રવાસથી જ્યાં વૈશ્વિક મંચ પર પાવર બેલેન્સમાં ભારત મજબૂત થશે, ત્યાં એશિયાના પાવર બેલેન્સમાં ચીનની સરખામણીમાં ભારત બિઝનેસ અને ડિફેન્સ ડીલ દ્વારા પણ પોતાની જાતને મજબૂત કરતું જોવા મળશે. આ પ્રવાસ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોની સમગ્ર ગતિશીલતા પણ બદલી નાખે તેવું લાગે છે.
ADVERTISEMENT