17 વર્ષનો નાહેલ.. જેના મોત પછી સળગી રહ્યું છે પેરિસ, મેક્રોએ ઉતાર્યા 50,000 જવાનો

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હીઃ ફ્રાન્સની રાજધાની પેરિસ સહિત આખો દેશ છેલ્લા 3 દિવસથી ખતરનાક હિંસાઓની ઝપેટમાં છે. 17 વર્ષના નાહેલના મોત બાદ ફ્રાન્સમાં આજે જે થઈ રહ્યું છે તેને છેલ્લા દાયકાનું સૌથી ખરાબ તોફાન ગણાવવામાં આવી રહ્યું છે. પ્રદર્શનકારીઓ અહીં ખુલ્લેઆમ અંધાધૂંધ ગોળીબાર કરી રહ્યા છે. સ્થિતિ એટલી બેકાબૂ બની ગઈ છે કે દેખાવકારોના મનમાં પોલીસનો ડર નથી. વિરોધીઓ દ્વારા કરવામાં આવેલી લૂંટ અને આગચંપીમાં અબજોનું નુકસાન થયું છે.

તોફાનીઓ લૂંટનો ઇરાદો ધરાવે છે
વિરોધીઓ આ સમયે બધું બાળી નાખવા મક્કમ છે, હવે તેમનાથી કંઈ સુરક્ષિત નથી. ફ્રાન્સમાં આ રમખાણને રોકવા માટે 50 હજાર પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. પરંતુ વિરોધીઓ કોઈનાથી ડરતા નથી. તેઓ લૂંટનો ઇરાદો ધરાવે છે, આવું એટલે કહેવાઈ રહ્યુ છે કે ટોળાઓઓ દ્વારા સ્પીડમાં કાર વડે શોપિંગ મોલનો ગેટ તોડવો અને તેના પછી લૂંટ થવી. ટોળા પૈકીનાઓ કારનો ઉપયોગ દરવાજો તોડવા માટે કરે છે અને દરવાજો તૂટતાની સાથે જ ભીડ અંદર આવવા લાગે છે.

બધું બરબાદ
પેરિસમાં હિંસાને કારણે બસ પરિવહન અટકી ગયું છે અને ડઝનેક બસો નાશ પામી છે. દુકાનો, ઓફિસો, બેંકો, શોપિંગ મોલ, પુસ્તકાલયો અને શાળાઓ વિરોધીઓના નિશાને છે. સ્થિતિ બગડતી જોઈને ફ્રાન્સના પીએમએ મંત્રીઓ સાથેની બેઠક બાદ જાહેરાત કરી કે ફ્રાન્સમાં ઈમરજન્સી પણ જાહેર કરવામાં આવી શકે છે. રમખાણોના ત્રીજા દિવસે 249 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા, જ્યારે પોલીસે 875 લોકોની ધરપકડ કરી હતી. ફ્રાન્સના રાષ્ટ્રપતિએ આ હિંસા ફેલાવવા માટે સોશિયલ મીડિયા અને બાળકોના નબળા ઉછેરને જવાબદાર ઠેરવ્યા છે.

ADVERTISEMENT

મહીસાગરઃ ચિક્કાર દારુ પીધેલા આચાર્ય શિક્ષણાધિકારીના હાથે ઝડપાયાઃ થયો પોલીસ કેસ

ઘણા શહેરોમાં કર્ફ્યુ
આરએટીપી ટ્રાન્સપોર્ટ ઓપરેટરે જણાવ્યું હતું કે શુક્રવારે પેરિસમાં બસ અને ટ્રામ લાઇન સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી. એક ડેપોમાં રાતોરાત એક ડઝન વાહનોને સળગાવી દેવામાં આવ્યા હતા અને કેટલાક માર્ગો અવરોધિત અથવા નુકસાન થયું હતું. શુક્રવારે પૂર્વીય શહેર સ્ટ્રાસબર્ગમાં દિવસભર લૂંટફાટ થઈ હતી, જ્યાં તોફાનીઓએ એપલ સ્ટોર અને અન્ય દુકાનોને નિશાન બનાવી હતી. દક્ષિણના શહેર માર્સેલીમાં શુક્રવારે સાંજે લોકપ્રિય પ્રવાસી વિએક્સ-પોર્ટ જિલ્લામાં યુવાનોએ પોલીસ વાહનો પર પથ્થરમારો કર્યા બાદ પોલીસે ટીયરગેસનો ઉપયોગ કર્યો હતો. પેરિસ ક્ષેત્રના ઓછામાં ઓછા ત્રણ શહેરો અને દેશભરના અન્ય કેટલાક શહેરોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો.

સરકાર દ્વારા લેવાયેલા પગલા
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને યુરોપિયન યુનિયન સમિટમાંથી પરત ફર્યા બાદ ઈમરજન્સી બેઠક યોજી હતી અને યુવકના મોતની નિંદા કરી હતી. વડા પ્રધાન એલિઝાબેથ બોર્ને સમગ્ર દેશમાં મોટા પાયે કાર્યક્રમો રદ કરવાની જાહેરાત કરી હતી. સતત હિંસાને પગલે કેટલાક રૂટ પર બસો અને ટ્રામ રાત્રે 9 વાગ્યા પછી દોડતી બંધ થઈ ગઈ છે. સરકારે મોટા ફટાકડા અને જ્વલનશીલ પ્રવાહીના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે.

ADVERTISEMENT

શા માટે હિંસા ફાટી નીકળી
રાજધાની પેરિસને અડીને આવેલા નાનટેરેમાં 17 વર્ષના છોકરાનું ગોળીબારમાં મૃત્યુને કારણે મંગળવારે ફ્રાન્સમાં હિંસા ફાટી નીકળી હતી. પોલીસનું કહેવું છે કે મૃત્યુ પામનાર યુવક કથિત રીતે ખોટી રીતે કાર ચલાવતો હતો. તેની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ પણ નહોતું. જ્યારે તેણે ભાગવાનો પ્રયાસ કર્યો ત્યારે ગોળીબાર કરવામાં આવ્યો હતો. મૃત્યુ પામનાર સગીર આફ્રિકન મૂળનો હતો, પરંતુ આ ઘટનાના વીડિયોએ પોલીસનો પર્દાફાશ કર્યો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બે પોલીસ અધિકારીઓ નાનટેરેના રસ્તા પર પીળી કારને રોકીને વાત કરે છે. આ દરમિયાન થોડીક દલીલબાજી થાય છે અને ડ્રાઈવરે અચાનક કારની સ્પીડ વધારી દીધી હતી. ત્યારબાદ પોલીસ અધિકારી ડ્રાઈવરને માથામાં ગોળી મારી દે છે અને આ કાર આગળ જઈને દીવાલ સાથે અથડાઈ જાય છે. 17 વર્ષીય સગીરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

ADVERTISEMENT

સાબરકાંઠાઃ ઝરમર વરસાદ વચ્ચે હરખાયો ખેડૂતઃ નાચી ગાઈ વ્યક્ત કરી ખુશી, Video

પોલીસ ખોટું બોલે છે
પોલીસનો દાવો છે કે મૃત્યુ પામેલા સગીર છોકરા પાસે ડ્રાઇવિંગ લાયસન્સ ન હતું અને જ્યારે પોલીસે તેને રોક્યો તો તેણે ઓફિસર પર કાર ભગાવાનો પ્રયાસ કર્યો, ઓફિસરને કચળી નાખવાનો પ્રયાસ કર્યો. પરંતુ આ ઘટનાના વીડિયોએ પોલીસને ખોટી સાબિત કરી અને લોકો ગુસ્સે થયા અને પેરિસ સહિત સમગ્ર ફ્રાન્સમાં આગચંપી અને લૂંટફાટ શરૂ થઈ હતી. ફ્રાન્સમાં રમખાણો થતા રહે છે. ફૂટબોલની રમતમાં મોરોક્કોની હાર પર ક્યારેક અહીં હિંસા થાય છે તો ક્યારેક પેન્શન સુધારા બિલને લઈને હોબાળો થાય છે.

‘યુવા’ તોફાનીઓ
મેક્રોને માતા-પિતાને સગીર તોફાનીઓની જવાબદારી લેવા વિનંતી કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તોફાનીઓની ભીડમાં એક તૃતીયાંશ લોકો યુવાનો અથવા સગીર છે. મેક્રોને લોકોને અપીલ કરી છે કે તેઓ TikTok અને Snapchat જેવી સેવાઓ દ્વારા ગુનાથી પ્રેરિત હિંસા ફેલાવતા અટકાવે.

નાહેલની માતાનો આરોપ
ગોળીબાર પછીના મૃતકની માતા મૌનિયાએ પ્રથમ મીડિયા ઇન્ટરવ્યુમાં એક ફ્રેન્ચ ટીવી ચેનલને કહ્યું: ‘હું પોલીસને દોષ નથી આપતી, હું એક વ્યક્તિને દોષિત માનું છું: જેણે મારા પુત્રનો જીવ લીધો.’ તેમણે કહ્યું, 38 વર્ષીય આરોપી પોલીસ અધિકારી પર હત્યાનો આરોપ છે, જેને ગુરુવારે કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. મૌનિયાએ કહ્યું, ‘જે પોલીસવાળાએ ગોળી મારી હતી. તેણે એક આરબ ચહેરો જોયો, એક નાનું બાળક જોયું અને તેને મારી નાખવા માંગતો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT