ઓનલાઈન ગેમમાં 16 વર્ષના છોકરાએ વિધવા માતાના બેંક એકાઉન્ટમાંથી 36 લાખ ઉડાવી દીધા

ADVERTISEMENT

gujarattak
social share
google news

હૈદરાબાદ: હાલના સમયમાં બાળકોમાં મોબાઈલની વધતી લતથી વાલીઓ ચિંતિત બન્યા છે. ફોનમાં ગેમ રમવા પાછળ માતા-પિતાના બેંક એકાઉન્ટમાંથી અત્યાર સુધીમાં લાખો રૂપિયા ખર્ચી નાખતા હોય છે. ત્યારે હૈદરાબાદમાં પણ આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 16 વર્ષના એક છોકરાએ તેના માતાના બેંક એકાઉન્ટમાંથી રૂ.36 લાખ ઓનલાઈન ગેમ પાછળ ખર્ચી નાખ્યા. જ્યારે તેની માતા બેંકમાં પૈસા ઉપાડવા માટે ગઈ ત્યારે તેને આખી હકીકતની જાણ થતા તેણે સાઈબર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

દાદાના ફોનમાં સગીર ગેમ રમતો હતો
હૈદરાબાદ સાયબર પોલીસના રિપોર્ટ અનુસાર, 16 વર્ષના એક છોકરાએ ફ્રી ફાયર ગેમ રમવા માટે 36 લાખ રૂપિયા ખર્ચ્યા છે. તે તેના દાદાના સ્માર્ટફોનમાં ગેમ રમતો હતો. તેણે પહેલા તેની માતાના બેંક ખાતામાંથી 1,500 રૂપિયા ખર્ચ્યા અને પછી 10,000 રૂપિયા ખર્ચ્યા.

ધીમે ધીમે કરીને ગેમમાં 36 લાખ ખર્ચી નાખ્યા
તે પછી, તેણે ગેમમાં હથિયાર ખરીદવા માટે એકવાર 1.45 લાખ અને પછી 2 લાખ રૂપિયા ખર્ચ્યા. થોડા મહિના પછી જ્યારે તેની માતા બેંકમાંથી પૈસા ઉપાડવા ગઈ ત્યારે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો. બેંકના મેનેજરે મહિલાને જણાવ્યું હતું કે તેમના ખાતામાંથી 27 લાખ રૂપિયા એક ઓનલાઈન ગેમમાં પેમેન્ટ કરવા માટે વપરાયા છે. બીજી તરફ મહિલાનું HDFC બેંકમાં ખાતું હતું અને તેમાં પણ 9 લાખ હતા. આ પૈસા પણ દીકરાએ ગેમમાં વાપરી નાખ્યા હતા. આમ કુલ મળીને 36 લાખ રૂપિયા દીકરાએ ગેમમાં વાપરી નાખ્યા. બેંકમાંથી માહિતી મળ્યા બાદ માતાએ આ અંગે સાયબર પોલીસમાં ફરિયાદ કરી છે.

ADVERTISEMENT

મહિલાના પતિએ કરેલી બચત સાફ કરી નાખી
છોકરાના પિતા પોલીસમાં હતા, જેમનું મૃત્યુ થઈ ચૂક્યું છે. બાળક 11મા ધોરણમાં ભણે છે, મહિલાએ પોલીસને જણાવ્યું કે, પૈસા તેના પતિની મહેનત છે. તેમજ પતિના અવસાન બાદ આર્થિક સહાયમાંથી મળતી રકમ પણ તેમાં સામેલ હતી. આ ઘટના બાદ મહિલાઓ ખૂબ જ દુઃખી છે.

    follow whatsapp

    ADVERTISEMENT