151 પોલીસ કર્મચારીઓને તપાસમાં શ્રેષ્ઠતા બદલ મેડલ એનાયત, 8 ગુજરાતના કર્મચારીનો સમાવેશ
અમદાવાદ: વર્ષ 2022માં કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તપાસમાં શ્રેષ્ઠતા માટે 151 પોલીસ કર્મચારીઓને કેન્દ્રીય ગૃહ પ્રધાન મેડલ 2022 એનાયત કરવામાં આવ્યા હતા. આ 151 પોલીસકર્મીઓમાં…
ADVERTISEMENT
અમદાવાદ: વર્ષ 2022માં કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તપાસમાં શ્રેષ્ઠતા માટે 151 પોલીસ કર્મચારીઓને કેન્દ્રીય ગૃહ પ્રધાન મેડલ 2022 એનાયત કરવામાં આવ્યા હતા. આ 151 પોલીસકર્મીઓમાં CBIના 15, મહારાષ્ટ્રના 11, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના 10-10, કેરલ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળના 8-8 પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે.
ભારતના ગૃહ મંત્રાલયની કામગિરિને લઈ અનેક ગુન્હેગારો અંડરગ્રાઉંડ થઈ ચૂક્યા છે. ત્યારે ગૃહમંત્રાલયની કામગિરિને ચમકતી કરવા માટે તેમના કર્મચરી મુખ્ય ભૂમિકામાં છે. આ કામગિરિને દેશના ગૃહમંત્રાલય દ્વારા બિરદાવવામાં આવે છે જેમાં વર્ષ 2022માં કુલ 151 પોલીસ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવશે જ્યારે CBIના 15 અધિકારીઓને સન્માનિત કરવામાં આવશે. ગુજરાત માટે સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના 6 પોલીસ કર્મચારી અને 2 CBIના અધિકારીને સન્માનિત કરવામાં આવશે.
આ ઉપરાંત અન્ય રાજ્યોના પોલીસકર્મીઓને પણ તપાસમાં હોમ મિનિસ્ટર મેડલ ઑફ એક્સલન્સ એનાયત કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, 151 પોલીસકર્મીઓમાંથી 28 મહિલા પોલીસ અધિકારીઓને પણ મેડલ એનાયત કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
રાજનાથ સિંહે શરૂ કરી હતી મેડલની શરૂઆત
આ મેડલ 2018 થી એવા પોલીસ કર્મચારીઓને આપવામાં આવે છે જેમણે કોઈપણ ગુનાની તપાસમાં ઉચ્ચ ધોરણો સ્થાપિત કરીને કાર્યમાં પ્રામાણિકતા, ફરજ પ્રત્યેની નિષ્ઠા અને અસાધારણ હિંમત દર્શાવી છે. આ મેડલનો હેતુ પોલીસકર્મીઓને પ્રોત્સાહિત કરવાનો છે. 2018માં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે પોલીસકર્મીઓને પ્રોત્સાહિત કરવા માટે પાંચ પોલીસ મેડલની શરૂઆત કરી હતી. તેમાં સ્પેશિયલ ઓપરેશન્સ મેડલ, પોલીસ ઇન્ટરનલ સિક્યુરિટી સર્વિસ મેડલ, એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્કીલ્સ મેડલ, ઉત્કૃષ્ટ અને અતિ ઉત્કૃષ્ટ સેવા મેડલ અને મેડલ ઓફ એક્સલન્સ ઇન ઇન્વેસ્ટિગેશનનો સમાવેશ થાય છે.
2020માં 121 પોલીસકર્મીઓને મેડલ મળ્યા
2020માં, 121 પોલીસકર્મીઓને કેન્દ્રીય ગૃહ પ્રધાનનો તપાસમાં શ્રેષ્ઠતા ચંદ્રક આપવામાં આવ્યો હતો. તેમાંથી 15 CBIના, 10 મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર પોલીસના, આઠ ઉત્તર પ્રદેશ પોલીસના, સાત કેરળ અને પશ્ચિમ બંગાળ પોલીસના અને બાકીના અન્ય રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના હતા. જેમાં 21 મહિલા પોલીસ અધિકારીઓનો સમાવેશ થયો હતો
ADVERTISEMENT
ગુજરાતના આટલા અધિકારીનો સમાવેશ
ગુજરાત રાજ્યના 6 પોલીસ અધિકારી અને બે CBIના અધિકારીને મેડલ આપવામાં આવ્યા છે. જેમાં અભય ચૂડાસમા, ગીરીશ સિંઘલ, ઉષા રાડા, સાગર બાગમાર, રાજેન્દ્રસિંહ સરવૈયા, ભૂપેન્દ્ર દવે જ્યારે સીબીઆઇના બે અધિકારી એસએસ ભદૌરિયા અને હિમાંશુ શાહને આ મેડલ આપવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT