ક્રિકેટ રમતા રમતા હવે 14 વર્ષના બાળકનું હાર્ટ એટેકથી મોત, પોલીસ પણ અચંબિત
પુણે: મહારાષ્ટ્રના પુણેમાં 14 વર્ષના છોકરાનું હૃદયરોગના હુમલાથી મોત થયું છે. હાર્ટ એટેક સમયે આ બાળક તેના મિત્રો સાથે ક્રિકેટ રમી રહ્યો હતો. અચાનક તેની…
ADVERTISEMENT
પુણે: મહારાષ્ટ્રના પુણેમાં 14 વર્ષના છોકરાનું હૃદયરોગના હુમલાથી મોત થયું છે. હાર્ટ એટેક સમયે આ બાળક તેના મિત્રો સાથે ક્રિકેટ રમી રહ્યો હતો. અચાનક તેની છાતીમાં દુખાવો શરૂ થયો. મિત્રોએ તરત જ તેના પિતાને આ અંગે જાણ કરી અને તેને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ તેની હાલત જોઈને ડોક્ટરોએ તેને મોટી હોસ્પિટલમાં રિફર કરી દીધો. જ્યાં તબીબોએ સારવાર શરૂ કરી જ હતી કે બાળકનું મોત થઈ ગયું. આટલા નાના બાળકમાં હાર્ટ એટેકની ઘટનાથી સૌ કોઈ ચોંકી ગયા છે.
14 વર્ષનો બાળક મેદાનમાં ઢળી પડ્યો
માહિતી મળતાં પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રના પુણે જિલ્લાના વાનૌરી વિસ્તારમાં ગુરુવારે સાંજે 14 વર્ષીય વિદ્યાર્થી વેદાંત તેના મિત્રો સાથે ક્રિકેટ રમી રહ્યો હતો. થોડી વા ક્રિકેટ રમ્યા બાદ તેને છાતીમાં સખત દુખાવો થવા લાગ્યો. જેના કારણે બાળક જમીન પર પડી જતાં પીડા થવા લાગી હતી. સાથે રમતા બાળકોએ તરત જ વેદાંતના પિતાને આ બાબતની જાણ કરી હતી.
હોસ્પિટલમાં લઈ જતા તબીબોએ મૃત જાહેર કર્યો
આ પછી બાળકને વાનૌરીની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. જ્યાં તબીબોએ બાળકની હાલત જોતા પ્રાથમિક સારવાર બાદ તેને મોટી હોસ્પિટલમાં રીફર કર્યો હતો. આ પછી પરિવાર બાળકને ફાતિમા નગરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. બાળકની હાલત જોઈને ડોક્ટરોએ તેને દાખલ કર્યો, પરંતુ સારવાર શરૂ કરી હતી ત્યાં જ બાળકનું મોત થઈ ગયું. ડૉક્ટરોએ જણાવ્યું કે, કાર્ડિયાક અરેસ્ટને કારણે બાળકની હાલત ખરાબ થઈ ગઈ હતી અને તેના કારણે તેનું મોત થયું હતું.
ADVERTISEMENT
પોલીસે તપાસ શરૂ કરી
માહિતી મળતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને સંબંધીઓ અને ડોક્ટરોની પૂછપરછ કરી હતી. વાનૌરી પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે, બાળકના મૃત્યુનું કારણ ડૉક્ટરોએ કાર્ડિયાક અરેસ્ટને જણાવ્યું છે. એવામાં પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આટલા નાના બાળક સાથે હાર્ટ એટેક આવવા જેવી સ્થિતિ કેવી રીતે બની. આ માટે બાળક સાથે રમતા અન્ય બાળકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT