ભાજપના 10 ધારાસભ્યો સસ્પેન્ડ, પૂર્વ CM ની પણ અટકાયત કરવામાં આવી
નવી દિલ્હી : કર્ણાટકમાં ભાજપના 10 ધારાસભ્યોને બુધવારે વિધાનસભાના બાકીના સત્ર માટે નિલંબિત કરી દેવામાં આવ્યા હતા. સદનમાં અશોભનિય વર્તન અને અપમાનજનક આચરણ અંગે કાર્યવાહી…
ADVERTISEMENT
નવી દિલ્હી : કર્ણાટકમાં ભાજપના 10 ધારાસભ્યોને બુધવારે વિધાનસભાના બાકીના સત્ર માટે નિલંબિત કરી દેવામાં આવ્યા હતા. સદનમાં અશોભનિય વર્તન અને અપમાનજનક આચરણ અંગે કાર્યવાહી થઇ. વિધાનસભા સત્રથી ભાજપના ધારાસભ્યોને સત્ર પુરતા નિલંબિત કરી દેવાયા બાદ BJP અને JDS એ સ્પીકરની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની નોટિસ આપી. બીજી તરફ વિધાનસભા બહાર પ્રદર્શન કરી રહેલા પૂર્વ મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇ સહિત અન્ય નેતાઓને પોલીસે કસ્ટડીમાં લઇ લીધા છે. ભાજપના આ નેતા પાર્ટી ધારાસભ્યોના સસ્પેન્શનનો વિરોધ કરી રહ્યા હતા.
વિધાનસભા અધ્યક્ષે ભાજપના જે 10 ધારાસભ્યોને નિલંબિત કર્યા છે તે ડૉ.સી.એન અશ્વથ નારાયણ, વી સુનીલ કુમાર, આર અશોક, અરાગા જ્ઞાનેન્દ્ર (તમામ પૂર્વ મંત્રી) ડી.વેદવ્યાસ કામથ, યશપાલ સુવર્ણ, ધીરજ મુનિરાજ, એ ઉમાનાથ કોટિયન, અરવિંદ બેલાડ અને વાઇ ભરત શેટ્ટી વિધાનસભા સત્ર 3 જુલાઇના રોજ શરૂ થયું અને 21 જુલાઇના રોજ સમાપ્ત થવાનું હતું. અધ્યક્ષે કહ્યું કે, હું તેમના (10 ધારાસભ્યો) નામ તેમના અશોભનીય અને અસમ્માનજનક આચરણના કારણે લઇ રહ્યો છું. ખુબ જ પીડાની સાથે હું આ પ્રસ્તાવને વોટિંગ માટે રાખી રહ્યો છું. ત્યાર બાદ ધ્વનિ મતના આધારે 10 સભ્યોને વિધાનસભાથી નિલંબિત કરી દેવામાં આવ્યા.
ભોજનના બ્રેક વગર કાર્યવાહી ચાલુ રાખતા વિવાદ
કર્ણાટક વિધાનસભામાં બુધવારે જોરદાર હોબાળો થયો. ભાજપના સભ્યોએ આસન તરફ કાગળ ફેંક્યા હતા. ભાજપના ધારાસભ્ય ભોજન અવકાશ વગર જ કાર્યવાહી સંચાલિત કરવાના વિધાનસભા અધ્ક્ષના નિર્ણયથી નારાજ હતા. ગત્ત 2 દિવસની બેઠક માટે કોંગ્રેસ સરકારની તરફથી IAS અધિકારીઓના દુરૂપયોગ અંગે ભાજપના વિરોધ વચ્ચે થયું. અધ્યક્ષ યુટી ખાદેર આ કહીને જતા રહ્યા કેસદનમાં ભોજનના અવકાશ નહી હોય અને બજેટ તથા માંગણીઓ પર ચર્ચા ચાલી રહેશે. ત્યાર બાદ ઉપાધ્યક્ષ રુદ્રાપ્પા લમાની સદનની કાર્યવાહીનું સંચાલન કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, જે સભ્યો ભોજન કરવા માંગે છે તેઓ જઇ શકે છે. પરત આવી જશે.
ADVERTISEMENT
ADVERTISEMENT