મુકેશ અંબાણીને ધમકી આપનાર વ્યક્તિની અટકાયત
નવી દિલ્હી: રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પરિવારને ફોન પર મારી નાખવાની ધમકી મળી છે. ધમકીભર્યા ફોન માત્ર એક-બે વખત નહીં પરંતુ ત્રણ…
ADVERTISEMENT
નવી દિલ્હી: રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પરિવારને ફોન પર મારી નાખવાની ધમકી મળી છે. ધમકીભર્યા ફોન માત્ર એક-બે વખત નહીં પરંતુ ત્રણ વખત કરવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસે આ મામલામાં મુંબઈથી એક વ્યક્તિની અટકાયત પણ કરવામાં આવી છે.
ડીબી માર્ગ પોલીસ સ્ટેશને આ મામલે તપાસ શરૂ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે ધમકી આપનાર વ્યક્તિએ ત્રણ વખત ફોન કર્યો હતો. આ ફોન કોલ આજે સવારે રિલાયન્સ ફાઉન્ડેશનની હરકિશનદાસ હોસ્પિટલના ડિસ્પ્લે નંબર પર કરવામાં આવ્યો હતો. જેમાં મુકેશ અંબાણી અને તેમના પરિવારને ધમકી આપવામાં આવી છે. આ મામલે 4 ટીમ તૈયાર કરવામાં આવી હતી અને ઘટનાની 1 કલાકમાં જ 1 વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે.
પોલીસે 56 વર્ષીય વિષ્ણુ વિભુ ભૌમિકને પકડી લીધો છે, જેણે ફોન કોલ દ્વારા રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીને મારી નાખવાની ધમકી આપી હતી. ડીસીપી નીલોત્પલના જણાવ્યા અનુસાર, પોલીસ કસ્ટડીમાં પહોંચેલ આ વ્યક્તિ વ્યવસાયે જ્વેલર છે અને તેની દક્ષિણ મુંબઈમાં તેની દુકાન છે. રિપોર્ટ અનુસાર, રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં કોલ દરમિયાન તેણે પોતાનું નામ અફઝલ જણાવ્યું હતું.
ADVERTISEMENT
મુંબઈના ગિરગામ વિસ્તારમાં આવેલી રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં સવારે લગભગ 10.39 વાગ્યે પહેલો કોલ કરતી વખતે આ વ્યક્તિએ માત્ર મુકેશ અંબાણી જ નહીં, પરંતુ તેમના સમગ્ર પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબતની માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ સતર્ક થઈ ગઈ હતી અને કલમ 506(2) ફોજદારી ધમકી હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. મામલાની ગંભીરતાને જોતા કેટલીક કેન્દ્રીય એજન્સીઓએ પણ આ અંગે માહિતી લીધી છે.
ગત વર્ષે ઘર પાસે મળી હતી શંકાસ્પદ કાર
આ પહેલા ગયા વર્ષે ફેબ્રુઆરીમાં દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર એક શંકાસ્પદ કાર મળી આવી હતી. જેમાં 20 જિલેટીન સ્ટિક મળી આવી હતી. શંકાસ્પદ કાર મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. આ કેસમાં મહારાષ્ટ્ર ATS અને NIAએ પણ આ કેસમાં તપાસ કરી હતી. જે કારમાંથી વિસ્ફોટક મળી આવ્યો હતો તે કાર મનસુખ હિરેનની હતી. પરંતુ થોડા દિવસો બાદ જ મનસુખ હિરેનનો મૃતદેહ મળી આવ્યો હતો. મુંબઈમાં મુકેશ અંબાણીના ઘર પાસે વિસ્ફોટક ભરેલા વાહનના સંબંધમાં NIA દ્વારા મુંબઈ પોલીસ અધિકારી સચિન વાજેની ધરપકડ કરવામાં આવી હતી. સચિન વાજે પર મનસુખ હિરેનની હત્યાનો આરોપ છે.
ADVERTISEMENT
ધમકી વચ્ચે કરી સ્વતંત્રતા દિવસની ઉજવણી
ADVERTISEMENT
અંબાણી પરિવારનો એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં મુકેશ અંબાણી, તેમની પત્ની નીતા અંબાણી અને પૌત્ર પૃથ્વી અંબાણી તિરંગો ફરકાવતા જોવા મળે છે. મુકેશ અંબાણી તેમના પૌત્રને ખોળામાં લઈ રહ્યા છે, જ્યારે નીતા અંબાણી હાથમાં ત્રિરંગો લહેરાવી રહ્યાં છે. કહેવામાં આવી રહ્યું છે કે અંબાણી પરિવાર કંપનીના કર્મચારીઓ સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો હતો. આ વીડિયો એ જ ઘટનાનો છે.
ADVERTISEMENT