પાકિસ્તાનના કરાંચીમાં આઝાદીની ઉજવણીમાં ગોળીબાર, 1નું મોત, 12 ઘાયલ
ઇસ્લામાબાદ : ભારતનો જ એક ભાગ અને હાલમાં પોતાના 77 માં સ્વતંત્રતા વર્ષની ઉજવણી કરી રહ્યો છે. જો કે દરમિયાન પાકિસ્તાન અનેક સ્થળે આઝાદીની ઉજવણી…
ADVERTISEMENT
ઇસ્લામાબાદ : ભારતનો જ એક ભાગ અને હાલમાં પોતાના 77 માં સ્વતંત્રતા વર્ષની ઉજવણી કરી રહ્યો છે. જો કે દરમિયાન પાકિસ્તાન અનેક સ્થળે આઝાદીની ઉજવણી દરમિયાન હવાઇ ફાયરિંગ કરાયું હતું. કરાંચીમાં હવાઇ ગોળીબારની ઘટનામાં એક નાગરિકનું મોત નિપજ્યું હતું. અહેવાલો અનુસાર ગોળીબારમાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે જ્યારે 12 લોકો ઘાયલ થયા છે. પાકિસ્તાનના 77 મા સ્વતંત્રતા દિવસ પ્રસંગે કરાંચીના લિયાકતાબાદ, લિયારી, ગાર્ડન, મહેમુદાબાબ, લાંઘી, કોરંગી, ન્યું કરાંચી અને બિલાલા કોલોની સહિતના મહાનગરોના વિવિધ વિસ્તારોમાં હવાઇ ગોળીબાર કરાયો હતો. જેના કારણે અનેક લોકો ઘાયલ થયા હતા.
ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર કરાંચીના સેક્ટર 7, બિલાલા કોલોનીમાં હવાઇ ગોળીબારના કારણે એક વ્યક્તિ ઘાયલ થયો હતો. લિયાકતબાદ નજીક કોરંગી અને લાંઘીમાં બે વ્યક્તિ ઘાયલ થયા હતા. તે જ પ્રકારે મહેમુદાબાદમાં એક, લ્યારીમાં એક અને ન્યૂ કરાંચી પાસે એક વ્યક્તિ ઘાયલ થયો હતો. મહેમુદાબાદમાં હવાઇ ગોળીબારમાં ઘાયલ થયેલા એક યુવકને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. લગ્ન સમારંભ અને સ્વતંત્રતા દિવસ જેવા પ્રસંગોએ આનંદમાં હવાઇ ગોળીબાર કરવામાં આવે છે. જેના કારણે માનવ જીવનને નુકસાન પહોંચે છે. પાકિસ્તાની સેનાએ કહ્યું કે, હવાઇ ગોળીબાર સજાપાત્ર ગુનો છે. એક દેશભક્ત નાગરિકે તેનાથી બચવું તે દરેકની ફરજ છે.
ADVERTISEMENT
પાકિસ્તાનમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસે સેંકડો લોકો ઘાયલ થાય છે
અત્રે ઉલ્લેખનીય છે કે, ગમે તે પ્રસંગ હોય ખાસ કરીને સ્વતંત્રતા પર્વમાં તો દર વખતે સેંકડો લોકો ઘાયલ થાય છે. ગત્ત વર્ષે પણ પાકિસ્તાનના કરાંચીમાં સ્વતંત્રતા દિવસે હવાઇ ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આશરે 57 લોકો ઘાયલ થયા હતા. લોકો ફટાકડા ફોડવાની સાથે સાથે હવામાં ગોળીબાર પણ કરે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT