PM MODI LIVE: ગવર્નન્સમાં હ્યુમન ટચ જ અમારી સફળતાની ચાવી છે

Krutarth

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી : ઇન્ડિયા ટુડે કોન્કલેવના અંતિમ દિવસે શનિવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહામંચ પર પહોંચ્યા હતા. તેઓ ઇન્ડિયા ટુડેના આ મહામંચના મહેનામ બન્યા હતા. #THEINDIAMOMENT નો હિસ્સો બન્યા હતા. વડાપ્રધાન મોદીને નિહાળવા માટે હોલ ખચોખચ ભરેલો હતો. સેંકડો લોકો પીએમને નિહાળવા માટે મોટા સંખ્યામાં દેશ અને વિદેશા નાગરિકો ઉમટી પડ્યા હતા. સ્થિતિ એવી હતી કે કેટલાક લોકોએ બહાર ઉભા રહીને જ પીએમની એક ઝલક માટે ઉત્સુક હતા.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ઇન્ડિયા ટુડે કોન્કલેવમાં પોતાના ભાષણની શરૂઆત કરતા જણાવ્યું કે, કોન્કલેવમાં આવેલા તમામ મહાનુભાવોને મારા નમસ્કાર. દેશ વિદેશથી આવેલા દર્શકો અને પાઠકોને પણ અભિનંદન. મને જોઇને સારુ લાગી રહ્યું છે કે, આ કોન્કલેવની થીમ #THEINDIAMOMENT છે. આજે દેશના મોટા મોટા લોકો પણ સ્વિકારે છે કે, ધ ઇન્ડિયા મોમેન્ટ છે. જ્યારે ઇન્ડિયા ટુડે ગ્રુપ આ ઓપ્ટીમીઝમ દેખાડે છે ત્યારે તે વધારે મહત્વનું બની જાય છે. આમ તો મે 20 મહિના પહેલા લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે, આ જ સમય છે યોગ્ય સમય છે. જો કે અહીં પહોંચતા પહોંચા 20 મહિના થઇ ગયા. ત્યારે પણ ભાવના એવી જ હતી કે, આ ઇન્ડિયા મુમેન્ટ છે. કોઇ પણ રાષ્ટ્રનિ વિકાસ યાત્રામાં અનેક ઉતાર ચડાવ આવતા રહે છે. અનેક પડાવ આવે છે. આજે 21 મી સદીના આ દશકમાં ભારતની સામે જે ટાઇમ પીરિડય આવ્યો છે. આ અભુતપુર્વ છે. આજથી થોડા દશકો પહેલા જે દેશ આગળ વધ્યા, અનેક દેશ આગળ વધ્યા અને વિકસીત થયા તેમની સામે સ્થિતિ અલગ હતી. એક પ્રકારે તેમનો મુકાબલો પોતાની સાથે જ હતો તેમની સામે પ્રતિસ્પર્ધા નહોતી. જો કે આજે જે પરિસ્થિતિઓમાં ભારત જે પિસ્થિતિમાં આગળ વધી રહ્યું છે તે પડકારો ખુબ જ અલગ છે અને વ્યાપક અને વિવિભતાસભર છે. આજે અનેક ગ્લોબલ પડકારો છે. 100 વર્ષની સૌથી મોટી મહામારી સૌથી મોટું સંકટ છે. 2 દેશ મહિનાઓથી યુદ્ધમાં છે. સમગ્ર વિશ્વની સપ્લાઇ ચેન અસ્ત વ્યસ્ત છે. તે સ્થિતિમાં આ બેકગ્રાઉન્ડ વિચારો તેમ છતા પણ ધ ઇન્ડિયા મુમેન્ટની વાત થવી સામાન્ય નથી. આ એક નવો ઇતિહાસ બની રહ્યો છે. જેના આપણે બધા જ સાક્ષી છીએ. આજે સમગ્ર વિશ્વ ભારત મુદ્દે એક વિશ્વાસથી ભરેલી છે. આજે ભારત વિશ્વનો સૌથી ઝડપી વિકસી રહેલો દેશ અને અર્થવ્યવસ્થા છે. આજે ભારત સમગ્ર વિશ્વમાં નંબર 1 ડેટા કન્ઝ્યુમર છે. ગ્લોબલ ફિનટેકમાં નંબર વન છે. ભારત વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઇલ મેન્યુફેક્ચરર છે. ત્રીજો સૌથી મોટો સ્ટાર્ટ અપ ઇકો સિસ્ટમ છે. આવી અનેક બાબતો પર ચર્ચા થતી રહે છે.

જો કે જુની વાતો ભુલી જઇએ અને કોઇને જરૂર પડે તો ખોદીને કાઢશે. જો કે હું હાલની વાત કરવા માંગુ છું. 2023ની જ વાત કરવી છે. 2023 ના 75 દિવસ થયા છે અને હું આજે આ 75 દિવસની જ વાત કરીશ. આ 75 દિવસમાં દેશના ગ્રીન બજેટ આવ્યું, શિવમોગા એરપોર્ટ બન્યું, મુંબઇ મેટ્રોનો એક નવો ફેઝ શરૂ થયો, બેંગ્લોર મેસુર એક્સપ્રેસ વે નું કામ શરૂ થયું. દિલ્હી મુંબઇ એક્સપ્રેસ વે એક સેક્શન શરૂ થયું. વંદે ભારત દોડતી થઇ. આઇઆઇટી ધારવાડનું લોકાર્પણ થયું. અંડમાન નિકોબારના 21 દ્વિપોને પરમવિર ચક્ર વિજેતા લોકોના નામે નવાજ્યા.ભારતે પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલનું બ્લેન્ડિંગ કરી ઇ ફ્યુલ શરૂ કર્યું. એશિયાની સૌથી આધુનિક હેલિકોપ્ટરનું લોકાર્પણ થયું. એર ઇન્ડિયાએ વિશ્વની સૌથી મોટી એવિએશન ડીલ કરી છે. આ 75 દિવસમાં જ ભારતે ઇ સંજીવની દ્વારા 10 કરોડ ટેલિ કન્સલ્ટેશનનો રેકોર્ડ સ્થાપિત કર્યો. 8 કરોડ નવા નળ પહોંચ્યા. યુપી ઉતરાખંડનું 100 ટકા ઇલેક્ટ્રિફિકેશન થયું. કુનો નેશનલ પાર્કમાં 12 ચિત્તાઓની નવી બેચ આવી. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે અંડર 19 વર્લ્ડ કપ જીત્યો. બે ઓસ્કાર જીત્યા છે. આ 75 દિવસમાં હજારો ડિપ્લોમેટ વિવિધ કાર્યક્રમોમાં G20 અંતર્ગત ભારત આવ્યા. જી 20 ની 28 મહત્વની બેઠકો થઇ છે. એનર્જી સમિટ પણ થઇ. આજે જ ગ્લોબલ મિલેટ્સ કોન્ફરન્સ થઇ. બેંગ્લુરુમાં થયેલા એરોશોમાં 100થી વધારે કંપની આવી. તુર્કીની મદદ માટે ભારતે ઓપરેશન દોસ્ત ચલાવ્યું. થોડા કલાકો પહેલા ભારત બાંગ્લાદેશ ગેસ પાઇપલાઇનનું લોકાર્પણ થયું. 75 દિવસની યાદી જ એટલી મોટી છે કે સમય ઓછો પડી જશે. અને હું 75 દિવસની કેટલીક વાતો એટલા માટે કહી રહ્યો છું કારણ કે આ જ ઇન્ડિયા મોમેન્ટનું રિફ્લેક્શન છે. આજે દેશ એક વધારે રોડ,રેલવે, પોર્ટ અને એરપોર્ટ જેવા ફિઝિકલ પ્રોજેક્ટ કામ કરી રહ્યો છે. બીજી તરફ ભારતીય સંસ્કૃતી અને સબ પાવર માટે સમગ્ર વિશ્વમાં આકર્ષણ છે. આજે યોગ અને આયુર્વેદ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચી રહ્યા છે. ભારતીય સંગીત, ખાનપાન અને રહેણી કરણી લોકોનું આકર્ષણ ખેંચી રહ્યા છે. વાત ઇન્ટરનેશનલ સોલાર પ્રોજેક્ટની હોય કે વિશ્વ અનુભવી રહ્યું છે કે, ભારતના આઇડિયા અને સામર્થ્ય ગ્લોબલ ગુડ્સ પર છે. આજે સમગ્ર વિશ્વ કહી રહ્યું છે કે, ધીસ ઇઝ ઇન્ડિયા મોમેન્ટ. તમે બધાએ હાલ ફિહહાલ એક બીજી વાત પણ નોટ કરી હશે કે આ તમામ કામની ગુણાત્મક ઇફેક્ટ થાય છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

આજકાલ મોટા ભાગના દેશ જ્યારે મારે મળવાનું થાય છે કે, કોઇ વિદેશથી અહીં આવે છે તમે માર્ક કર્યું હશે કે દરેક દેશમાં સ્પર્ધા છે કે, ભારતમાંથી ચોરી કરેલી જે પ્રાચીમ મુર્તિઓ છે તે પરત કરી રહ્યા છે. તેઓ આપોઆપ પરત કરી રહ્યા છે. તેઓને પણ વિશ્વવાસ છે કે તેનું સન્માન ત્યાં જ શક્ય છે. આ જ ઇન્ડિયા મોમેન્ટ છે. આજની ઇન્ડિયા મોમેન્ટની સૌથી વિશેષ બાબત છે કે, પ્રોમિસની સાથે સાથે પર્ફોમન્સ પણ જોડાઇ ચુક્યું છે. અહીં અનેક વરિષ્ઠ લોકો બેઠા છે. તમે લોકોએ તો 2014 પહેલાની હેડલાઇન્સ વાંચી, લખી અને બનાવી પણ છે. ત્યારે મારી જેવો કોઇ દુકાનદાર નહોતો. આ સેક્ટરમાં આટલા લાખ કરોડ રૂપિયાનો ગોટાળો. ભ્રષ્ટાચાર વિરુદ્ધ જનતા રસ્તા પર ઉતરી. આજે શું હેડલાઇન હોય છે. ભ્રષ્ટાચાર પર એક્શનના કારણે ભ્રષ્ટાચારી નેતાઓ હવે એક થઇ રહ્યા છે. રસ્તા પર ઉથરી પ્રદર્શન કરી રહ્યા છે.

ADVERTISEMENT

તમે લોકોએ ગોટાળાઓના સમાચાર દેખાડી દેખાડીને એટલી ટીઆરપી મેળવી છે હવે તમારી પાસે તક છે કે, ભ્રષ્ટાચારીઓ પર કાર્યવાહી દેખાડીને ટીઆરપી વધારો. કોઇના પ્રેસરમાં ન આવો અને બેલેન્સિંગના ચક્કરમાં આ તક ન ગુમાવશો. સાથીઓ પહેલા શહેરોમાં બોમ્બ બ્લાસ્ટના સમાચાર આવતા હતા નક્સલી ઘટનાના સમાચાર આવતા હતા. આજે શાંતિ અને સમૃદ્ધીના સમાચારો વધારે આવે છે. પહેલા પર્યાવરણના નામે મોટા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અટકતા હતા. આજે પર્યાવરણ સાથે નવા નવા પ્રકલ્પો પણ બની રહ્યા છે. પહેલા ટ્રેનની દુખદ દુર્ઘટના સામાન્ય બાબત હતી હવે આધુનિક ટ્રેનના સમાચાર બને છે. પહેલા એર ઇન્ડિયાની કંગાળીયતના સમાચાર આવતા હતા. આજે એર ઇન્ડિયા સૌથી મોટી એરક્રાફ્ટ ડિલના સમાચાર હેડલાઇન બને છે. પ્રોમિસ અને પર્ફોમન્સનું પરિવર્તન ઇન્ડિયા મોમેન્ટ લઇને આવ્યો છે. મિત્રો જ્યારે દેશ આત્મ વિશ્વાસથી ભરેલો હોય છે. સંકલ્પથી ભરેલો હોય વિદેશ પણ દુનિયાના વિદ્વાન પણ ભારત મામલે આશાવાન હોય તે બધાની વચ્ચે નિરાશાની વાતો, હતાશાની વાતો, ભારતને નીચુ દેખાડવાની વાતો, ભારતનું મનોબળ તોડવાની વાતો પણ થતી રહે છે. આપણે જાણીએ છીએ કે, ક્યાંય શુભ કામ થાય તો એક કાળુ ટપકુ લગાવીએ છીએ તો આજે આટલું બધુ શુભ થઇ રહ્યું છે કે, કેટલાક લોકોએ કાળું ટીકો લગાવવાની જવાબદારી લીધી છે. જો કે તેમનો પણ આભાર કારણ કે આ ટિકાના કારણે દેશને નજર નહી લાગે.

ADVERTISEMENT

મિત્રો ગુલામીના લાંબા કાલખંડના કારણે આપણે ગરીબીનો એક લાંબો સમય જોયો.આ સમય જેટલો લાંબો રહ્યો હોય એક વાત હંમેશા શાસ્વત રહી છે કે, ભારતનો ગરીબ ઝડપી ગરીબીમાંથી બહાર નિકળવા માંગતો હતો. આજે પણ તે આખો દિવસ ખુબ જ પરિશ્રમ કરે છે. તે ઇચ્છે છે કે, તેનું જીવન બદલાય અને તેની આવનારી પેઢીઓનું જીવન બદલાય. તે માત્ર 2 ટાઇમની રોટી સુધી સીમિત રહેવા નથી માંગતો. ગયેલા દશકોમાં જે પણ સરકારો રહી છે તેણે પોત પોતાના સામર્થ અને સુઝબુઝથી પ્રયાસો પણ કર્યા છે. આજ પ્રયાસોના હિસાબોથી સરકારોને પરિણામ પણ મળ્યા છે. અમે નવા પરિણામો ઇચ્છતા હતા. જેથી અમે પોતાની સ્પીડ પણ વધારી અને સ્કેલ પણ વધાર્યો. શૌચાલય તો પહેલા પણ બનતા હતા જોક ે અમે રેકોર્ડ ઝડપથી 11 કરોડ ટોઇલેટ બનાવ્યા. બેંકો પહેલા પણ દેશમાં હતી અને ગરીબોના નામે બેંકોનું રાષ્ટ્રીકરણ પણ કરવામાં આવ્યું. જો કે અમે ઝડપથી 48 કરોડ લોકોને બેંકિંગ સિસ્ટમ સાથે જોડ્યા. ગરીબો માટે ઘરની યોજના પહેલા હતી તેની સ્થિતિ તમે જાણતા હતા જો કે અમારી સરકારે તેને સંપુર્ણ બદલી. હવે ઘરના પૈસા સીધા તે ગરીબના એકાઉન્ડમાં આવે છે. ઘર બનાવવાની પ્રક્રિયાનું મોનિટરિંગ થાય છે. ઓનર ડ્રિવન સિસ્ટમ પર અમે ફોકસ કર્યું. જ્યારે મકાન બનાવનાર પોતે જ ધ્યાન રાખતો હોય ત્યારે ગોટાળા નથી થતા તે પોતાનું ઘર સારુ જ બનાવશે. અમે 3 કરોડથી વધારે ઘર બનાવીને ગરીબોને આપ્યા છે. વિશ્વના અનેક દેશો એવડા છે જેની વસ્તી 3 કરોડ છે. એઠલે કે અમે આખો દેશ નવો બનાવ્યો. આપણા દેશમાં મહિલાઓના નામે પ્રોપર્ટી નથી હોતી. કોઇ પણ વસ્તુ પુરૂષના નામે ખરીદવામાં આવે છે. અમારી સરકારે જે ઘર ગરીબોને આપ્યા તે પૈકી મોટા ભાગના મકાન જોઇન્ટ નામ થી છે અને મહિલાઓ તેમાં માલિક છે. તમે વિચારો કે ગરીબ મહિલા પોતાની જાતને એમ્પાવર ફિલ કરશે તો ઇન્ડિયા મોમેન્ટ આવશે કે નહી આવે. દેશમાં એવા ઘણા પરિવર્તન આવ્યા જે ઇન્ડિયા મુમેન્ટ લાવ્યા છે. જે પૈકી કેટલાક ફેરફારોની ચર્ચા મીડિયા પણ નથી કરતું. સમગ્ર વિશ્વનો એક સૌથી મોટો પડકાર પ્રોપર્ટી રાઇટ્સનો છે. વર્લ્ડ બેંક કહે છે કે, વિશ્વના 30 ટકા વસ્તી પાસે જ પોતાની પ્રોપર્ટીનું રજિસ્ટર્ડ ટાઇટલ છે. 70 ટકા વસ્તી પાસે તેમની પ્રોપર્ટીના કાનુની દસ્તાવેજ નથી. પ્રોપર્ટીનો અધિકાર ન હોવું વૈશ્વવિક વિકાસ માટે સૌથી મોટો પડકાર છે. જો ક આજનું ભારત તેમાં પણ લીડર છે.

ગત્ત અઢી વર્ષથી પીએમ સ્વામિત્વ યોજના ચાલી રહી છે. ટેક્નોલોજીનો ભરપુર ઉપયોગ થઇ રહ્યો છે. ગામડાઓમાં ડ્રોન ટેક્નોલોજીથી જમીનનું મેપિંગ થઇ રહ્યું છે. દેશના 2.34 લાખ ગામમાં ડ્રોન સર્વે પુર્ણ થઇ ચુક્યો છે. 1.22 કરોડ પ્રોપર્ટી કાર્ડ અપાઇ ચુક્યો છે. આ સમગ્ર પ્રક્રિયાનો એક વધારે લાભ છે કે, ગામના લોકોનો ડર ઓછો થયો છે કે, તેઓ ઘરની બહાર જશે તો તેમના જમીન મકાન પર કબ્જો થઇ જશે. આવા અનેક સાયલન્ટ રિવોલ્યુશન દેશમાં થઇ રહ્યું છે. જે ઇન્ડિયા મુવમેન્ટ છે.

એક વધારે ઉદાહરણ ખેડૂતોનું પણ છે. પહેલા ચૂંટણી જોઇને યોજનાઓની જાહેરાત થતી હતી. જો કે ખેડૂોત પાસે બેંક એકાઉન્ટ નહોતા. જેથી તેમને માત્ર કાગળ પર જ રાહત મળતી હતી. તેમના હાથમાં કંઇ આવતું નહોતું. અમે આ સ્થિતિ બદલી. અમે પીએમ કિસાન સમ્માન નિધી યોજના હેઠળ અત્યાર સુધી અઢીલાખ કરોડ રૂપિયા સીધા ખેડૂતોના બેંક ખાતામાં મોકલી દેવાયા છે. જેનો લાભ 11 કરોડ નાના ખેડૂતોને થયો છે જેને પહેલા કોઇ પુછતું પણ નહોતુ. કોઇ પણ દેશની પ્રગતીમાં નીતિ નિર્ધારણમાં ઠેહરાવ ખુબ જ મોટો પડકાર હોય છે. આપણા દેશમાં પણ જુની વિચારસરણી અને એપ્રોચ અને કેટલાક પરિવારોની લિમિટેશનના કારણે એક ઠહરાવ રહ્યો હતો. દેશને આગળ વધવું હોય તો દેશમાં ગતિશિલતા હોવી જોઇએ. સાહસિક નિર્ણય શક્તિ હોવી જોઇએ. દેશને આગળ વધવું હોય તો આધુનિકતા સ્વિકારવાની તૈયારી હોવી જોઇએ. દેશને આગળ વધવું હોય તો તેણે પોતાના દેશના નાગરિકોની પ્રતિભા અને ક્ષમતા પર ભરોસો હોવો જોઇએ. આ બધાથી ઉપર દેશના સંકલ્પો અને સપના પર દેશની જનતાનો આશિર્વાદ હોવો જોઇએ. લક્ષ્યોની પ્રાપ્તિમાં જનતાની સહભાગીતા હોવી જોઇએ. માત્ર સરકાર કે સત્તાના માધ્યમથી સમસ્યાઓનું સમાધાન શોધવાનો રસ્તો ખુબ જ લિમિટેડ રસ્તો આપે છે. જ્યારે 130 કરોડ દેશવાસીઓનું સામર્થ જોડાય અને તમામનો પ્રયાસ લાગે ત્યારે દેશની સામે કોઇ પણ સમસ્યા ટકી શકતી નથી. જેના માટે દેશના લોકોનો સરકાર પર ભરોસો ખુબ જ જરૂરી છે. મને સંતોષ છે કે આજે દેશવાસીઓમાં તે વિશ્વાસ છે કે, સરકારને તેમની પરવાહ છે. જેનું વધારે એક કારણ કહું કે તે ગવર્નન્સમાં હ્યુમન ટચ.હું સંવેદનશીલતાનો હિમાયતી છું. ગવર્નન્સને હ્યુમન ટચ આપ્યો. વાયબ્રન્ટ વિલેજ યોજના દશકો સુધી બોર્ડરના આપણા ગામોને અંતિમ ગામ માનવામાં આવ્યું. અમે તે દેશનું પહેલું ગામ હોવાનો વિશ્વાસ અપાવ્યો. અમે ત્યાં વિકાસને પ્રાથમિકતા આપી. આજે સરકારના અધિકારી, મંત્રી અને લોકોને મળી રહ્યા છીએ. લોકો ત્યાં લાંબો સમય પસાર કરે છે. નોર્થ ઇસ્ટના લોકોને પણ પહેલા દિલની અને દિલ્હીની દુરી ખુબ જ નાપસંદ હતી. અમે અહીં પણ ગવર્નન્સને હ્યુમન ટચ આપ્યો. હવે કેન્દ્રના મંત્રીઓ નિયમિત રીતે નોર્થ ઇસ્ટની વિઝીટ કરે છે. તે પણ સ્ટેટ કેપિટલ નહી ડિટેઇલ ઇન્ટિરિયરમાં જાય છે. હું પણ નોર્થ ઇસ્ટમાં જવાની અડધી સદી ફટકારી ચુક્યો છું. સાથીઓ આ સંવેદનશીલતાએ ન માત્ર નોર્થ ઇસ્ટનું અંતર ઘટાડ્યું પરંતુ ત્યાં શાંતિની સ્થાપનામાં પણ ખુબ જ મદદ કરી છે. તમને યુક્રેઇનનો મુલાકાત સરકારની કાર્ય સંસ્કૃતિને યાદ કરવી જોઇએ. દેશના હજારો પરિવારો ચિંતામા હતી. અમે 14 હજાર પરિવારો સાથે કનેક્ટ કર્યું. સરકારનો વ્યક્તિ દરેક ઘરે પહોંચ્યો અને અમે તેમને મુશ્કેલ સમયમાં વિશ્વાસ અપાવ્યો કે સરકાર તેમની સાથે છે. ઘણીવાર આવી બાબતોને એવા ઉછાળવામાં આવે છે કે રોડા અટકવા લાગે છે. તેમની સાથે રેગ્યુલર રકોમ્યુનેટ કરો. બાળક ત્યાં છે પરંતુ તે સુરક્ષીત આવશે તેવો વિશ્વાસ અફાવ્યો. માનવીય આ પહેલના કારણે ઇન્ડિયા મુમેન્ટને એનર્જી મળી શકે છે. ગવર્નન્સમાં હ્યુમન ટચ ન હોત તો કોરોના સામેની લડાઇ પણ આપણે જીતી ન શક્યા હોત. ભારત જે કંઇ પણ પ્રાપ્ત કરી રહ્યું છે તેની પાછળ લોકશાહીની શક્તિ છે. ઇન્સ્ટીટ્યુશનની શક્તિ છે.વિશ્વ જોઇ રહ્યું છે કે, લોકશાહી રીતે પસંદ કરાયેલી સરકાર નિર્ણાયક છે. ભારતે દેખાડ્યું કે, ડેમોક્રેસી કેન ડિલિવર.

    follow whatsapp

    ADVERTISEMENT