ટ્રાફિકના ચલણ કાપી અને નકલી ડોક્યૂમેન્ટથી 2 પોલીસવાળાઓએ કરી સવા 3 કરોડ રૂપિયાની ઉચાપત
સચિન ગૌડ.પલવલઃ હરિયાણાના પલવલમાં પોલીસકર્મીઓએ સરકારને ત્રણ કરોડ રૂપિયાથી વધુનો ચૂનો ચોપડ્યો છે. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે એસપીએ મે મહિનામાં કરાયેલા વાહનોના ચલણોની…
ADVERTISEMENT

સચિન ગૌડ.પલવલઃ હરિયાણાના પલવલમાં પોલીસકર્મીઓએ સરકારને ત્રણ કરોડ રૂપિયાથી વધુનો ચૂનો ચોપડ્યો છે. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે એસપીએ મે મહિનામાં કરાયેલા વાહનોના ચલણોની વિગતો માંગી. જ્યારે વિગતો મેચ કરવામાં આવી ત્યારે ચલણમાંથી મળેલી રકમ અને બેંકમાં જમા કરવામાં આવેલી રકમ વચ્ચે ઘણો તફાવત જોવા મળ્યો હતો. આ પછી એસપી લોકેન્દ્ર સિંહે તપાસના આદેશ આપ્યા છે. જ્યારે આ મામલે તપાસ કરવામાં આવી ત્યારે આશરે રૂ. 3.25 કરોડની ઉચાપતનો મામલો સામે આવ્યો હતો. આ કેસમાં એક કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે.
ડીએસપી ટ્રાફિક સંદીપ મોરે જણાવ્યું કે, પલવલ એસપી લોકેન્દ્ર સિંહના ધ્યાનમાં આવ્યું છે કે ઈ-ચલણ દ્વારા મળેલી રકમ અને બેંકમાં જમા કરવામાં આવેલી રકમ વચ્ચે તફાવત છે, જેના પર તેમણે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. આ અંગે જ્યારે વ્યાપક તપાસ શરૂ કરવામાં આવી ત્યારે જે આંકડા બહાર આવ્યા તે ચોંકાવનારા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે ઈ-ચલણ શાખામાં તૈનાત પોલીસકર્મીઓ સરકારી આવકની ઉચાપત કરી રહ્યા હતા. પોલીસકર્મીઓ છેલ્લા ઘણા સમયથી સરકારી ખાતામાં આ નાણા જમા ન કરાવીને અંગત ખર્ચ માટે સરકારી નાણાં લઈ રહ્યા હોવાનું બહાર આવ્યું છે.
બગાસુ ખાતા પતાસું મળ્યું, અમદાવાદની હોટલમાં વિધર્મી યુવક-યુવતીને પકડવા ગયેલા VHPને ડ્રગ્સ મળ્યું
નકલી ચલણ સ્લિપ તૈયાર કર્યાની પણ શક્યતા
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ચલણ વિન્ડો પર તૈનાત પોલીસકર્મીઓએ ઈ-ચલણની કુલ રકમ 3 કરોડ 22 લાખ 97 હજાર 150 રૂપિયાની ઉચાપત કરી છે. આ ઉપરાંત, જૂન 2020 માં, વિવિધ પોસ્ટ સ્ટેશનોમાં ઇ-ચલણ મશીન દ્વારા કાપવામાં આવેલા ચલનની કુલ રકમ 138500 રૂપિયા બેંક ખાતામાં જમા કરવામાં આવી ન હતી.
ADVERTISEMENT
એ જ રીતે, ઓક્ટોબરમાં, રૂ. 139,000 કોઈ ખાતામાં જમા થયા ન હતા અને સ્લિપનું સમાધાન થઈ શક્યું ન હતું. જેના કારણે નકલી ચલણ સ્લિપ બનાવવાની પણ શક્યતા છે. આ મામલે પણ તપાસ ચાલી રહી છે. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ જનક બ્રાન્ચમાં તૈનાત હતા.
VIDEO: એકબાજુ વરસાદ અને બીજી બાજુ આગ, અરવલ્લીમાં વીજળી પડ્યા બાદ જુઓ કેવી ઘટના બની
3 કરોડથી વધુની ઉચાપત
ડીએસપીએ જણાવ્યું કે આ પછી, ઉક્ત શાખામાં EHC ઓમ્બિરની તૈનાતી દરમિયાન, 1 ઓગસ્ટ, 2021 થી 31 ઓગસ્ટ, 2021 સુધી, વિભાગને ચલણમાંથી 14 લાખ 76 હજાર 200 રૂપિયા મળ્યા, જેમાંથી કર્મચારીઓએ 14500 રૂપિયા ઓછા જમા કરાવ્યા. એ જ રીતે 1 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર સુધીમાં રૂ. 1418900 મળ્યા હતા, જેમાં રૂ. 1800 વધુ ( એટલે કે 1420700) બેન્કમાં જમા થયા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે હવાલદાર જનકની પોસ્ટિંગ દરમિયાન કુલ 3 કરોડ 22 લાખ 97 હજાર 150 રૂપિયા સરકારી ખાતામાં જમા થયા ન હતા. જ્યારે EHC ઓમ્બિરની પોસ્ટિંગ દરમિયાન 12700 રૂપિયા સરકારી ખાતામાં જમા થયા ન હતા.
ADVERTISEMENT
બે પોલીસકર્મીઓ સામે કેસ નોંધાયો, એકની ધરપકડ
ડીએસપી મોરેએ જણાવ્યું હતું કે નિયમો જાણ્યા હોવા છતાં, બંને પોલીસકર્મીઓએ તેમના પદનો દુરુપયોગ કર્યો અને સરકારી નાણાં (કુલ ₹32309850) સરકારી ખાતામાં જમા ન કરાવીને તેમના અંગત કામમાં ઉપયોગ કર્યો. આ રીતે સરકારને આર્થિક નુકસાન થયું છે. આ અંગે પોલીસકર્મી જનક અને ઓમ્બીર બંને વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે મુખ્ય આરોપી હેડ કોન્સ્ટેબલ જનકની ધરપકડ કરી લીધી છે. પકડાયેલ આરોપીને કોર્ટમાં રજુ કરી 5 દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા છે. રિમાન્ડ દરમિયાન ઉચાપત કરેલી રકમ રિકવર કરવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT