‘રાહુલ ગાંધી નહીં, PM મોદીએ માફી માગવી જોઈએ’, ઓક્સફર્ડ સ્પીચ પર શશિ થરૂર શું બોલ્યા?

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિલ્હી: આજથી દિલ્હીમાં બે દિવસીય ઈન્ડિયા ટુડે કોન્કલેવનો પ્રારંભ થયો છે. કોન્ક્લેવમાં આયોજિત સત્રમાં કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ રાજદ્વારી શશિ થરૂરે ‘આંબેડકર અને સમાવેશન’ પર વાત કરી હતી. શું રાહુલ ગાંધી માફી માંગશે? આ સવાલના જવાબમાં થરૂરે કહ્યું, ‘રાહુલ ગાંધીએ એવું કંઈ કહ્યું નથી જેના માટે તેમણે માફી માંગવી જોઈએ. જે તેમણે કહ્યું નથી તેના માટે તેની પાસેથી માફી માંગવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, આ અમારી સમસ્યા છે અને અમે તેને હલ કરીશું. લોકશાહીમાં દરેકને પોતાની વાત કહેવાનો અધિકાર છે. જો કોઈએ માફી માંગવી જોઈએ તો તે વડાપ્રધાન મોદી છે, જેમણે વિદેશમાં ઘણી વખત કહ્યું છે કે, 60 વર્ષમાં દેશમાં કંઈ થયું નથી. તેમણે વિદેશી ધરતી પર ભારતની જૂની સરકારોની ટીકા કરી હતી.’

થરૂરે સંસદના બજેટ સત્રના બીજા તબક્કામાં સતત વિપક્ષ પર આક્ષેપો અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે આવું ન થવું જોઈતું હતું. વિવિધતામાં એકતાના બંધારણ અને તેમાં આપવામાં આવેલા અધિકારોનો ઉલ્લેખ કરતા થરૂરે કહ્યું કે, ભારત એક એવો દેશ છે જ્યાં વિવિધ ધર્મ, જાતિ અને સંપ્રદાયના લોકો રહે છે અને બધાને બંધારણમાંથી સમાન અધિકારો મળ્યા છે. તેમણે કહ્યું, ‘બંધારણમાં 23 ભાષાઓ છે અને દેશમાં બીજી ઘણી ભાષાઓ બોલાય છે. આવી વિવિધતામાં એકતા બીજે ક્યાં જોવા મળે.

તેમણે કહ્યું, આ વિવિધતા જ આપણને અલગ બનાવે છે. જે દેશમાંથી એક સભ્યતાનો જન્મ થયો છે તે દેશમાં રાષ્ટ્રવાદ એ છે જેમાં બંધારણ દ્વારા અધિકારો આપવામાં આવ્યા છે. લોકશાહી એ છે જ્યાં સમાવેશન થાય છે. થરૂરે ઈસ્ટ ઈન્ડિયા કંપનીથી લઈને 1991 સુધીના આર્થિક સુધારાઓનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આઝાદી પછી અહીં જે પણ પરિવર્તનો આવ્યા છે તે અહીંની લોકશાહીને કારણે થયા છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT