PI એ મહિલા PSI ને મેસેજ કર્યો તમે આવો તો HOT કોફી સાથે માણીએ, મહિલા PSI એ કહ્યું…

Krutarth

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી : નોઈડાના ફેઝ-2 પોલીસ સ્ટેશનમાં તૈનાત એક મહિલા સબ ઈન્સ્પેક્ટરે પોતાની ફરિયાદમાં લખ્યું છે કે, ‘પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર વિનોદ કુમાર મને માનસિક રીતે પરેશાન કરી રહ્યા છે. હોલિકા દહન એટલે કે 7મી માર્ચે મારી ડ્યૂટી ગ્રાન્ડ ઓમેક્સ સોસાયટીમાં હતી, પરંતુ ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટરે ડ્યૂટી હટાવીને મને પોતાની પાસે રાખી હતી. બીજા દિવસે રંગ લગાવવાના બહાને ખરાબ રીતે વારંવાર સ્પર્શ કર્યો.

ઉત્તર પ્રદેશમાં મહિલા સુરક્ષાની હાલત પહેલાથી જ ખરાબ છે
ઉત્તર પ્રદેશમાં મહિલા સુરક્ષાની શું હાલત છે, તે તમે મહિલા સબ ઈન્સ્પેક્ટરના દર્દનાક પત્ર પરથી સમજી શકો છો. જે તેણે નોઈડાના મહિલા સુરક્ષા ડીસીપીને લખ્યો છે. મહિલા સબ ઈન્સ્પેક્ટરે તેના પત્રમાં ઈન્સ્પેક્ટર પર ઈરાદાપૂર્વક ખરાબને સ્પર્શ કરવાનો તેમજ વોટ્સએપ પર મેસેજ મોકલીને છેડતી કરવાનો આરોપ લગાવ્યો છે.કુમાર મને માનસિક રીતે પરેશાન કરી રહ્યો છે. હોલિકા દહન એટલે કે 7મી માર્ચે મારી ડ્યુટી ગ્રાન્ડ ઓમેક્સ સોસાયટીમાં લાગી હતી, પરંતુ ઈન્ચાર્જ ઈન્સપેક્ટરે ડ્યુટી હટાવીને મને પોતાની પાસે રાખી હતી.

બીજા દિવસે કલર લગાવવાના બહાને ખરાબ સ્પર્શ કર્યો
બીજા દિવસે કલર લગાવવાના બહાને તેનો ખરાબ સ્પર્શ કર્યો હતો.’ મહિલા સબ ઈન્સ્પેક્ટર તેણે ફરિયાદમાં આગળ લખ્યું, ‘જ્યારે ઈન્સ્પેક્ટરે ખરાબ સ્પર્શ કર્યો ત્યારે મેં તેને કહ્યું કે સર, તમારે તમારી મર્યાદામાં રહેવું જોઈએ, જો તમે SHO છો, તો તમારી પોસ્ટની ગરિમા જાળવો, હું તમારી પુત્રી સમાન છું. આટલું કરવા છતાં ઈન્સ્પેક્ટર સમજી શક્યા નહીં અને તેણે વોટ્સએપ પર મેસેજ કરવાનું શરૂ કર્યું.’મહિલા સબ ઈન્સ્પેક્ટરે DCP મહિલા સુરક્ષાને લેખિત ફરિયાદ કરી. હોળીના દિવસે રંગ લગાવવાના બહાને છેડતીનો પણ આરોપ છે. આ સાથે સ્ટેશન ઈન્ચાર્જની વોટ્સએપ ચેટ પણ વાયરલ થઈ છે. નોઈડાના પોલીસ કમિશનર લક્ષ્મી સિંહે આ મામલાને ગંભીરતાથી લીધો અને તપાસ માટે વિશાખા માર્ગદર્શિકા હેઠળ ત્રણ સભ્યોની સમિતિની રચના કરી.

આ પણ વાંચો

ADVERTISEMENT

પોલીસ સ્ટેશનમાં જ સુરક્ષીત નથી મહિલા અધિકારી
અત્રે ઉલ્લેખનીય છે કે, નોએડામાં મહિલા સુરક્ષાના મુદ્દો હંમેશાથી ચર્ચામાં રહ્યો છે. નોએડામાં યુવતીઓની છેડતીની અનેક ફરિયાદો વારંવાર આવતા રહે છે. દિલ્હી, નોએડા અને ગુડગાંવમાં યુવતીઓની સલામતીની મજાક અનેક વખત બની ચુકી છે. મહિલા પંચના અધ્યક્ષ સ્વાતિ માલિવાલ પણ તેનો ભોગ બની ચુક્યા છે. ત્યારે જેના પર સુરક્ષાની જવાબદારી છે તે પોલીસ જ આ પ્રકારનું વર્તન કરે તે કેટલી હદે યોગ્ય તેવા સવાલો થઇ રહ્યા છે. મહિલા પોલીસ સ્ટેશનમાં જ સલામત નથી તો બીજે સલામતીની શું વાત થાય તે સવાલ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT