Meta ટ્વિટરનું સામ્રાજ્ય સમાપ્ત કરવાની તૈયારીમાં, લાવી રહ્યું છે એક નવી એપ
નવી દિલ્હી: ફેસબુકની પેરેન્ટ કંપની Meta એક નવી એપ પર કામ કરી રહી છે. આ એપ દ્વારા કંપની ટ્વિટરને રિપ્લેસ કરવાની તૈયારી કરી રહી છે.…
ADVERTISEMENT

નવી દિલ્હી: ફેસબુકની પેરેન્ટ કંપની Meta એક નવી એપ પર કામ કરી રહી છે. આ એપ દ્વારા કંપની ટ્વિટરને રિપ્લેસ કરવાની તૈયારી કરી રહી છે. એલન મસ્કની એન્ટ્રી, નવી પોલિસી, પેઇડ સર્વિસ જેવા અનેક પગલાઓ બાદ લોકો ટ્વિટરનો સારો વિકલ્પ શોધી રહ્યા છે. મેટા આ તક ગુમાવવા માંગતી નથી અને તેની નવી એપ પર કામ કરી રહી છે.
ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મની પેરેન્ટ કંપની મેટા એક નવી પ્રોડક્ટ પર કામ કરી રહી છે. આ નવી પ્રોડક્ટ વિશે ખુબજ ઓછી જાણકારી છે. પરંતુ તે Twitter જેવું કંઈક હોઈ શકે છે. એલોન મસ્કની એન્ટ્રીથી લોકોને ટ્વિટર પર શંકા છે અને ટેક કંપનીઓ તેનો ફાયદો ઉઠાવવા માંગે છે.
હવે ફેસબુકની પેરન્ટ કંપની મેટાએ આ ગેમમાં એન્ટ્રી કરી છે. મેટા એક નવી સોશિયલ મીડિયા એપ્લિકેશન બનાવી રહી છે જેના પર લોકો ટેક્સ્ટ-આધારિત અપડેટ્સ પોસ્ટ કરી શકશે. આ એપ હજુ પ્રારંભિક તબક્કામાં છે.
ADVERTISEMENT
મેટાની તૈયારી શું છે?
કંપનીએ વિશિષ્ટ માહિતીમાં પ્લેટફોર્મરને કહ્યું, ‘અમે ટેક્સ્ટ અપડેટ્સ શેર કરવા માટે એક સ્વતંત્ર સોશિયલ નેટવર્ક બનાવી રહ્યા છીએ.’ કંપનીએ કહ્યું, ‘અમને લાગે છે કે અત્યારે એક જગ્યા છે, જ્યાં સર્જકો અને જાહેર વ્યક્તિઓ સમય સમય પર તેમની અપડેટ શેર કરી શકે છે. મેટાની નવી એપ વિશે છેલ્લા કેટલાક સમયથી સતત ચર્ચાઓ સાંભળવા મળી રહી છે.તે P92 કોડનેમ સાથે પણ જોવામાં આવી છે, જેમાં યુઝર્સ Instagram ની મદદથી લોગિન કરી શકશે. જોકે આ પ્રોજેક્ટ વિશે હાલમાં થોડી માહિતી ઉપલબ્ધ છે.
Adam Mosseri ના નેતૃત્વમાં તૈયાર થશે એપ
આ એપ હજુ તેના પ્રારંભિક તબક્કામાં છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, આ અંગે કોઈ ટ્રિમફ્રેમ તૈયાર કરવામાં આવી નથી, પરંતુ કાનૂની અને નિયમનકારી ટીમોએ કામ શરૂ કરી દીધું છે. ઇન્સ્ટાગ્રામના વડા એડમ મોસેરી આ પ્રોજેક્ટનું નેતૃત્વ કરી રહ્યા છે.
ADVERTISEMENT
જાણો શું છે વિકેન્દ્રિત
આ પ્રોજેક્ટ વિશે સૌથી રસપ્રદ બાબત એ છે કે મેટા તેના નેટવર્કને વિકેન્દ્રિત રાખશે. મેટાના આ પગલાથી તેને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ સાથે સ્પર્ધા કરવામાં મદદ મળશે. ભૂતકાળમાં, વિકેન્દ્રિત એપ્લિકેશન્સની માંગ હતી. એપના વિકેન્દ્રિત નેટવર્કનો અર્થ એ છે કે તેનો ડેટા કોઈપણ એક સ્થાન અથવા સર્વર પર સંગ્રહિત અને નિયંત્રિત થશે નહીં. તેના બદલે તેનું કોઈ કેન્દ્ર જ નહીં હોય. તમે તેને ક્રિપ્ટોકરન્સીની જેમ સમજી શકો છો. જેમ કે RBI આપણાં નાણાંને નિયંત્રિત કરે છે, પરંતુ કોઈ સંસ્થા અથવા એજન્સી ક્રિપ્ટોકરન્સીને નિયંત્રિત કરતી નથી.
ADVERTISEMENT
ટ્વિટરના ભૂતપૂર્વ સીઈઓ અને સહ-સ્થાપક જેક ડોર્સીએ પણ વિકેન્દ્રિત નેટવર્કની વાત કરી હતી. તેણે થોડા દિવસો પહેલા તેની નવી એપ Bluesky લોન્ચ કરી છે, જે વિકેન્દ્રિત એપ છે. આ એપ હાલમાં iOS પર બીટા વર્ઝનમાં ઉપલબ્ધ છે અને તેનો ઉપયોગ કરવા માટે તમારે પ્રાયવેટ ઇન્વાઇટની જરૂર પડશે. તેની ડિઝાઇન ટ્વિટર જેવી જ છે.
આ છે મોટો પડકાર
વિકેન્દ્રિત એપ્લિકેશનો સાથે કેટલાક પડકારો પણ છે. અત્યાર સુધી કોઈ વિકેન્દ્રિત એપને નફાકારક વ્યવસાયમાં રૂપાંતરિત કરવામાં આવી નથી. આ પડકાર મેટા પાસે પણ રહેશે, જે છેલ્લા કેટલાક સમયથી આવક સાથે સંઘર્ષ કરી રહી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT