જોશીમઠની જેમ આ વિસ્તારોમાં પણ જમીન ધસવાનો ખતરો, ISROએ લિસ્ટ જારી કર્યું 147 જગ્યાનું લિસ્ટ - ગુજરાત તક
દેશ-દુનિયા લેટેસ્ટ સ્ટોરીઝ

જોશીમઠની જેમ આ વિસ્તારોમાં પણ જમીન ધસવાનો ખતરો, ISROએ લિસ્ટ જારી કર્યું 147 જગ્યાનું લિસ્ટ

નવી દિલ્હી: ઉત્તરાખંડના જોશીમઠમાં જમીન ધસવાના સમાચાર વચ્ચે વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઈસરોએ લેન્ડસ્લાઈડ એટલાસ બહાર પાડ્યું છે. આ ડેટાબેઝ હિમાલય અને પશ્ચિમ ઘાટમાં ભારતના 17 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભૂસ્ખલન-સંભવિત વિસ્તારોને આવરી લે છે. ISRO દ્વારા કરવામાં આવેલા ભૂસ્ખલન જોખમ અભ્યાસ મુજબ, ઉત્તરાખંડના 2 જિલ્લા દેશના 147 સંવેદનશીલ જિલ્લાઓમાં ટોચ પર છે. આ સર્વે અનુસાર, રુદ્રપ્રયાગ અને ટિહરી ગઢવાલ માત્ર ઉત્તરાખંડમાં જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં ભૂસ્ખલનના જોખમ સાથે ટોચના જિલ્લા છે. જણાવી દઈએ કે રુદ્રપ્રયાગ જિલ્લો કેદારનાથ અને બદ્રીનાથના ચારધામ તીર્થસ્થાનોનો પ્રવેશદ્વાર છે.

ઉત્તરાખંડના બે મહત્વના જિલ્લાઓમાં સૌથી જોખમ
પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનના જોખમનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. ભારતમાં સૌથી વધુ ભૂસ્ખલન ઘનતા ધરાવતો ઉત્તરાખંડ રાજ્યનો રુદ્રપ્રયાગ જિલ્લો સૌથી વધુ કુલ વસ્તી, કાર્યકારી વસ્તી, સાક્ષરતા અને ઘરોની સંખ્યા ધરાવે છે. તમને જણાવી દઈએ કે દેશમાં ભૂસ્ખલનથી સૌથી વધુ પ્રભાવિત ટોચના 10 જિલ્લાઓમાંથી 2 જિલ્લા સિક્કિમના પણ છે – દક્ષિણ અને ઉત્તર સિક્કિમ. ઉપરાંત, 2 જિલ્લા જમ્મુ-કાશ્મીરના અને 4 જિલ્લા કેરળના છે.

games808

147 ઉચ્ચ જોખમ ધરાવતા જિલ્લાઓની યાદી જાહેર કરવામાં આવી
સર્વે દરમિયાન, 147 અતિસંવેદનશીલ જિલ્લાઓનો અભ્યાસ કરવામાં આવ્યો. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન સાથે જોડાયેલી પ્રીમિયર ઈન્સ્ટિટ્યૂટે જાહેર કર્યું છે કે ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ અને ટિહરી ગઢવાલ જિલ્લામાં દેશમાં સૌથી વધુ ભૂસ્ખલન ઘનતા છે. તેમજ પશ્ચિમ હિમાલયનો પ્રદેશ ભૂસ્ખલન માટે સૌથી વધુ સંવેદનશીલ છે. 17 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોના 147 જિલ્લાઓમાં 1988 અને 2022 ની વચ્ચે નોંધાયેલા 80,933 ભૂસ્ખલનના આધારે, NRSC વૈજ્ઞાનિકોએ ભારતના લેન્ડસ્લાઈડ એટલાસની રચના માટે જોખમનું મૂલ્યાંકન કર્યું.

1988 અને 2022 ની વચ્ચે ભૂસ્ખલન

રાજ્યના ઘણા જિલ્લાઓમાં મકાન ખાલી કરાવાયા
નોંધનીય છે કે આ દિવસોમાં જોશીમઠ ઉત્તરાખંડ સરકાર માટે એક મોટા પડકાર છે. જોશીમઠ સહિત ઉત્તરાખંડના જુદા જુદા વિસ્તારોમાં જમીનમાં તિરાડ પડવાના ઘણા કિસ્સા સામે આવ્યા છે. તેની શરૂઆત જોશીમઠથી થઈ હતી, ત્યારબાદ કર્ણપ્રયાગમાં પણ આવી ઘટનાઓ જોવા મળી હતી. તાજેતરમાં, બહુગુણા નગરના ઉપરના ભાગો અને બદ્રીનાથ હાઇવે નજીક સ્થિત ITI વિસ્તારની સબઝી મંડીમાં પણ તિરાડોના અહેવાલ છે. આ પછી એક ટીમ તપાસ માટે પહોંચી હતી, જેને 25 ઘરોમાં મોટી તિરાડો જોવા મળી હતી. તેમાંથી 8 મકાનોને અત્યંત જોખમી જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં મકાનોમાં રહેતા લોકોને ખાલી કરાવવામાં આવ્યા હતા.

જોશીમઠ કટોકટી સામે ઝઝૂમી રહેલા લોકો
જોશીમઠમાં જમીન ધસી ગયા બાદ અને મકાનોની દિવાલોમાં તિરાડો પડી ગયા બાદ હવે જોશીમઠ-બદ્રીનાથ હાઈવે પર તિરાડો જોવા મળી રહી છે. હાઈવે પર પાંચ જગ્યાએ આ તિરાડો જોવા મળી છે. નવી તિરાડો જોયા બાદ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)એ તેની માહિતી જારી કરી છે. BROની ટીમે તિરાડોવાળી જગ્યાઓ પર નિયમિત જાળવણી કરી છે. જોશીમઠના એસડીએમ કુમકુમ જોશીએ જણાવ્યું કે ગયા વર્ષે પણ આ તિરાડો બહાર આવી હતી અને અમે રિપેરિંગનું કામ કર્યું હતું. ખાડાઓ 4 મીટર ઊંડા હતા, જે પૂરવામાં આવ્યા છે. તિરાડો તપાસવા માટે સર્વે કરવામાં આવી રહ્યો છે.

ચાર ધામ યાત્રા પહેલા સરકાર માટે મોટો પડકાર
સરકાર માટે મોટો પડકાર ઉત્તરાખંડની ચાર ધામ યાત્રા ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. આવા સમયે ભૂસ્ખલનનો આ આંકડો આવવાથી સરકારની ચિંતા વધી જશે. રુદ્રપ્રયાગ જિલ્લો કોઈપણ રીતે ચારધામ યાત્રા માટે જનારા લોકો માટે એક મહત્વપૂર્ણ કડી છે.

જાણો કપિલ શર્માએ કેટલો કર્યો છે અભ્યાસ, કોમેડિયન પહેલા અભિનેતા શું બનવા માંગતા હતા ‘હું હાઉસવાઈફ રહીશ…’, બીજા લગ્ન પછી દલજીતે છોડી એક્ટિંગ? આપ્યો જવાબ 1 કરોડ ફી વાળી સ્કૂલ, ખાસિયતો જાણીને દંગ રહી જશો નીતા અંબાણીનું ‘રઘુપતિ રાધવ’ પર ડાંસ પરફોર્મન્સ, ફેન્સ થયા ઈમ્પ્રેસ બ્લેક સાડીમાં રાધિકાએ અનંતનો હાથ પકડીને એન્ટ્રી લીધી, કપલ પર ફીદા થયા ફેન્સ ધોની સાથે હાથ મિલાવ્યા વગર નિકળી ગયો હાર્દિક પંડ્યા, Video વાયરલ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરનું ભવ્ય ઓપનીંગઃ જુઓ ખાસ તસવીરો દારૂના નશામાં આ 5 ખેલાડીઓએ કરી ચૂક્યા છે હંગામો, કેટલાકે પેશાબ કર્યો તો કેટલાકે કર્યો ઝઘડો ભોજપુરી ઈન્ડસ્ટ્રીની હોટ ક્વીન નેહા મલિકે ક્લીવેજને ફ્લોન્ટ કરતી તસવીરો કરી શેર બોલિવૂડ એક્ટ્રેસને પણ ટક્કર મારે એટલી સુંદર છે રિષભ પંતની ગર્લફ્રેન્ડ, જુઓ તસવીરો પતિ સાથે રોમાન્ટિક થઈ દલજીત કૌર, ડીપ નેક આઉટફિટમાં આપ્યા સેન્સુઅલ પોઝ 4 વર્ષની બ્રેક બાદ કમબેક કરી રહી છે આ એક્ટ્રેસ, શેર કર્યો એક્સપીરિયંસ PM મોદીએ નવા સંસદ ભવનનું કર્યું સરપ્રાઈઝ નિરીક્ષણ કરીના કપૂરની કમેન્ટ સાંભળીને ઉર્ફી ચોંકી ગઈ, કહ્યું- મારી લાઈફ પૂરી થઈ ગઈ… Apple ની મોટી જાહેરાત, આ તારીખે થઈ શકે છે IOS 17 લોન્ચ એક્ટ્રેસે પાર કરી હોટનેસની તમામ હદો, શર્ટના બટન ખોલીને આપ્યો પોઝ મહેલને પણ ટક્કર આપે તેવો છે મુકેશ અંબાણીનો દુબઈવાળો બંગલો, કિંમત જાણીને ચોંકી જશો કરિયરમાં ગેમ-ચેંજર સાબિત થઈ ટીવી ઈન્ડસ્ટ્રી, સિનેમામાં ઓછા, નાના પડદા પર વધુ એક્ટિવ છે શિલ્પા 30 સેકંડમાં ખબર પડી જશે દૂધમાં મિલાવટ, IITની કમાલ Facebook-Instagram પર એકાઉન્ટ વેરિફાઈ કરવા માટે લાગશે ચાર્જ, જાણો કેટલા રૂપિયા ચૂકવવા પડશે