તેજસ્વી યાદવ CBIથી રાહત માટે દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યા

Urvish Patel

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજય શર્મા.નવી દિલ્હીઃ બિહારના ઉપ મુખ્યમંત્રી અને આરજેડી નેતા તેજસ્વી યાદવે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. તેમણે હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને તેમની સામેના સીબીઆઈના સમનને રદ્દ કરવાની અરજ કરી છે. કોર્ટમાં દાખલ અરજીમાં યાદવે કહ્યું છે કે જ્યારે તે પટણામાં રહે છે તો તેમને સીબીઆઈ દિલ્હીમાં સમન ઈશ્યૂ કરી રહી છે.

શિવસેનાના ચૂંટણી ચિહ્ન ફાળવણી મામલે સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનો જવાબ

સીબીઆઈ કાયદાનું ઉલ્લંઘન કરી રહી છે
તેમણે કહ્યું કે, સીઆરપીસીની કલમ 160 અંતર્ગત નોટિસ ફક્ત સ્થાનિક અધિકાર ક્ષેત્રમાં જ ઈશ્યૂ કરી શકાય છે, પણ સીબીઆઈ તેમને દિલ્હીમાં હાજર થવા માટે નોટિસ આપીને કાયદાનું ઉલ્લંઘન કરી રહી છે. અરજીમાં કહેવાયું છે કે, તેમણે સીબીઆઈના વર્તમાન બિહાર વિધાનસભા સત્રને ખત્મ થવા સુધીનો સમય આપવામાં આવે. આ બાબતને ત્રણ વખત સીબીઆઈ સાથે અનુરોધ પણ કરી ચુક્યા છે.

‘તારે મારી સાથે પ્રેમસંબંધ રાખવો છે?’ જામનગરની કોલેજીયન યુવતી પર રોમીયોનો હુમલો

વિધાનસભા સત્ર પુરુ થવા સુધીનો સમય માગ્યો
તેજસ્વી યાદવે અરજી દાખલ કરીને કહ્યું છે કે, નવનિયુક્ત નાયબ મુખ્યમંત્રી તરીકે સત્રમાં શામેલ થવું તેમનું કર્તવ્ય છે. તેથી તેમને મોકલવામાં આવેલા સમનને રદ્દ કરવાનો આદેશ આપવામાં આવે. દિલ્હી હાઈકોર્ટમાં ગુરુવારે જસ્ટિસ દિનેશ કુમાર શર્માની પીઠ સુનાવણી કરશે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે તેમને સીબીઆઈના વર્તમાન બિહાર વિધાનસબા સત્રના સમાપન સુધીનો સમય માગ્યો છે. કોર્ટ તેમને આ સમય આપવાનો પણ આદેશ આપે.

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT