ઇઝરાયેલ માટે એક તરફ કૂવો બીજી તરફ ખાઈ, 4 મોર્ચે વિચિત્ર રીતે ફસાઇ ગયો છે દેશ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Israel-Hamas War and Two nation Solution : ઇઝરાયેલ-હમાસ યુદ્ધનો આજે 21 મો દિવસ છે. બીજી તરફ હમાસ આતંકવાદીઓએ ઇરાનના માધ્યમથી ગાઝામાં તુરંત સંઘર્ષ વિરામ કરવા માટે કહ્યું છે. બીજી તરફ ઇઝરાયેલી સેના ગાઝા પટ્ટીમાં ઘુસીને ટેંકોથી હાહાકાર મચાવી રહી છે. સંયુક્ત રાષ્ટ્ર પહેલા જ માનવીય સંકટ સહી રહેલ ગાઝા પટ્ટીમાં સંઘર્ષ વિરામ કરવાનું આહ્વાન કરી ચુક્યું છે. અનેક મુસ્લિમ દેશો સહિત યૂરોપીય દેશોએ પણ ગાઝાપટ્ટીમાં સીઝફાયર કરવા માટે કહ્યું છે. બીજી તરફ હમાસ આતંકવાદીઓએ ઇઝરાયેલીને બંધકોને મુક્ત કરવાની અવેજમાં શર્ત મુકી છે.

હમાસે કહ્યું કે, તેઓ સિવિલ નાગરિકોની મુક્તિ માટે તૈયાર છે પરંતુ તેના બદલે ઇઝરાયેલની જેલોમાં બંધ 6 હજાર ફિલિસ્તીનીઓને મુક્ત કરવા પડશે. હમાસે આ શર્ત પણ ઇરાન દ્વારા મુકી છે. બીજી તરફ ઇઝરાયેલમાં લોગ વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂની વિરુદ્ધ અવાજ ઉઠાવવા લાગ્યા છે. નેતન્યાહૂ ઘરથી માંડીને બહાર સુધી ચોતરફી ઘેરાયેલા છે અને અનેક મોર્ચા પર યુદ્ધ લડી રહ્યા છે.

અમેરિકા-યુએન ભારતનો પણ ભય

સંયુક્ત રાષ્ટ્રએ જ્યાં ઇઝરાયેલને યુદ્ધ વિરામ માટે કહ્યું છે, બીજી તરફ અમેરિકાએ સ્પષ્ટ રીતે કહ્યું છે કે, હમાસ આતંકવાદીઓ સામેનું યુદ્ધ ખતમ ખયા બાદ ઇઝરાયેલના બે રાષ્ટ્ર (ફિલિસ્તીન અને ઇઝરાયેલ) સમાધાનની દિશામાં કામ કરવું પડશે, જ્યારે ઇઝરાયેલ પોતાના વિસ્તારવાદી મંસુબાઓ પર આગળ વધતું રહે છે. તેના પહેલા પણ આ મનસુબામાં અનેક વખત ઇઝરાયેલે સફળતા મેળવી પરંતુ અમેરિકાએ તે ઇરાદાઓ પર બ્રેક લગાવી દીધી છે.

ADVERTISEMENT

ભારતે પણ ગાઝાપટ્ટીમાં માનવતા માટે સંઘર્ષ વિરામ કરવા અને માનવીય સહાયતા માટે હ્યુમન કોરિડોર ખોલવા અને સ્થાયી સમાધાન માટે બે દેશ સિદ્ધાંત પર આગળ વધવા માટે કહ્યુ છે. જો ઇઝરાયેલે આ ફોર્મ્યુલાને નહી સ્વિકારે તો તેને અમેરિકા, ફ્રાંસ, બ્રિટન સહિત અનેક પશ્ચિમી દેશો સહિત ભારતના કોપભાજનનો ભોગ બનવું પડી શકે છે. તેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તર પર ઇઝરાયેલની છબી ન માત્ર ખરાબ થશે પરંતુ ભાગીદાર દેશો વચ્ચેનો તેનો દબદબો પણ ખતમ થઇ જશે.

સર્વેમાં મોટા ભાગના લોકો ટુ નેશનની વિરુદ્ધ

હમાસ-ઇઝરાયેલની હાલની લડાઇ બંન્નેના અસ્તિત્વની પણ લડાઇ છે. ઇઝરાયેલ જ્યાં પોતાના અસ્તિત્વને બચાવતા તેના ભૂ-રાજનીતિક વિસ્તાર કરવા માંગે છે. બીજી તરફ હમાસની આગેવાનીમાં ફિલિસ્તીન પોતાના અસ્તિત્વ અને રાષ્ટ્રવાદની લડાઇ લડી રહ્યું છે. ઇઝરાયેલ યહૂદીરાષ્ટ્રવાદનો ઝંડો પકડીને ઉભુ છે તો હમાસની આડમાં પેલેસ્ટાઇન અરબ મુસ્લિમ રાષ્ટ્રવાદનો ઝંડો બુલંદ કરવા માંગી રહ્યા છે. વચ્ચે ફસાયેલા વેસ્ટ બેંક શાંતિની રાહ જોઇ રહ્યા છે.

ADVERTISEMENT

પ્યૂ રિસર્ચ સેંટરે માર્ચ વેસ્ટ બેંકમાં હિંસા ભડકતા પહેલા ટૂ નેશન ફોર્મ્યુલા પર ઇઝરાયેલમાં એક સર્વે કરાવ્યો હતો. આ સર્વેમાં મોટા ભાગના ઇઝરાયેલી બે દેશના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. માત્ર 35 ટકા ઇઝરાયેલી જ ફોર્મ્યૂલા માનવા તૈયાર છે, જ્યારે 65 ટકાને આ સારુ નથી લાગી રહ્યું. માર્ચ અને એપ્રીલમાં કરાયેલા આ સર્વેક્ષણના અનુસાર માત્ર 35 ટકા ઇઝરાયેલી વિચારે છે કે, ઇઝરાયેલ વધારે એક સ્વતંત્ર પેલેસ્ટાઇની રાજ્ય માટે શાંતિપૂર્વક સહ-અસ્તિત્વ માટે એક રસ્તો શોધી શકે છે. તે 2017 ના સર્વે બાદના 9 ટકા અે 2013 ના સર્વે મેચ 15 ટકાનો ઘટાડો દર્શાવે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT