અમદાવાદ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીની ચોથી અને છેલ્લી મેચ અમદાવાદમાં રમાઈ રહી છે. આ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ખાસ વાત એ છે કે આ મેચ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની આલ્બનીઝ પણ પહોંચ્યા હતા. બંનેને લેપ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું, જેના પર કોંગ્રેસ દ્વારા કટાક્ષ કરવામાં આવ્યો છે.
જયરામ રમેશે પીએમને આત્મમુગ્ધ બતાવ્યા
કોંગ્રેસ નેતા જયરામ રમેશે પીએમ મોદીના નામવાળા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે, પોતાના દ્વારા બનાવવામાં આવેલા પોતાના જ નામવાળા સ્ટેડિયમમાં લેપ ઓફ ઓનર લેવું કોઈ આત્મમુગ્ધ વ્યક્તિને જ સારું લાગે છે. તેમણે કહ્યું કે આ “આત્મ-જૂનુનની હદ” છે. જયરામ રમેશે આ સાથે કહ્યું કે, પીએમ મોદીનું તેમના જ ફોટો સાથે સ્વાગત કરવામાં આવી રહ્યું છે. જયરામ રમેશ સાથે કોંગ્રેસે પણ આ ટ્વીટ કર્યું છે. જેમાં લખ્યું છે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નરેન્દ્ર મોદીજીને નરેન્દ્ર મોદીજીની તસવીર ભેટ કરતા નરેન્દ્ર મોદીજીના મિત્રના દીકરા.
Doing a lap of honour in a stadium you named after yourself in your own lifetime— height of self-obsession. https://t.co/2EOpLo0Y2O
— Jairam Ramesh (@Jairam_Ramesh) March 9, 2023
ભાજપે કહ્યું- આ ક્રિકેટ ડિપ્લોમસી છે
બીજી તરફ ભાજપ દ્વારા આ સમગ્ર બાબતને ક્રિકેટ ડિપ્લોમસી બતાવવામાં આવી છે. ભાજપના IT સેલના વડા અમિત માલવિયાએ કહ્યું કે, આ વાસ્તવમાં ક્રિકેટ ડિપ્લોમસી છે જે પીએમ મોદી કરી રહ્યા છે. વાસ્તવમાં આગળ જતાં આ કામ કરતી દેખાશે.
Cricket diplomacy. It works. pic.twitter.com/UMSiymowmr
— Amit Malviya (@amitmalviya) March 9, 2023
ભારત-ઓસ્ટ્રેલિયાની મિત્રતાના 75 વર્ષ
નોંધનીય છે કે, ભારત-ઓસ્ટ્રેલિયાની મિત્રતાના 75 વર્ષ પૂર્ણ થવા પર બંને દેશો વચ્ચેની આ મેચને યાદગાર ક્ષણ તરીકે જોવામાં આવી રહી છે. આ અવસરે પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયન પીએમ એન્થની આલ્બનીસ ખાસ ડિઝાઇન કરેલી ગોલ્ફ કારમાં સમગ્ર મેદાનની અંદર ફર્યા હતા અને તેમને લેપ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ કાર પર એક હોર્ડિંગ પણ લગાવવામાં આવ્યું હતું, જેના પર લખ્યું હતું – “ક્રિકેટ દ્વારા મિત્રતાના 75 વર્ષ”.