કોંગ્રેસ માટે 2014 પછીથી સૌથી સારા સમાચાર, કોંગ્રેસનો જાદુ એવો ચાલ્યો કે BJP ને માત્ર 9 જ સીટ મળી
નવી દિલ્હી : મંગળવારે યોજાયેલી SMC ચૂંટણીમાં લગભગ 59 ટકા મતદાન નોંધાયું હતું, જે 2017ની SMC ચૂંટણી કરતાં 1.2 ટકા વધુ હતું. પાર્ટીના સિમ્બોલ પર…
ADVERTISEMENT

નવી દિલ્હી : મંગળવારે યોજાયેલી SMC ચૂંટણીમાં લગભગ 59 ટકા મતદાન નોંધાયું હતું, જે 2017ની SMC ચૂંટણી કરતાં 1.2 ટકા વધુ હતું. પાર્ટીના સિમ્બોલ પર ચૂંટણી યોજાઈ હતી. ભાજપ અને કોંગ્રેસે તમામ વોર્ડમાં 34-34 ઉમેદવારો ઊભા રાખ્યા હતા. જ્યારે CPI(M) એ ચાર ઉમેદવારો ઊભા રાખ્યા હતા. શાસક કોંગ્રેસે ગુરુવારે શિમલા મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) ચૂંટણીમાં કુલ 34માંથી 24 વોર્ડ જીતીને બે તૃતીયાંશ બહુમતી સાથે જીત મેળવી હતી. બીજી તરફ ભાજપે 9 અને સીપીઆઈ(એમ) માત્ર એક વોર્ડ જીતી હતી. ભાજપ અને કોંગ્રેસે તમામ વોર્ડમાં 34-34 ઉમેદવારો ઊભા રાખ્યા હતા. જ્યારે CPI(M) એ ચાર ઉમેદવારો ઊભા રાખ્યા હતા.
આમ આદમી પાર્ટીના તમામ 21 ઉમેદવારો હારી ગયા
આમ આદમી પાર્ટી (AAP) એ 21 ઉમેદવારો ઉભા રાખ્યા હતા, પરંતુ પાર્ટી એક પણ સીટ જીતી શકી ન હતી. આ સાથે તમામ નવ અપક્ષ ઉમેદવારોને પણ હારનો સામનો કરવો પડ્યો છે.આપને જણાવી દઈએ કે 2017ની કોર્પોરેશન ચૂંટણીમાં 32 વર્ષમાં પહેલીવાર ભાજપે 17 વોર્ડ જીતીને કોંગ્રેસ પાસેથી નાગરિક સંસ્થા છીનવી લીધી હતી. ત્યારે કોંગ્રેસે 12 વોર્ડ જીત્યા હતા, CPI(M)એ એક અને બાકીના ચાર વોર્ડ અપક્ષ ઉમેદવારોએ કબજે કર્યા હતા. છેલ્લા મંગળવારની SMC ચૂંટણીમાં લગભગ 59 ટકા મતદાન નોંધાયું હતું, જે 2017ની SMC ચૂંટણી કરતાં 1.2 ટકા વધુ હતું. અતિશય પાર્ટીના સિમ્બોલ પર ચૂંટણી યોજાઈ હતી. 2 મેના રોજ મતદાર યાદીના કુલ 93,920 લોકોમાંથી 29,504 પુરૂષો અને 25,881 મહિલાઓ સહિત કુલ 55,385 મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
કોંગ્રેસ માટે આ જીત ખુબ જ સકારાત્મક સાબિત થઇ શકે છે
અત્રે ઉલ્લેખનીય છે કે, સતત હારનો સામનો કરી રહેલી કોંગ્રેસ માટે આ એક ખુબ જ સકારાત્મક બાબત છે. કોંગ્રેસી કાર્યકર્તાઓને હાલમાં જ કર્ણાટક ચૂંટણી માટે કોંગ્રેસ કાર્યકર્તાઓને જોશ ભરી રહી છે. આ ઉપરાંત વિવિધ પોલમાં પણ કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી રહી હોય તેવા સમાચારો આવી રહ્યા છે. જેના પગલે કોંગ્રેસી કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ છે. તેવામાં આ જીત કાર્યકર્તાઓને વધારે એક પુશ આપવામાં મદદરૂપ સાબિત થઇ શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT