નવી દિલ્હી : ત્રિપુરામાં કેન્દ્રીયગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં ચુક થઇ ગઇ હોવાની ઘટના સામે આવી છે. તેમના કાફલામાં અચાનક એક સફેદ રંગની ગાડી ઘુસી આવી હતી. પોલીસે તેને અટકાવવા માટેનો પ્રયાસ કર્યો હતો જો કે ઝડપથી કાફલાને ઓવરટેક કરીને નિકળી ગઇ હતી. ત્રિપુરામાં નવી રાજ્ય સરકારના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે અમિત શાહ અગરતલા ખાતે પહોંચ્યા હતા. અમિત શાહનો કાફલો અગરતલાથી પસાર થઇ રહ્યો હતો. તેઓ સ્ટેટ ગેસ્ટહાઉસમાંથી બહાર નિકળી રહ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી. જો કે તેની ટુંક જ સમયમાં ધરપકડ કરવામાં આવશે તેવું પોલીસે જણાવ્યું હતું.
ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. પૂર્વોત્તરના રાજ્યો સેન્સેટિવ ગણવામાં આવે છે. તેમાં પણ ગૃહમંત્રીના કાફલામાં આટલી મોટી ચુક ખુબ જ ગંભીર ગણી શકાય. વીડિયોમાં જોઇ શકાય છે કે, અમિત શાહોન કાફલો પસાર થઇ રહ્યો હતો ત્યારે અચાનક એખ સફેદ કાર તેમના કાફલાની નજીક આવી પહોંચી હતી. તે થોડા સમય માટે અટકી જાય છે. પોલીસ કર્મચારી તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો જો કે તેણે ગાડી મારી મુકી હતી. પોલીસ કર્મચારીઓએ પાછળ દોડીને તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ગાડી ચાલકે ગાડી મારી મુકી હતી.
મુંબઇમાં પણ શાહની સુરક્ષામાં મોટી ચુક સામે આવી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર 2022 માં મહારાષ્ટ્રની મુલાકાત દરમિયાન અમિત શાહની સુરક્ષામાં ખામી સર્જાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, એક શંકાસ્પદ વ્યક્તિએ પોતાની ખોટી ઓળખ આપીને ગૃહમંત્રી શાહ સાથે લાંબો સમય પસાર કર્યો હતો.પોલીસે બાદમાં હેમંત પવાર નામના આ શખ્સની ધરપકડ પણ કરી હતી. તે વ્યક્તિએ પોતાની ઓલખ આંધ્રના એક સાંસદનો PA હોવાની ઓળખ આપીને શાહની આસપાસ ફરતો રહ્યો હતો. આ બીજી વાર છે જ્યારે ગૃહમંત્રીની સુરક્ષામાં ચેડા થયા છે.