સુરેન્દ્રનગરમાં લોરેન્સ બીશ્નોઈ ગેંગના 3 સાગરીતો ડ્રગ્સ સાથે ઝડપાયા, તપાસનો ધમધમાટ શરૂ - GujaratTak - 3 members of lawrence bishnoi gang caught with drugs in surendranagar investigation begins - GujaratTAK
આપણું ગુજરાત દેશ-દુનિયા લેટેસ્ટ સ્ટોરીઝ

સુરેન્દ્રનગરમાં લોરેન્સ બીશ્નોઈ ગેંગના 3 સાગરીતો ડ્રગ્સ સાથે ઝડપાયા, તપાસનો ધમધમાટ શરૂ

સાજીદ બેલીમ, સુરેન્દ્રનગર:  જીલ્લામા ગુનાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. જુથ અથડામણ, મારામારી, મર્ડર, બીન વારસી લાશો મળવી જેવી ઘટનાઓ સામાન્ય બની છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા પોલી પર વધુ એક વખત સવાલ ઉઠયા છે. નશાનો કાળો કારોબાર MD ડ્રગ્સ ઝડપાતા જીલ્લા ભરમાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસે શહેરની ગોકુલ હોટલ પાછળ એક શીવ સંગાથ […]

સાજીદ બેલીમ, સુરેન્દ્રનગર:  જીલ્લામા ગુનાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. જુથ અથડામણ, મારામારી, મર્ડર, બીન વારસી લાશો મળવી જેવી ઘટનાઓ સામાન્ય બની છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા પોલી પર વધુ એક વખત સવાલ ઉઠયા છે. નશાનો કાળો કારોબાર MD ડ્રગ્સ ઝડપાતા જીલ્લા ભરમાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસે શહેરની ગોકુલ હોટલ પાછળ એક શીવ સંગાથ હિલ્સ નામના ફ્લેટમાં ભાડે રહેતા ત્રણ આરોપીઓને 176 ગ્રામ ડ્રગ્સ કિમત 17.60 લાખના સાથે ઝડપી લીધા હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં ઇતિહાસ માં પ્રથમ વખત ડ્રગ્સ ઝડપાયું છે.ત્યારે સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સુરેન્દ્રનગર SOG પોલીસના સંયુક્ત ઓપરેશન ના પગલે સુરેન્દ્રનગર ના 80 ફૂટ રોડ પર આવેલ શિવ સંગાથ એપાર્ટમેન્ટ માંથી શંકાસ્પદ 3 વ્યક્તિની અટકાયત કરવા માં આવી હતી.ત્યાર અટકાયત કરેલ 3 વ્યક્તિની પૂછપરછ હાથ ધરવામાં આવતા તેમની પાસે એમ.ડી ડ્રગ્સ હોવાનું ખૂલ્યું હતું. ત્યારે પોલીસે 176 ગ્રામ જેટલું ડ્રગ્સ આ 3 ઝડપાયેલા ઈસમો પાસે થી જપ્ત કર્યું છે.ત્યારે આ મુદ્દે તપાસ કરવા માં આવતા આ ઝડપાયેલા ઈસમો લોરેન્સ ગેગના સાગરીત હોવા નું ખુલ્યું છે.

25 હજારનું ઈનામ હતું
રાજસ્થાન સરકારે લોરેન્સ ગેગના સાગરીતોને ઝડપી પાડવા 25 હજાર નું ઇનામ જાહેર કરવા માં આવ્યું છે.આ મુદ્દે જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે.હાલ ડ્રગ્સ સાથે ઝડપાયેલા લોરેન્સ બીશ્નોઈ ગેગ ના 3 શખ્સો ની પૂછપરછ હાથ ધરવા માં આવી છે.છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સનો કારોબાર ચલાવતા હોવા ની પોલીસે પણ શંકા વ્યક્ત કરી છે. પોલીસે 17.81 લાખનો ડ્રગ્સ જપ્ત કરવા માં આવ્યું છે.હાલ રિમાન્ડ માગવાની તજવીજ જિલ્લા પોલીસે હાથ ધરી છે.

ડ્રગ્સ સાથે ઝડપાયેલા લોરેન્સ બીશ્નોઈ ગેગ ના સાગરીતો

  • અક્ષય ડેલુ ( રહેવાસી પંજાબ )
  • વિષ્ણૂરામ કોકડ ( રહેવાસી પંજાબ )
  • વિક્રમસિહ જાડેજા ( ભુજ )

આરોપીઓ એ ક્યા ક્યા ડ્રગ્સ વેચાણ કર્યુ છે અને કોના ઇશારે આ આશરો મેળવી ડ્રગ્સ નો વેપાર કરતા હતા તેની તપાસ હાથ ધરી છે. આરોપીઓ જ્યાં રહેતા હતા તેની આજુબાજુમાં અનેક કોલેજ તથા હાઇસ્કુલ જેવી શિક્ષણ આપતી સંસ્થાઓ આવેલ છે. જેથી આરોપીઓ એ કોઈ યુવા ધનને ડ્રગ્સના રવાડે ચડાવવાનો પ્રયાસ કર્યો હોય તેવી પોલીસને શંકા છે.

45 કરોડ વર્ષથી ધરતી પર છે આ માછલી! ડાયનાસોરની પણ શિકાર કરી ચૂકી છે ગોળ અને ચણા સાથે ખાવાના છે આ 5 મોટા ફાયદા, આજે જ જાણી લો એનિમેટેડ લુકમાં Aliya Bhattની નવી ફિલ્મ ‘જિગરા’નું પોસ્ટર રિલીઝ, સ્ટોરીમાં છે ટ્વીસ્ટ? ગર્લફ્રેન્ડ અદિતી સાથે ઈશાન કિશન? બંનેની ફોટોથી ખુલ્યું રહસ્ય સાસરીમાં ધામધૂમથી થયો પરિણીતિનો ગૃહ પ્રવેશ, નવી દુલ્હન સાથે દેખાયા રાઘવ ચઢ્ઢા 100 વર્ષ જીવનારા લોકો ખાય છે આ ફૂડ, ઉંમર વધે પણ બીમારીઓ આવતી નથી પાસે પરી જેવી સુંદર લાગી પરિણીતિ, હોડીમાં આવી જાન, લગ્નની તસવીરો સામે આવી પરિણીતિ-રાઘવના લગ્નની સેરેમની શરૂ થઈ, પહેલી તસવીર સામે આવી મહાદેવની નગરીમાં પહોંચ્યા Sachin Tendulkar, કાશી વિશ્વનાથ મંદિરમાં કરી પૂજા Sai Pallavi Marriage ની તસવીર જોઈ ભડકી, સાચું શું? તેણે કહ્યું.. સાઉથની રિમેકે બદલી આ એક્ટર્સની જીંદગી, ત્રણ તો છે બ્લોકબસ્ટર ફિલ્મ્સ Janhvi Kapoorનો બ્લૂ વન પીસમાં કિલર લૂક, જુઓ Photos પ્રિયંકા જ નહીં, રાઘવ ચડ્ઢાની આ સાળીઓ પણ છે સુંદર હસીનાઓ શાહરુખ ખાને ઘરમાં કર્યું ગણપતિ બપ્પાનું સ્વાગત, યૂઝર્સ બોલ્યા- તમારામાં સંપૂર્ણ ભારત છે. ભાણીને તેડી સલમાન ખાને કરી ગણપતિની આરતી, Video રોમેંટિક થઈ SRKની એક્ટ્રેસ, પતિને કરી Kiss, બર્થડે વિશ કરી બોલી- અટકી નથી શક્તી… પાલવ ફેરવી ઉર્વશીએ કર્યો એલ્વિ સંગ રોમાંસ, ફેન્સ બોલ્યા- રાવ સાહેબ આગ લગાવી દીધી Ganesh Chaturthi 2023: 10 દિવસ સુધી કેમ મનાવાય છે ગણેશ ચતુર્થી? જાણો પૌરાણિક કથા ‘જવાન’ના મ્યુઝિક કંપોઝર સંગ ગુપચુપ લગ્ન કરી રહી છે આ એક્ટ્રેસ? પિતાએ કહ્યું સત્ય શું થશે જો 1 મહિનો દૂધ-ઘી-પનીર-દહીં નહીં ખાઓ તો? ન્યૂટ્રિશનિસ્ટે કહ્યું…