PGVCLમાં ધો.10 પાસ માટે પરીક્ષા વગર સીધી ભરતી, જાણો અરજી પ્રક્રિયા અને લાયકાત સહિતની વિગતો

ADVERTISEMENT

PGVCL Jobs
PGVCL Jobs
social share
google news

PGVCL Government Jobs: ગુજરાત સરકારમાં નોકરીનું સપનું જોતા યુવાઓ માટે મોટી તક છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા એપ્રેન્ટિસ લાઈનમેન તથા એપ્રિન્ટિસ તાલીમાર્થીની ભરતી બહાર પાડવામાં આવી છે. કુલ 12 જિલ્લામાં 668 જેટલા જગ્યાઓ પર આ ભરતી કરવામાં આવશે. જેમાં પાત્રતા ધરાવતા ઉમેદવારો માટે પરીક્ષા વિના પસંદગી કરવામાં આવશે. તો જાણો એપ્રેન્ટિસ લાઈનમેન અને એપ્રેન્ટિસ તાલીમાર્થીની ભરતી માટે યોગ્યતા અને ઉંમર મર્યાદા સહિતની જરૂરી વિગતો.

અરજી કરવા માટેની યોગ્યતા તથા વય મર્યાદા

અરજીકર્તાએ માન્યતા પ્રાપ્ત ઔદ્યોગિત તાલિમ સંસ્થામાંથી બે વર્ષનો રેગ્યુલર વાયરમેન અથવા ઈલેક્ટ્રિશિયનનો કોર્ષ પાસ કરેલો હોવો જોઈએ. માન્ય બોર્ડમાં રેગ્યુલર મોડથી ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ. જાહેરાતની તારીખ 14 ઓગસ્ટ 2024થી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ, બિન અનામત ઉમેદવારો માટે વધુમાં વધુ 25 વર્ષ તથા અનામત ઉમેદવારો માટે વધુમાં વધુ 30 વર્ષ હોવી જોઈએ. દિવ્યાંગ ઉમેદવારો માટે 25 વર્ષ તથા GSO-295 ઉમેદવારો માટે વધુમાં વધુ 40 વર્ષ ઉંમર હોવી જોઈએ. એપ્રેન્ટિસ લાઈનમેન તથા એપ્રેન્ટિસ તાલીમાર્થીની તાલીમનો સમય 1 વર્ષ સુધીનો રહેશે.

અરજી કરવા માટે કયા દસ્તાવેજની જરૂર પડશે?

PGVCLના એપ્રેન્ટિસ લાઈનમેનની ભરતીનું નોટિફિકેશન વાંચવા અહીં ક્લિક કરો

ADVERTISEMENT

પસંદગી પ્રક્રિયા કેવી રીતે થશે?

  • ઉમેદવારે કંપની દ્વારા નિયમ થયેલ શારીરિક ક્ષમતાની કસોટી સ્વરૂપે થાંભલો ચડવાની કસોટી (પોલ ક્લાઈમ્બિંગ ટેસ્ટ) સ્થળ પર અપાતી સૂચના મુજબ પાસ કરવાની રહેશે.
  • આ શારીરિત ક્ષમતાની કસોટી 50 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે.
  • શારીરિક ક્ષમતાની કસોટી સફળતાપૂર્વક પસાર કરનાર ઉમેદવારોની પસંદગી યાદી તેમના ITI પરીક્ષામાં મળેલા ગુણની ટકાવારીના આધારે તૈયાર કરવામાં આવશે. (કોઈપણ સેમિસ્ટર કે વર્ષમાં એક કરતા વધુ પ્રયત્ને પાસ કરેલ હશે તો તેની ટકાવારી 35% ગણવામાં આવશે.)

કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ પર ભરતી?

LRD-PSIની ભરતી પરીક્ષા મુદ્દે આવી મોટી અપડેટ

પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું કે, લોકરક્ષક તથા PSI ભરતીમાં એપ્રિલ મહિનામાં જે ઉમેદવારો અરજી કરવામાં બાકી રહી ગયેલી તે તમામ ઉમેદવારો માટે 26 ઓગસ્ટ થી 9 સપ્ટેમ્બર સુધી અરજી કરવાની તક આપવામાં આવશે. સાથે તેમણે અન્ય એક ટ્વીટમાં કહ્યું કે, 'PSI લેખિત પરીક્ષામાં બંને પેપર એક સાથે લેવામાં આવશે અને જે ઉમેદવારો પેપર 1માં પાસ થયા હશે તેમનું પેપર 2 તપાસવામાં આવશે.' એટલે કે ઉમેદવારોએ પ્રથમ પ્રશ્નપત્રમાં ખાસ પાસ થવાનું રહેશે.

    follow whatsapp

    ADVERTISEMENT