ક્યાં છે વિકાસ? નળ આવ્યા પણ જળ નહીં, ખાંભામાં 10 વર્ષથી પાણી ન આવતા ચૂંટણી બહિષ્કારની ચીમકી

ADVERTISEMENT

Khambha News: ઉનાળાના આરંભે જ ખાંભા ગીરના છેવાડાના ગામડાઓમાં પીવાના પાણીનો પોકાર ઉઠ્યો છે.

social share
google news

Khambha News: ઉનાળાના આરંભે જ ખાંભા ગીરના છેવાડાના ગામડાઓમાં પીવાના પાણીનો પોકાર ઉઠ્યો છે. 2 હજારની વસ્તી ધરાવતા ખાંભા ગીરના ગીદરડી ગામમાં નર્મદાની પાઈપ લાઈન ફિટ કર્યાને 10-12 વર્ષ વીત્યા છતાં હજુ નર્મદાનું પાણી ગીદરડી સુધી પહોંચતું ન કરતા ગીદરડી વાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ આ વખતે લોકસભાની ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. 

આજદિન સુધી પહોંચ્ચું નથી પાણી

ગામની વસ્તી 2 હજારની છે પણ ગીદરડી વાસીઓની કરમની કઠણાઈ એ છે કે ગીદરડી ગામ સુધી નર્મદાની પાઈલ લાઇન પથરાઈ ગઈને પાણીના ટાંકા સુધી જોડાઈ ગઈ હોવાને આજે 10થી 12 વર્ષ વીતી ગયા હોવા છતાં આજદિન સુધી એકવાર પણ ગીદરડી ગામને પીવાનું પાણી નર્મદાનું મળ્યું નથી અને એક માત્ર કૂવો અત્યારે ખાલી થઈને છેલું પાણી ડોકિયું કરી રહ્યું છે. ગામજનોને પાણી માટે વાડીમાં ભટકવું પડે છે અને આખું ગીદરડી ગામ પીવાના પાણીના એક બેડા માટે હેરાન પરેશાન થઈ રહ્યું છે.

પાણી ન મળતા ગ્રામજનો મુશ્કેલીમાં

ગીદરડી ગામમાં આવેલ એકમાત્ર અવેડા પર પશુઓ પાણી માટે ટળવળે છે અને છેલ્લા 15 દિવસથી એકધારી મોટર શરૂ રાખી હોવા છતાં ડચકે ડચકે પાણી આવે છે, એનાથી પશુઓ તૃષા માંડ છીપાય છે. તો મહિલાઓ ડૉહળા પાણીથી કપડા ધોવા મજબૂર બની છે. 

ADVERTISEMENT

આ પણ વાંચો

ADVERTISEMENT

ચૂંટણી બહિષ્કારની ઉચ્ચારી ચીમકી

ગીદરડીમાં એક ડંકી પર આખું ગામ પીવાના પાણી મેળવવા માટે લાઈન લગાવે છે ત્યારે આ વખતે લોકસભાની ચૂંટણી માથે હોયને પીવાના પાણીની મજબૂરીથી સરપંચે લોકસભાની ચૂંટણીના મતદાનનો બહિષ્કાર કરતો પત્ર મામલતદાર સહિતના સતાધીશોને આપી દીધો છે

    follow whatsapp

    ADVERTISEMENT