Loksabha Election 2024: અલગ જ છે Chhota Udepur બેઠકનું રાજકીય ગણિત, જાણો શું છે આ સીટનું સમીકરણ

ADVERTISEMENT

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેવામાં તમામ રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. છોટાઉદેપુર જિલ્લો મધ્ય ગુજરાતમાં આવેલો જિલ્લો છે, તે એક સમયે વડોદરાનો ભાગ હતો જો કે વર્ષ 2013માં તેને અલગ કરી અલગ જિલ્લાનો દરજ્જો આપવામાં આવ્યો.

social share
google news

Loksabha Election 2024:  લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેવામાં તમામ રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. છોટાઉદેપુર જિલ્લો મધ્ય ગુજરાતમાં આવેલો જિલ્લો છે, તે એક સમયે વડોદરાનો ભાગ હતો જો કે વર્ષ 2013માં તેને અલગ કરી અલગ જિલ્લાનો દરજ્જો આપવામાં આવ્યો. છોટાઉદેપુર આ જિલ્લાનું વડુ મથક છે, જે છોટાઉદેપુર તાલુકાનું મુખ્ય મથક પણ છે. છોટાઉદેપુર - 21 લોકસભા બેઠકમાં સાત વિધાનસભા ક્ષેત્ર આવેલ છે. જાણકારો માને છે કે ગુજરાતના આદિવાસી પટ્ટામાં 'રાઠવારાજ' ચાલે છે. સુખરામ રાઠવા, નારણ રાઠવા અને મોહનસિંહ રાઠવા. ત્રણેય એકબીજાના સંબંધી મનાય છે. અગાઉ મોહનસિંહ રાઠવા પણ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. હવે નારણ રાઠવા પણ ભાજપમાં જોડાતા આગામી લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસને અસર થઈ શકે છે.

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT