ગાવસ્કરનો ઘટસ્ફોટ: જો હાર્દિકે આ ભુલ ન કરી હોત તો IPL વિજેતા ગુજરાત ટાઇટન્સ હોત

Krutarth

ADVERTISEMENT

gujarattak
social share
google news

Sunil Gavaskar Slammed Hardik Pandya: સુનિલ ગાવસ્કરે ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાની આજે ટીકા કરી હતી. IPL 2023ની ફાઇનલમાં સુનિલ ગાવસ્કરને છેલ્લી ઓવરમાં હાર્દિક પટેલના એક સ્ટેપની ટિકા કરી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સ IPL 2023 નું ટાઇટલ જીતી ચુકી છે. ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી ફાઇનલ મેચમાં ચેન્નાઇએ ડકવર્થ-લુઇસ પદ્ધતિ હેઠળ 5 વિકેટે જીત મેળવી હતી. આ જીત સાથે ચેન્નાઈએ પાંચમું આઈપીએલ ટાઈટલ પણ જીત્યું હતું. ચેન્નાઈની આ જીતનો હીરો ડાબોડી બેટ્સમેન રવિન્દ્ર જાડેજા રહ્યો હતો.

હવે ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજ સુનીલ ગાવસ્કરે હાર માટે હાર્દિક પંડ્યાને ઠપકો આપ્યો હતો. સુનિલ ગાવસ્કરે SPORTS TAK સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હાર્દિક પંડ્યા માટે છેલ્લી ઓવરમાં બોલર મોહિત શર્માને જે સલાહ આપી તે અયોગ્ય હતી. ફાસ્ટ બોલર મોહિત શર્મા ઈનિંગની છેલ્લી ઓવર ફેંકી રહ્યો હતો. ચેન્નાઈને જીતવા માટે છેલ્લી ઓવરમાં 13 રનની જરૂર હતી. મોહિત શર્માએ પહેલા 4 બોલમાં માત્ર 3 રન જ બનાવ્યા હતા. આ પછી CSKના બેટ્સમેન રવિન્દ્ર જાડેજાએ છેલ્લા બે બોલમાં 1 સિક્સર અને 1 ફોર ફટકારીને પોતાની ટીમને વિજયી બનાવી હતી.

હાર્દિક છેલ્લા બોલ પહેલા મોહિત શર્મા સાથે વાત કરતો જોવા મળ્યો હતો. ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા છેલ્લી ઓવરના છેલ્લા બોલ પહેલા મોહિત શર્મા સાથે વાત કરીને કોઇ સલાહ આપી રહ્યો હોય તેવું લાગ્યું હતું. જો કે હાર્દિકના પગલાને સુનીલ ગાવસ્કરે સંપૂર્ણપણે બિનજરૂરી ગણાવ્યું હતું. ગાવસ્કરે કહ્યું કે, મોહિતે 3-4 બોલમાં શાનદાર શરૂઆત કરી હતી. પરંતુ પછી કોઈ કારણસર ઓવરની વચ્ચે જ તેને પાણી મોકલવામાં આવ્યું હતું. આ પછી હાર્દિક આવ્યો અને તેણે મોહિત સાથે વાત કરી હતી. તે પોતે બોલર છે અને કયા બેટ્સમેનને કઇ રીતે ટેકલ કરવો તે પોતે સારી રીતે જાણે છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

આ ઉપરાંત સુનીલ ગાવસ્કરે કહ્યું કે, જ્યારે બોલર લયમાં હોય છે ત્યારે તે તેને પરેશાન કરવો જોઇએ નહી. તમારે માત્ર દૂરથી જ વાત કરવી જોઈએ. જેથી તેનો લય ન બગડે અને તેના મગજમાં કોઇ માનસિક દ્વંદ શરૂ ન થાય. ગાવસ્કરે કહ્યું કે, જ્યારે બોલર તે લયમાં હોય અને માનસિક રીતે તે પણ ત્યાં જ હોય, તો કોઈએ તેને કંઈ ન કહેવું જોઈએ. બસ કંઈ જ નહીં. બસ દૂર રહો અને તેના વખાણ કરતા રહો. તેની સાથે વાત કરવી એ યોગ્ય હું નથી માનતો. આ કિસ્સામાં પણ તમે જોશો કે હાર્દિક સાથેની વાતચીત બાદ તરત જ મોહિત અહીં-તહીં જોઈ રહ્યો હતો. તે પોતાનો લય ગુમાવી ચુક્યો હતો. પોતે કેપ્ટનના અભિપ્રાય બાદ કન્ફ્યુઝ થયો હોય તેવું પણ બની શકે.

    follow whatsapp

    ADVERTISEMENT