ઉર્જા વિભાગની ભરતીમાં પણ કૌભાંડ થયું હતું? યુવરાજસિંહે પેપર કાંડમાં નામ સાથે મોટા માથાઓનો ખુલાસો કર્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: રાજ્યમાં ગત 27મી જાન્યુઆરીએ યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી જતા પરીક્ષા રદ કરી દેવામાં આવી હતી. આ મામલે પોલીસે વડોદરાથી ઘણા લોકોની ધરપકડ કરી હતી. આ સાથે જ હૈદરાબાદની જે પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક થયું તેના કર્મચારી એમ મળીને 16 જેટલા લોકોની ધરપકડ કરી હતી. ત્યારે AAP નેતા યુવરાજસિંહ જાડેજાએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને આ પેપરલીક કૌભાંડમાં આરોપી ભાસ્કર ચૌધરી અને કેતન બારોટ અન્ય પેપર પણ લીક કર્યા હોવાનો આક્ષેપ કર્યો છે.

આ પણ વાંચો: ગરીબો માટેના સસ્તા અનાજમાં આ રીતે વજન વધારાય છે! ઘઉંમાં રેતી-કાંકરા નાખતો VIDEO સામે આવ્યો

‘ઉર્જા વિભાગમાં કૌભાંડથી 300થી વધુ લોકોને નોકરી અપાવી’
યુવરાજસિંહે કહ્યુ કે, કેતન બારોટ અરવલ્લીના આસપાસના વિસ્તારો સાથે સીધી રીતે સંકળાયેલા છે. મોટાભાગની તમામ લિંકો અરવલ્લી આસપાસના વિસ્તારો તેની સાથે સીધી સંકળાયેલી છે. તેમાં ખાસ કરીને કેતન બારોટનું મોસાળ નરસિંહપુર આવેલું છે અને નરસિંહપુરમાં તેમની મુલાકાત અવિનાશ પટેલ સાથે થઈ હતી. આ અવિનાશ પટેલ ભૂતકાળની ઘણી પરીક્ષાના પેપર લીકમાં સીધો સંકળાયેલો છે. તેમના ધર્મપત્ની, તેમના બહેન અને સંબંધીઓ પણ ઊર્જા વિભાગની ભરતીમાં કૌભાંડથી લાગ્યા છે.તેમના પત્નીનું સર્ટિફિકેટ પણ નકલી છે, જે ભાસ્કર ચૌધરી પાસેથી મેળવ્યું છે.

ADVERTISEMENT

અવિનાશ સાથે અરવિંદ પટેલ, અજય પટેલ અને દેવ પટેલ, આ લોકોએ ઊર્જા વિભાગની ભરતીમાં ઓછામાં ઓછા અમારી પાસે ડેટા છે તે મુજબ 300થી વધુ લોકોને સિસ્ટમેટિક રીતે નોકરીએ લગાડ્યા છે. જેની પરીક્ષા ઓનલાઈન લેવામાં આવતી અને આ ભાસ્કર ચૌધરીની ઈન્સ્ટીટ્યુટ હતી સ્ટેક વાઈઝ ટેકનોલોજી એમાં અવિનાશે 70-80 લાખનું ફંડિંગ કરેલું છે.

2014 બાદની ભરતી પરીક્ષાની તપાસ કરવા માંગ
તેમણે આગળ કહ્યું કે, અવિનાશની નરસિંહપુરમાં આવેલી PNB બેંકનો ડેટા તપાસતા તમામ વિગતો સામે આવી જશે. આ સાથે જ યુવરાજ સિંહે વર્ષ 2014 બાદથી લેવામાં આવેલી સરકારી પરીક્ષાની પણ તપાસ કરવા કહ્યું. તેમણે કહ્યું, ભૂતકાળમાં લીક થયેલા પેપર મામલે જે આરોપીઓ હતા તેમના જ સંપર્કમાં રહેલા વ્યક્તિઓએ અન્ય પેપર ફોડ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો છે. અને બધાની ઉપર નિશિકાંત સિંહા નામના રાજકીય વગ ધરાવતા વ્યક્તિનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે. જે ભાસ્કર ચૌધરી અગાઉ તિહાડ જેલ ગયા હતા, જેને ત્યાંથી છોડાવનાર નિશિકાંત સિંહા છે. તેની પણ તાત્કાલિક ધરપકડ કરવી જોઈએ.

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT