પેપર લીક કૌભાંડની CBI પાસે તપાસની માંગ, યુવરાજસિંહે કડક કાયદો બનાવવા પણ માંગણી કરી
અમદાવાદ: રાજ્યમાં ગત 27મી જાન્યુઆરીએ યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી જતા પરીક્ષા રદ કરી દેવામાં આવી હતી. આ મામલે પોલીસે વડોદરાથી ઘણા લોકોની ધરપકડ…
ADVERTISEMENT
અમદાવાદ: રાજ્યમાં ગત 27મી જાન્યુઆરીએ યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી જતા પરીક્ષા રદ કરી દેવામાં આવી હતી. આ મામલે પોલીસે વડોદરાથી ઘણા લોકોની ધરપકડ કરી હતી. આ સાથે જ હૈદરાબાદની જે પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક થયું તેના કર્મચારી એમ મળીને 16 જેટલા લોકોની ધરપકડ કરી હતી. ત્યારે AAP નેતા યુવરાજસિંહ જાડેજાએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને આ પેપરલીક કૌભાંડમાં આરોપી ભાસ્કર ચૌધરી અને કેતન બારોટ અન્ય પેપર પણ લીક કર્યા હોવાનો આક્ષેપ કર્યો છે. આ સાથે સમગ્ર મામલે CBI તપાસની માગણી કરી છે.
PMOને પુરાવા આપી કાર્યવાહી કરવા માંગ
ભરતી કૌભાંડમાં યુવા અધિકાર ન્યાય ચળવળ હેઠળ યુવરાજસિંહ જાડેજા દ્વારા 2014 બાદ રદ થયેલી અને ગેરરીતિ થયેલી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાના પુરાવા PMOમાં જમા કરાવી કાર્યવાહી કરવા અપીલ કરી છે. અને 2014 બાદની પરીક્ષામાં ઉમેદવારોની રજૂઆત પર CBIથી તપાસ કરાવામાં આવે. 2014 પછી કરેલા ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન CBI દ્વારા તપાસમાં આવે. ઉપરાંત વર્તમાન કૌભાંડમાં ATS દ્વારા તપાસમાં યુવાનો પાસે રહેલા પુરાવા આપવા માગે છે અને નાની માછલીઓ સાથે મોટા મગરમચ્છોને પણ પકડવામાં આવે તેની માગણી કરાઈ છે.
ADVERTISEMENT
સરકારી પેપર ફોડનારા સામે કાયદો બનાવવા માંગ
યુવરાજસિંહ દ્વારા પેપર ફોડનારાઓ સામે રાજદ્રોહ જેવા કાયદા લાવવામાં આવે. અને કાયદામાં કોઈપણ વગદાર વ્યક્તિ લાગવગ કે ઓળખાણથી છટકી ન શકે તે પ્રકારે બનાવવામાં આવે. 2014થી ફૂટેલા તમામ પેપરમાં આરોપીઓને આ કાયદા હેઠળ સજા કરવામાં આવે. ઓછામાં ઓછા 3 વર્ષ બીન જામીન પાત્ર ગુનો નોંધવામાં આવે. ઉમેદવારની ઉમેદવારી આજીવન માટે રદ કરો. પેપર ફોડનારને ઓછામાં ઓછી 1 વર્ષ બિનજામીન પાત્ર સજા અને આજીવન કેદની સજા તથા પેપર ખરીદનાર ઉમેદવારને 6 મહિનાની બિનજામીન પાત્ર અને પાંચ વર્ષની સજા થાય તેવો કાયદો બનાવવા માંગ.
પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવે
તેમણે કહ્યું, સરકારે 100 દિવસમાં ફરી પરીક્ષા લેવાની જાહેરાત કરી છે. મને એ નથી સમજાતું કે 100 દિવસમાં તેઓ એવી કઈ વ્યવસ્થા લાવશે કે પેપર લીક નહીં થાય. ભૂતકાળમાંથી બોધપાઠ લીધો હોત તો આપણે આ ચર્ચા ન કરવી પડી હોત. આ વિશે બીજો વિકલ્પ છે કે પરીક્ષાના બે તબક્કા કરી દેવા જોઈએ. ગ્રામ પંચાયતની ભરતી એવી છે જેમાં તમે MCQ આપો એટલે સીધી નોકરી મળી જાય. બીજી કોઈ ટેસ્ટ નથી આવતી. તેમાં બે ચરણ કરી દેવા જોઈએ. પ્રીલિમરીનું માનો કે પેપર ફૂટ્યું પણ એને મુખ્ય પરીક્ષા આપવા બેસાડો અને તે વ્યક્તિ મુખ્ય પરીક્ષામાં પાસ થાય તો તેને સિલેક્ટ કરો.
ADVERTISEMENT
ADVERTISEMENT