EXCLUSIVE: યુવરાજ સિંહે કોંગ્રેસને ભાજપની નાની બહેન જણાવી, રોજગાર યાત્રા પર કર્યો મોટો ઘટસ્ફોટ…
અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં આગામી કેટલાક મહિનાઓમાં વિધાનસભા ચૂંટણીનો શંખનાદ થશે. તેવામાં અત્યારે આમ આદમી પાર્ટી એક્ટિવ મોડમાં આવી ગી છે. આ દરમિયાન AAPના યુવા નેતા…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં આગામી કેટલાક મહિનાઓમાં વિધાનસભા ચૂંટણીનો શંખનાદ થશે. તેવામાં અત્યારે આમ આદમી પાર્ટી એક્ટિવ મોડમાં આવી ગી છે. આ દરમિયાન AAPના યુવા નેતા યુવરાજ સિંહ રોજગાર યાત્રા કાઢી રહ્યા છે. જેમાંથી તેઓ રોજગારી ભથ્થુ આપી લોકોને મદદ કરવાની ગેરન્ટી આપી રહ્યા છે. તેઓ 3 હજાર રૂપિયાનું બેરોજગારી ભથ્થું આપવાની પણ ગેરન્ટી આપી છે. આની સાથે કડક કાયદો પાસ કરી ભવિષ્યમાં પેપર લીક ન થાય એની કામગીરી હાથ ધરશે. આની સાથે તેમણે કોંગ્રેસ અને ભાજપ પર પણ આકરા પ્રહારો કર્યા હતા.
આપ ગાજશે એવી વરસશે ખરી
ચૂંટણીના પરિણામોમાં આપ ટકી શકશે અથવા કેવી રીતે એના પર યુવરાજ સિંહે જણાવ્યું કે કોંગ્રેસ ભાજપની નાની બહેન જેવું છે. ભાજપ અને કોંગ્રેસ બંને વચ્ચે મિલીભગત ચાલે છે. આમ આદમી પાર્ટીની લહેર એક તોફાન જેવી છે. આ ગામડા ગામડાથી પ્રતિભાવ અદભૂત મળી રહ્યો છે. ગામડાના લોકોની બહેનોએ અમને જણાવ્યું કે અમને સબસીડિ નથી મળી રહી, વિધવા પેન્શન નથી મળી રહ્યું એનાથી લોકો કંટાળી ગયા છે.
ADVERTISEMENT
કોંગ્રેસે એવું કીધું કે ભાજપની B ટીમ AAP છે…
યુવરાજ સિંહે આ સવાલ પર જણાવ્યું કે કોંગ્રેસ અત્યારસુધી ક્યારેય ગ્રાઉન્ડ પર નહોતી દેખાઈ. વિપક્ષ તરીકે મોંઘવારી, પેપર લીક બધામાં કોંગ્રેસ પાર્ટી નિષ્ફળ રહી છે. કોંગ્રેસનો પરચો હવે ગ્રાઉન્ડ લેવલ પર રહ્યો નથી. કોણ B ટીમ છે એ જનતાને ખબર જ છે.
લોકોને આપેલા વચન AAP પાળતી નથી એના વિશે શું કહેશો..
યુવરાજ સિંહે કહ્યું કે જનતા જાણે છે કે કઈ પાર્ટી માત્ર જાહેરાતોમાં જ જોવા મળી રહી છે. જુઠ્ઠાણા ફેલાવવા ભાજપનું કામ છે. અમે તમામ ગેરન્ટી આપી દીધી છે. શિક્ષણ-આરોગ્યથી લઈ તમામ મુદ્દે અમે ગેરન્ટી આપી છે. આ વચનો નથી. દિલ્હીનું શિક્ષણ મોડલ અપનાવવા માટે વિશ્વભરની સંસ્થા કાર્યરત છે. અમે ગ્રાઉન્ડ લેવલનું કામ કરીને રોડ મેપ તૈયાર કરી રહ્યા છીએ.
ADVERTISEMENT
ADVERTISEMENT