Ahmedabad માં યુવકને મજાક ભારે પડી, રિવોલ્વર ખાલી હોવાનું માની સ્ટંટ કરતા મળ્યું મોત
Ahmedabad News: હાલમાં પ્રખ્યાત થવા માટે લોકો શું શું કરે છે? સોશિયલ મીડિયા પર રીલ્સ અપલોડ કરવાની લત પણ યુવાનોમાં ખૂબ જોવા મળી રહી છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
સ્ટંટ કરતા થયેલા ફાયરિંગમાં યુવકનું મોત
પોતાની જાતે જ રિવોલ્વરથી ફાયરિંગ કરતા મૃત્યુ થયું
રિવોલ્વર ખાલી હોવાનું માની સ્ટંટ કરતા મળ્યુ મોત
Ahmedabad News: હાલમાં પ્રખ્યાત થવા માટે લોકો શું શું કરે છે? સોશિયલ મીડિયા પર રીલ્સ અપલોડ કરવાની લત પણ યુવાનોમાં ખૂબ જોવા મળી રહી છે. રીલ્સમાં કેટલાક લોકો ડાન્સ કરે છે તો કેટલાક સ્ટંટ કરે છે. પરંતુ આ સ્ટંટ કેટલા મોંઘા હોઈ શકે તેનું જીવંત અમદાવાદમાંથી સામે આવ્યું છે, અમદાવાદમાં સ્ટંટ કરતા થયેલા ફાયરિંગમાં 36 વર્ષીય યુવક દિગ્વિજયસિંહ ઉર્ફે ભોલા રાજપૂતનું મોત થયું છે. હાલ વેજલપુર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
જાતે જ રિવોલ્વરથી ફાયરિંગ કરતા મોત
મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલી રૂપેસ સોસાયટીમાં રિવોલ્વર ખાલી હોવાનું માનીને સ્ટંટ કરતા દિગ્વિજય સિંહ રાજપૂત (ઉં.વ 36)નું મોત નિપજ્યું છે. દિગ્વિજયસિંહ રાજપૂત નામના યુવકે પોતાની જાતે જ રિવોલ્વરથી ફાયરિંગ કરતા મોત નીપજ્યું છે. આ અંગેની જાણ થતાં જ વેજલપુર પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે. વેજલપુર પોલીસની ટીમ FSLની ટીમને સાથે રાખીને તપાસ કરી રહી છે.
મૃતકે નશાની હાલતમાં ફાયરિંગ કરી દીધું હોવાની પણ ચર્ચા
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક કોલસેન્ટરના વ્યવસાય સાથે જોડાયેલ હોવાનુ સામે આવ્યું છે. બે શખ્સો હથિયાર સાથે મજાક કરતા ફાયરિંગ થઈ ગયું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. મૃતકે નશાની હાલતમાં ફાયરિંગ કરી દીધું હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. જોકે, હાલ આ સમગ્ર મામલે પોલીસ ઝીંણવટભરી તપાસ કરી રહી છે. તપાસ બાદ જ ચોક્કસ હકીકત સામે આવશે.
ADVERTISEMENT
વેજલપુર પોલીસ કરી રહી છે તપાસ
વેજલપુર પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે અને તપાસ હાથ ધરી છે. તો એફએસએલની ટીમ પણ કામે લાગી છે. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
ADVERTISEMENT