યોગી આદિત્યનાથે કહ્યું- મોદી હે તો મુમકિન હે; આ સ્લોગન નહીં વાસ્તવિકતા છે, કોંગ્રેસ પર પણ કર્યા પ્રહારો

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરતઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. આની સાથે ભાજપે મોટાભાગના ઉમેદવારોની યાદી પણ બહાર પાડી દીધી છે ત્યારે હવે યોગી આદિત્યનાથ ગુજરાત પ્રવાસે આવ્યા છે. આ દરમિાયન તેમણે ગુજરાતની આર્થિક રાજધાની સુરત ખાતે સભા સંબોધી હતી. અહીં તેમણે વડાપ્રધાન મોદી સહિત મહાત્મા ગાંધીનો ઉલ્લેખ કર્યો હતો. તેમના સંબોધનના મહત્ત્વપૂર્ણ અંશ પર નજર કરીએ…

યોગીએ સુરતને નમન કર્યું…
યોગી આદિત્યનાથે કહ્યું કે હું ગુજરાતની આર્થિક રાજધાની સુરતને નમન કરું છું. ગુજરાત રાજ્ય દેશનું ગૌરવ છે, સ્વાતંત્ર્ય સંગ્રામને આગળ ધપાવવા માટે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું નેતૃત્વ ઘણું મહત્ત્વપૂર્ણ રહ્યું હતું. 1947માં ભારત આઝાદ થયું. ગુજરાતના વીર સપૂત સરદાર વલ્લભભાઈ પટેલે 563થી વધુ રજવાડાઓને એક કરીને ભારતમાં જોડવાનું કામ કર્યું હતું. આની સાથે અત્યારે દુનિયાના લોકપ્રિય નેતા તરીકે નરેન્દ્ર મોદી છે એ પણ ગુજરાતના જ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે ઓળખાય છે. PM મોદીએ બાલીમાં G20નું નેતૃત્વ કર્યું. આપણે આઝાદીની ચળવળ જોઈ નથી, પરંતુ કોંગ્રેસનો સ્વભાવ હતો કે તે આઝાદી કે અન્ય કોઈ ઉત્સવમાં સાથે લઈને ચાલ્યુ જ નથી.

ADVERTISEMENT

મોદી હે તો મુમકિન હે, આ વાસ્તવિકતા છે- યોગી
યોગી આદિત્યનાથે કહ્યું કે આઝાદીના 75 વર્ષ નિમિત્તે વડાપ્રધાને દરેક ઘરમાં ત્રિરંગો ફરકાવીને સૌને ગર્વની અનુભૂતિ કરાવી છે. મોદી હૈ તો મુમકીન હૈ, આ કોઈ સ્લોગન નથી, આ એક વાસ્તવિકતા છે. જે કોંગ્રેસ 55 વર્ષમાં ન કરી શકી, PM મોદીએ તમામ સમસ્યાઓનો અંત લાવીને ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું છે.

મંદિર માટે સૌથી પહેલું દાન સુરતથી આવ્યું- યોગી
યોગી આદિત્યનાથે વધુમાં જણાવ્યું કે સૌ પ્રથમ સુરતના વેપારીઓએ મંદિર માટે દાન મોકલ્યું હતું. રામ મંદિરનું નિર્માણ કાર્ય 2023માં પૂર્ણ થશે જે ભારતનું રાષ્ટ્રીય પ્રતીક હશે. વિશ્વનાથ મંદિર, સોમનાથ, દ્વારકા સહિત કાશીમાં વિશ્વનાથ મંદિરનું નિર્માણ પીએમ મોદીના વિઝનને કારણે થયું છે. વડાપ્રધાનના નેતૃત્વમાં દરેક ગુજરાતી અને ભારતીય ગર્વ અનુભવી રહ્યા છે. બ્રિટનને પછાડીને હવે ભારત પાંચમી અર્થવ્યવસ્થા બની ગયું છે.

ADVERTISEMENT

કોરોના કાળમાં લોકોની પડખે ઉભા રહ્યા- યોગી
કોરોના કાળમાં અન્ય રાજકીય પક્ષોના લોકો ઘરની બહાર નહોતા નીકળતા. ત્યારે PM મોદીના માર્ગદર્શનથી દેશને પ્રેરણા મળી, વડાપ્રધાને ફ્રી રાશન, ફ્રી કોવિડ ટેસ્ટની સુવિધા પૂરી પાડી હતી.

ADVERTISEMENT

With Input: સંજયસિંહ રાઠોડ

    follow whatsapp

    ADVERTISEMENT