યોગી આદિત્યનાથે કહ્યું- કોંગ્રેસનું વિસર્જન નિશ્ચિત, કોવિડ સમયે કેટલાક નેતાને ઈટાલી યાદ આવ્યું…

ADVERTISEMENT

gujarattak
social share
google news

પોરબંદરઃ ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે ત્યારે ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારી દીધા છે. તેવામાં યોગી આદિત્યનાથે પોરબંદરથી જનસંબોધનમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું છે કે જનતાના કપરા સમયમાં ભાજપ સરકાર જ સાથે આવી હતી. કોંગ્રેસ તો ક્યાંય દેખાતી પણ નહોતી. વળી ઉત્તર પ્રદેશમાં તો કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે. તેમણે ગાંધીજીનો ઉલ્લેખ કરી કહ્યું કે અગાઉ મહાત્મા ગાંધીએ કોંગ્રેસને વિસર્જિત કરવા જણાવ્યું હતું. હવે એનો સમય આવી ગયો છે. આની સાથે તેમણે નામ લીધા વિના જણાવ્યું કે કોવિડ સમયે કેટલાક નેતાઓને ઈટાલી યાદ આવ્યું હતું.

યોગી આદિત્યનાથે ગુજરાતી ભાષામાં જનતાને પૂછ્યું કે…
શું તમે બધા ભાજપને ભવ્ય જીત આપશો, હાથ ઉંચા કરી સમર્થન આપો…

યોગી આદિત્યનાથે કહ્યું કે…
જનતા સાથેના સંબોધનમાં યોગી આદિત્યનાથે કહ્યું કે ભાજપ સંકટ સમયે તમારા સાથે ઊભી રહી છે. ભાજપ જે બોલે છે એ કરી બતાવે છે. પરંતુ કોંગ્રેસ જે બોલે છે તે કરતી નથી. કોંગ્રેસ ક્યારેય સંકટ સમયે નથી સામે આવતી. ગાંધીજીએ કહ્યું હતું કે કોંગ્રેસને વિસર્જિત કરી દેજો. હવે બાપુની આ ઈચ્છા પૂરી કરવાનો સમય આવી ગયો છે.

યોગી આદિત્યનાથના કોંગ્રેસ પર આકરા પ્રહારો…
તેમણે વધુમાં કોંગ્રેસ વિશે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં 25 કરોડની વસતિ છે. જેમાં 403 વિધાનસભા સીટ છે અને અહીં કોંગ્રેસના માત્ર 2 સભ્યો છે. તેના પર વધુ તંજ કસતા તેમણે કહ્યું કે રામ નામ સત્ય હે કહેવા માટે પણ 4 લોકો જોઈએ ઉત્તર પ્રદેશમાં તો કોંગ્રેસના એટલા સભ્યો પણ નથી રહ્યા. હવે ટૂંક સમયમાં કોંગ્રેસનું વિસર્જન નિશ્ચિત હોવાનો દાવો પણ યોગી આદિત્યનાથે કર્યો હતો.

ADVERTISEMENT

ગુજરાત સુરક્ષાનું મોડલ બન્યું…
યોગી આદિત્યનાથે કહ્યું કે છેલ્લા 20 વર્ષથી ગુજરાતમાં કર્ફ્યુ નથી, કોઈ સુરક્ષામાં છીંડુ પણ પડ્યું નથી. હવે ગુજરાત વિકાસ અને સુરક્ષાનું મોડલ બન્યું છે. અત્યારે તે દેશ અને દુનિયા સામે મોડલ બન્યું છે. આદિત્યનાથે વધુમાં કહ્યું કે કોરોના કાળમાં જો કોંગ્રેસની સરકાર હોત તો વેક્સિન અને સારવારના રૂપિયા પણ ખાઈ ગયા હોત. કોવિડ સમયે તેઓ જનતાની સમક્ષ હાજર પણ નહોતા રહ્યા.

દેશમાં સંકટ હોય ત્યારે ભાઈ બહેનોને નાના અને નાનીનું ઘર યાદ આવે છે. ત્યારે કોંગ્રેસના નેતાઓને ભારત નહીં ઈટાલી યાદ આવે છે. આવી રીતે આડકતરો વાર યોગી આદિત્યનાથે કર્યો હતો. આની સાથે તેમણે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દરમિયાન રાષ્ટ્રગીત સિવાય અન્ય ગીત વાગી ગયું હોવાની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT