વડોદરાની માંજલપુર બેઠક પર BJPના ઉમેદવાર ફાઈનલ! MLAનો ફોન આવ્યાનો દાવો, આજે ફોર્મ ભરશે
વડોદરા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માટે આ વખતે વિરોધના વંટોળ વચ્ચે તમામ 182 બેઠકો પર મૂરતિયાઓ નક્કી કરવાનો ટાસ્ક ખૂબ કપરો હતો. ફોર્મ ભરવાના છેલ્લા…
ADVERTISEMENT
વડોદરા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માટે આ વખતે વિરોધના વંટોળ વચ્ચે તમામ 182 બેઠકો પર મૂરતિયાઓ નક્કી કરવાનો ટાસ્ક ખૂબ કપરો હતો. ફોર્મ ભરવાના છેલ્લા દિવસ સુધી વડોદરાની માંજલપુર બેઠક પરથી ઉમેદવાર નક્કી થઈ શક્યો નથી. આ વચ્ચે ભાજપના વર્તમાન ધારાસભ્ય યોગેશ પટેલે દાવો કર્યો છે કે તેમને માંજલપુરથી ચૂંટણી લડવા માટે ફોન આવ્યો છે.
આઠમી વખત યોગેશ પટેલને ટિકિટ મળશે
યોગેશ પટેલે જાહેરાત કરતા જણાવ્યું કે, માંજલપુરથી ભાજપમાંથી આજે ફોર્મ ભરીશ. પાર્ટીએ મારા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. યોગેશ પટેલ છેલ્લી બે ટર્મથી માંજલપુર બેઠક પરથી ચૂંટણી જીતતા આવ્યા છે. આ અગાઉ તેઓ 4 વખત રાવપુરા બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. ત્યારે પાર્ટીએ તેમના પર વધુ એક વખત પસંદગીનો કળશ ઢોળ્યો છે. ત્યારે તેમણે વધુમાં વધુ વોટથી જીતવાની આશા વ્યક્ત કરી હતી.
ભાજપમાં 39 જેટલા ધારાસભ્યોની ટિકિટ કપાઈ
નોંધનીય છે કે, ભાજપે આ વખતે પોતાના 39 જેટલા ધારાસભ્યોની ટિકિટ કાપી છે અને તેમના સ્થાને નવા ચહેરાઓને તક આપી છે. એવામાં ઘણી જગ્યાઓથી સ્થાનિક સ્તરે ભાજપમાં રોષ અને વિરોધના સૂર ઉઠ્યા હતા. વડોદરામાંથી જ ભાજપના બે ધારાસભ્યો અપક્ષમાંથી ચૂંટણી લડવા તૈયાર થઈ ગયા છે. જ્યારે કમલમ ખાતે પણ અન્ય નેતાઓના નારાજ કાર્યકરોએ બે દિવસ પહેલા હંગામો કર્યો હતો, અને કમલમના ઈતિહાસમાં પહેલીવાર તેના દરવાજા બંધ કરવા પડ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT