યજ્ઞેશ દવેના AAP પર પ્રહાર, ગુજરાતમાં 80% સરકારી શાળા; પ્રાઈવેટાઈઝેશન દિલ્હીમાં થયું છે
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના મતદાનને ગણતરીનો સમય બાકી રહ્યો છે. ત્યારે 29 નવેમ્બરે GUJARAT TAK બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન ભાજપના નેતા યજ્ઞેશ…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના મતદાનને ગણતરીનો સમય બાકી રહ્યો છે. ત્યારે 29 નવેમ્બરે GUJARAT TAK બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન ભાજપના નેતા યજ્ઞેશ દવેએ આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા હતા. તેમણે શાળા અને એજ્યુકેશન સિસ્ટમ મુદ્દે આમ આદમી પાર્ટી પર દાવા કર્યા હતા. યજ્ઞેશ દવેએ કહ્યું કે ગુજરાતમાં 80 ટકા શાળાઓ સરકારી છે. જાણો તેમના નિવેદનના મહત્ત્વપૂર્ણ અંશ…
શિક્ષણનું પ્રાઈવેટાઈઝેશન દિલ્હીમાં થયું- યજ્ઞેશ દવે
20 હજાર શાળાઓને અપગ્રેડ કરવાની વાત પર યજ્ઞેશ દવેએ કહ્યું કે આમ આદમી પાર્ટી આ મુદ્દે સવાલ કરે છે, એના પર તેમનો અધિકાર નથી. ગુજરાતમાં 52 હજાર શાળાઓ છે જેમાંથી 40 હજાર શાળાઓ સરકારી છે, 1200 સેન્ટ્રલ અને 10 હજાર પ્રાઈવેટ શાળાઓ છે. ગુજરાતમાં 80 ટકા શાળાઓ સરકારી છે, જ્યારે દિલ્હીમાં 50 ટકા શાળાઓ સરકારી છે. શિક્ષણનું પ્રાઈવેટાઈઝેશન દિલ્હીમાં થયું છે અહીં થયું નથી.
યજ્ઞેશ દવેએ કહ્યું… કોરોનાના સમયમાં 8 હજાર શાળાઓનું સ્કૂલ ઓફ એક્સિલેન્સ કરાયુ અને વિદ્યાર્થીઓને ઘરે બેઠા પણ શિક્ષણ મળ્યું છે. વિદ્યાર્થીઓના ભણતરમાં સારી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT