ઘાવ હજુ રૂઝાયા નથી…ઝૂલતા પૂલના મૃતકોને ન્યાય મળે એ માટે મૌન રેલી યોજાઈ; સ્થાનિકોએ શ્રદ્ધાંજલી પાઠવી

ADVERTISEMENT

gujarattak
social share
google news

મોરબીઃ ઝૂલતો પૂલ તૂટી પડતા 135 લોકોના કમકમાટી ભર્યા મોત થયા હતા. જેમના મૃતાત્માઓના શાંતિ માટે આજે મોરબીમાં મૃતકોના પરિવારજનોએ મૌન રેલી યોજી શ્રદ્ધાંજલી પાઠવી હતી. આજથી એક મહિના પહેલા એટલે કે 30 ઓક્ટોબર 2022એ મોરબીનો 140થી વધુ વર્ષ જૂનો ઝૂલતો પુલ મચ્છુ નદીમાં ગરકાવ થઈ ગયો હતો. પુલ પર હાજર મોટાભાગના લોકો પાણીમાં ડૂબી ગયા હતા, જ્યારે સદનસીબે થોડા ઘણા લોકો જીવ બચાવી શક્યા હતા. તેવામાં ઝૂલતા પુલ દુર્ઘટનાનાં મૃતકોની આત્માની શાંતિ માટે સ્થાનિકોએ મૃતકોને શ્રદ્ધાંજલી આપવા માટે પોસ્ટર સાથે મૌન રેલી યોજી હતી.

સામાજિક આગેવાનો રેલીમાં જોડાયા…
ઉલ્લેખનીય છે કે ઝૂલતા પુલની દુર્ઘટનાની આજે માસિક પુણ્યતિથિ છે ત્યારે મૃતકોના પરિવાર દ્વારા મૌન રેલી યોજવામાં આવી હતી. આના દ્વારા તેમણે શ્રદ્ધાંજલી પાઠવી હતી. આ મૌન રેલીમાં મૃતકોના પરિવારજનોએ પોસ્ટર લઈને માર્ગ પર ભ્રમણ કર્યું હતું. જેમાં સામાજિક આગેવાનો અને મૃતકોના પરિવારજનો જોડાયા હતા.

ADVERTISEMENT

માસિક પુણ્યતિથિએ ન્યાયની માગ કરી…
આ મૌન રેલી નજર બાગથી ઝૂલતા પુલ સધી યોજવામાં આવી હતી. મૃતકોના પરિવારજનોએ માસિક પૃણ્યતિથિ નિમિત્તે મૌન રેલી યોજીને ન્યાયની માગ કરી હતી. આના પરથી સ્પષ્ટ સંકેત મળી રહ્યો છે કે હજુ સુધી જે કાર્યવાહી થઈ રહી છે એનાથી સ્થાનિકોમાં અસંતોષ છે.

With Input: Rajesh Ambaliya

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT