મહિસાગર જિલ્લામાં કોંગ્રેસની વધી ચિંતા, આ દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું

ADVERTISEMENT

udesinh
udesinh
social share
google news

વિરેન જોશી, મહીસાગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. રાજકીય પક્ષો સાથે ચૂંટણી પંચ પર વિધાનસભાની ચૂંટણીને લઈ તડામાર તૈયારી કરી રહી છે. ગુજરાતમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ચૂકી છે ત્યારે તોડ-જોડની રાજનીતિએ વેગ પકડ્યો છે. અનેક નેતાઓની નારાજગી સામે આવી રહી છે અને પક્ષપલટાનો દોર શરૂ થઈ ચૂક્યો છે આ સાથે કોંગ્રેસના આગેવાનો અને નેતાઓ દિવસે ને દિવસે રાજીનામાં આપી રહ્યા છે. ત્યારે મહિસાગર જિલ્લામાં કોંગ્રેસમાં સતત મુશ્કેલી વધી રહી છે. મહિસાગરમાં જિલ્લા કોંગ્રેસ મહામંત્રી બાદ હવે જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ ઉદેસિંહ ચૌહાણ એ આપ્યું રાજીનામુ ધરી દીધું છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમાવો જામી રહ્યો છે. કોંગ્રેસ એક સાંધે ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ માંથી પસાર થઈ રહ્યું છે. કોંગ્રેસનો ગઢ ગણાતી બાલાસિનોર વિધાનસભામાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. મહીસાગર જિલ્લા ઉપપ્રમુખ ઉદેસિંહ ચૌહાણએ કોંગ્રેસ માંથી રાજીનામું આપી દીધું છે. આ અગાઉ મહીસાગર જિલ્લા કોંગ્રેસના મહામંત્રી રાજીનામું આપી આગામી સમયમાં પોતાના કાર્યકર્તા સાથે આમ આદમી પાર્ટીમાં જોડાય શકે છે.

પક્ષમાં વ્હાલા- દવલાની નીતિ
મહીસાગર જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ છેલ્લા કેટલાય સમયથી ઉદેસિંહ ચૌહાણ કોંગ્રેસથી નારાજ હતા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી તથા મહીસાગર જીલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ પદેથી આપ્યું રાજીનામું ધરી દીધું છે. તેમણે કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું કે, પાર્ટીને વફાદાર હોવા છતાં અનાદર કરવામાં આવી રહ્યો છે. ધારાસભ્ય તથા પક્ષના વરિષ્ઠ સંગઠનના હોદ્દેદારો તરફથી કોઈ પદની કે પક્ષની કામગીરી કરવા સહકાર મળતો નથી. પક્ષ તરફથી ઉભા રાખવામાં આવતા ઉમેદવારોને જીતાડવા માટે કાયમ માટે મહેનત કરી છે.

ADVERTISEMENT

કોંગ્રેસ પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે, અમુલ ડેરીના ડીરેક્ટરની ચુંટણીમાં કોંગ્રેસની પેનલમાં ઉમેદવાર હોવા છતાં પક્ષના આગેવાનો દ્વારા તેમને જીતાડવામાં કોઈ ભૂમિકા ભજવવામાં આવી ન હતી.પક્ષમાં સતત કામ કરવા છત્તા વ્હલા – દવલાની નીતિ રાખી સતત અન્યાય કરી અવગણના કરવામાં આવે છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપી હવે ઉદેસિંહ ચૌહાણ પોતાના તમામ કાર્યકર્તા ઓ ને સાથે રાખી આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે.

    follow whatsapp

    ADVERTISEMENT