ODI World Cup Finals: 1975થી 2019ની વચ્ચે ફાઈનલમાં કોણ બન્યું ‘પ્લેયર ઓફ ધ મેચ’? અહીં જાણી લો ઈતિહાસ
ODI World Cup 2023: વર્લ્ડ કપનો ઈતિહાસ હંમેશા ખૂબ જ રોમાંચક રહ્યો છે. પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટની અત્યાર સુધીમાં 12 આવૃત્તિઓ થઈ ચૂકી છે. દર વખતે ટૂર્નામેન્ટ…
ADVERTISEMENT
ODI World Cup 2023: વર્લ્ડ કપનો ઈતિહાસ હંમેશા ખૂબ જ રોમાંચક રહ્યો છે. પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટની અત્યાર સુધીમાં 12 આવૃત્તિઓ થઈ ચૂકી છે. દર વખતે ટૂર્નામેન્ટ દરમિયાન ફેન્સનો ઉત્સાહ બમણો જ રહ્યો છે. ફાઈનલ મેચનો ઈતિહાસ કંઈક અલગ છે. આ વર્ષે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચ પર વિશ્વભરના લોકોની નજર છે. ત્યારે આજે અમે આપને જણાવીશું વર્લ્ડ કપના ઈતિહાસની તમામ ફાઈનલ મેચોમાં કયા ખેલાડીઓ ‘પ્લેયર ઓફ ધ મેચ’ બન્યા છે, ચાલો જાણીએ આ વિશે….
(1) ક્લાઈવ લોઈડ – વેસ્ટ ઈન્ડિઝ – 85 બોલમાં 102 રન બનાવ્યા – બોલિંગમાં 38 રનમાં એક વિકેટ – ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ – લોર્ડ્સ – 1975
(2) વિવ રિચર્ડ્સ – વેસ્ટ ઈન્ડિઝ – 157 બોલમાં 138 રન – ઈંગ્લેન્ડ વિરુદ્ધ – લોર્ડ્સ – 1979
(3) મોહિન્દર અમરનાથ – ભારત – 80 બોલમાં 26 રન – બોલિંગમાં 12 રન આપીને 3 વિકેટ લીધી – વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ – લોર્ડ્સ – 1983
(4) ડેવિડ બૂન – ઓસ્ટ્રેલિયા – 125 બોલમાં 75 રન બનાવ્યા – ઈંગ્લેન્ડ વિરુદ્ધ – કોલકાતા – 1987
(5) વસીમ અકરમ – પાકિસ્તાન – 18 બોલમાં 33 રન બનાવ્યા – બોલિંગમાં 49 રન ખર્ચીને ત્રણ વિકેટ લીધી – ઈંગ્લેન્ડ વિરુદ્ધ – મેલબોર્ન – 1992
(6) અરવિંદ ડી સિલ્વા – શ્રીલંકા – 124 બોલમાં 107 રન બનાવ્યા – બોલિંગમાં 42 રન ખર્ચ્યા પછી ત્રણ વિકેટ લીધી – ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ – લાહોર-1996
(7) શેન વોર્ન – ઓસ્ટ્રેલિયા – બોલિંગમાં 33 રનમાં 4 વિકેટ – પાકિસ્તાન વિરુદ્ધ – લોર્ડ્સ – 1999
(8) રિકી પોન્ટિંગ – ઓસ્ટ્રેલિયા – 121 બોલમાં 140 રન બનાવ્યા – ભારત વિરુદ્ધ – જ્હોન્સબર્ગ – 2003
(9) એડમ ગિલક્રિસ્ટ – ઓસ્ટ્રેલિયા – 104 બોલમાં 149 રન બનાવ્યા – શ્રીલંકા વિરુદ્ધ – બ્રિજટાઉન – 2007
(10) એમએસ ધોની – ભારત – 79 બોલમાં અણનમ 91 – શ્રીલંકા વિરુદ્ધ – મુંબઈ – 2011
(11) જેમ્સ ફૉકનર – ઓસ્ટ્રેલિયા – બોલિંગમાં 36 રનમાં 3 વિકેટ – ન્યુઝીલેન્ડ વિરુદ્ધ – મેલબર્ન – 2015
(12) બેન સ્ટોક્સ – ઈંગ્લેન્ડ – 98 બોલમાં 84 રન બનાવ્યા – ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ – લોર્ડ્સ – 2019
ADVERTISEMENT
ADVERTISEMENT