અરવલ્લીમાં મહિલાને ‘ડાકણ’ કહી નિર્વસ્ત્ર કરીને જેઠ-જેઠાણી માર માર્યો, તાલિબાની સજાના CCTV સામે આવ્યા

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

હિતેશ સુતરીયા/અરવલ્લી: ગુજરાતમાં એકવીસમાં સદીમાં પણ અંધશ્રદ્ધાનું દૂષણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. ભિલોડાના ગઢીયા ગામમાં ડાકણના વહેમમાં એક મહિલાને તાલિબાની સજા આપવામાં આવી છે. મહિલાના જેઠ-જેઠાણી દ્વારા મહિલાને જ માર મારતા હોવાનો સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં મહિલાને ઢસડીને પેટ અને શરીર પર લાતો મારતા દેખાય છે. ચોંકાવનારી બાબત એ છે કે મહિલા ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસે ફરિયાદ લેવાની જ ના પાડી દીધી. જેથી મહિલાએ મોડાસા SPને રજૂઆત કરવા પહોંચી હતી.

આ પણ વાંચો: રાજકોટમાં નર્સ પર દુષ્કર્મનો પ્રયાસ, લોકોએ પોલીસની કામગીરી પર ઉઠાવ્યા સવાલો

ડાકણ કહીને મહિલાને ઘરમાંથી ઢસડીને બહાર લાવ્યા
ઘટનાની વિગતો મુજબ, ભિલોડાના ગઢીયા ગામમાં મહિલાના પતિ ડ્રાઈવરની નોકરી કરે છે, જેથી મોટાભાગે બહાર ગામ જ રહેતા હોય છે. મહિલા પોતાની બે દીકરી અને દીકરા સાથે ગામમાં રહે છે. 20મી જાન્યુઆરીના રોજ મહિલાની મોટી દીકરી મામાના ઘરે ગઈ હતી, જ્યારે બીજી દીકરી સ્કૂલે હતી અને દીકરો ઘરે હતો. દરમિયાન મહિલાના જેઠ-જેઠાણી તથા અન્ય લોકો સાથે ત્યાં લાકડી અને ધારિયા લઈને પહોંચ્યા અને ‘ડાકણ તું ઘરમાંથી બહાર આવ’ તેમ કહીને મહિલાને બહાર બોલાવી. જે બાદ મહિલા બહાર આવતા તેને ઢસડીને લઈ ગયા હતા અને તેને નિર્વસ્ત્ર કરીને ગડદા-પાટુનો માર માર્યો તથા લાકડીથી ઢોર માર માર્યો હતો અને તેમના ઘરની ચોપાડની કુંભી સાથે બાંધી દીધી હતી.

ADVERTISEMENT

પોલીસને જાણ કરવા પર દીકરીઓની આબરૂં લૂંટવાની ધમકી આપી
દીકરી સ્કૂલેથી પાછી આવતા તેને આ વાતની જાણ થઈ હતી. આથી તેણે 108 અને પોલીસને જાણ કર્યા બાદ મહિલાને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આરોપીઓએ મહિલાને ધમકી પણ આપી હતી તે, સાથે જ અશોક ભગોરા નામના આરોપીએ ધમકી આપી કે, મારી પત્ની પોલીસમાં છે, તારે જ્યાં જવું હોય ત્યાં જજે. અમે પૈસાથી બધું પતાવી દઈશું. મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવા ગઈ તો જમાદારે તેમની સહી લઈને કહી દીધું કે ફરિયાદ આવી ગઈ. મહિલાની ફરિયાદ છતાં આરોપીઓ સામે કોઈ પગલા નહોતા લેવાતા અને તેને ધમકી અપાતી કે, ‘જો પોલીસમાં જઈશ તો તને નિર્વસ્ત્ર કરીને મારી તેમ તારી દીકરીઓની આબરુ લૂંટીને તારા જેવી હાલત કરી નાખીશું.

ADVERTISEMENT

મહિલાએ ન્યાય માટે મોડાસા SPને રજૂઆત કરી
મહિલાએ પોતાના પર થયેલા અત્યાચાર મામલે કોઈ પગલા ન લેવાતા આખરે મોડાસા SPને રજૂઆત કરીને ન્યાય અપાવવા માગણી કરી છે. તેનો આક્ષેપ છે કે, અશોક ભગોરા નામના આરોપીની પત્ની પોલીસમાં હોવાથી આરોપીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. મહિલાને તાલિબાની સજા આપતા આરોપીઓનો એક વીડિયો પણ હાલમાં સામે આવ્યો છે. જેમાં તેની સાથે ક્રૂરતા ભરી હરકત કરતા આરોપીઓ દેખાય છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

 

    follow whatsapp

    ADVERTISEMENT