‘તારું બાળક મને આપીશ તો આખી જિંદગી તારું ધ્યાન રાખીશ’, પેટે ઓશિકું બાંધીને ફરતી મહિલાએ નણંદનું બાળક માગ્યું
અમદાવાદ: શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લગ્નના 6 વર્ષ બાદ પણ પરિણીતાને ગર્ભ નહોતો રહેતો. આથી સાસરીયાના ત્રાસથી બચવા માટે પતિએ પોતે બહેન…
ADVERTISEMENT
અમદાવાદ: શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લગ્નના 6 વર્ષ બાદ પણ પરિણીતાને ગર્ભ નહોતો રહેતો. આથી સાસરીયાના ત્રાસથી બચવા માટે પતિએ પોતે બહેન માનેલી વિધવા મહિલા પ્રેગ્નેટ હતી. આથી બહેનનું બાળક અપનાવવાનો પ્લાન કર્યો હતો. જેથી પરિણીતા સાસરીયાને પ્રેગ્નેન્સીનો વિશ્વાસ અપાવવા પેટ પર ઓશિકું બાંધીને ફરતી હતી. પરંતુ 8 મહિના વિતી ગયા બાદ વિધવા મહિલાએ પોતાનું સંતાન આપવાની ના પાડી દેતા પરિણીતાએ અભયમની મદદ લીધી હતી. જેથી અભયમની ટીમે કાઉન્સેલિંગ કરીને સમાધાન કરાવ્યું હતું.
લગ્નના 6 વર્ષે પણ સંતાન નહોતું થતું
ઘટનાની વિગતો મુજબ, અમદાવાદમાં રહેતી 32 વર્ષની પરિણીતાને લગ્નના 6 વર્ષ બાદ પણ સંતાન નહોતું થઈ રહ્યું. આથી તે સાસરીયા ત્રાસ આપશે તે વાતથી પરેશાન રહેતી હતી. બીજી તરફ પતિએ બહેન માનેલી વિધવા મહિલા પ્રેગ્નેટ હતી. આથી તેણે પતિની બહેનનું બાળક અપનાવવાનો પ્લાન કર્યો હતો. આ માટે તેણે નણંદને આખી જિંદગી તેનું ધ્યાન રાખવાનું જણાવ્યું હતું. આથી મહિલા માની ગઈ.
નણંદે કેમ પહેલા હા પાડીને પછી ના પાડી દીધી?
બીજી તરફ પરિણીતાએ પોતાના સાસરીમાં પ્રેગ્નેટ હોવાનું પણ જણાવી દીધું. દરમિયાન તે નણંદનું ઘરનું ભાડું, કરિયાણું તેમજ વાપરવાના પૈસા પણ આપતી. નણંદને ચેકઅપ માટે લઈ જવામાં આવે ત્યારે ફાઈલમાં પોતાનું નામ લખાવતી. આટલું જ નહીં પેટ પર ઓશિકું બાંધીને ફરતી હતી. જોકે 8 મહિના સુધી ચાલેલા આ નાટક બાદ આખરે નણંદની એક મિત્ર પ્રેમી સાથે ભાગી જગા પોલીસ ફરિયાદમાં તેનું નામ આવ્યું. જોકે પરિણીતાએ નણંદને કોઈ મદદ ન કરતા તેણે પોતાનું બાળક આપવાની ના પાડી દીધી. એવામાં પોતાનું નાટક બધાની સામે આવી જશે એવા ડરથી તેણે અભયમ હેલ્પલાઈનની મદદ માગી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT