સુરતમાં પત્નીએ હાથમાં લખ્યું, ‘જીવવું છે પણ પતિ બહુ હેરાન કરે છે’ અને પછી આપઘાત કરી લીધો
સુરત: સુરતના લિંબાયત વિસ્તારમાં મહિલાના આપઘાતનો એક ચોંકાવનારો મામલો સામે આવી રહ્યો છે. મહિલાએ પોતાના ઘરમાં જ ફાંસો ખાઈને આપઘાત કરી લીધો. મહિલા પોતાના પતિથી…
ADVERTISEMENT
સુરત: સુરતના લિંબાયત વિસ્તારમાં મહિલાના આપઘાતનો એક ચોંકાવનારો મામલો સામે આવી રહ્યો છે. મહિલાએ પોતાના ઘરમાં જ ફાંસો ખાઈને આપઘાત કરી લીધો. મહિલા પોતાના પતિથી ખૂબ પરેશાન હતી. તેણે આપઘાત કરતા પહેલા પોતાના હાથમાં જ મોતનું કારણ પણ લખ્યું. જેમાં લખ્યું હતું કે, હું જીવવા ઈચ્છું છું, પરંતુ મારો પતિ મને બહુ હેરાન કરી રહ્યો છે.
આ પણ વાંચો: રાજભારતી બાપુને હનીટ્રેપમાં ફસાવાયા હતા? મહંતના આપઘાત બાદ ગુરુએ કર્યો ચોંકાવનારો ઘટસ્ફોટ
હાથમાં આપઘાતનું કારણ લખી ફાંસો ખાધો
મહિલાનો પતિ રીક્ષા ચલાવવાનું કામ કરે છે. પત્નીએ રૂમની છત પર હુકમાં દુપટ્ટો બાંધીને ફાંસી લગાવીને આપઘાત કરી લીધો. ઝારખંડની રહેનારી આ મહિલા સુરતના લિંબાયતની ચોર્યાસી ડેરી પાસે આવેલા ગીતાનગરમાં પોતાના પતિ પ્રવિણ ગોસ્વામી સાથે રહેતી હતી. તેમને બે સંતાના છે અને 8 વર્ષ પહેલા જ પ્રવિણના લગ્ન તેની સાથે થયા હતા. ત્યારે મહિલાના આ રીતે જીવન ટૂંકાવી લેતા બે બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી દીધી છે. બીજી બાજુ આસપાસના વિસ્તારમાં પણ ભારે ચકચાર મચી જવા પામી છે.
ADVERTISEMENT
પતિ પરેશાન કરતો હોવાથી જીવન ટૂંકાવ્યું
આસપાસના પાડોશીઓએ જ્યારે મહિલાનો હુક પર લટકતા જોઈ તો 108 એમ્બ્યુલ્સને ફોન કરીને જાણ કરી હતી. જે બાદ ડોક્ટરે તપાસીને તેને મૃત જાહેર કરી દીધી હતી. મહિલાએ પોતાની હાથની હથેળીમાં જ હિન્દી ભાષામાં પતિ ખૂબ પરેશાન કરતો હોવાની વાત લખી હતી. હાલમાં પોલીસે મહિલાના આપઘાતના કેસમાં મામલો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT