મહેસાણામાં મોદીની સભામાં મહિલાને ચક્કર આવ્યા, નજર પડતા જ PMએ સૌથી પહેલા કર્યું આ કામ

ADVERTISEMENT

gujarattak
social share
google news

મહેસાણા: ગુજરાતમાં આજે PM મોદી ફરી એકવાર ચૂંટણી પ્રચાર માટે આવી પહોંચ્યા છે. તેમણે બપોરે મહેસાણામાં જનસભાને સંબોધી હતી. આ દરમિયાન PMની સભામાં એક મહિલાને ચક્કર આવી ગયા હતા. જોકે PM મોદીની નજર મહિલા પર પડતા જ તેમણે પોતાનું ભાષણ રોકી દીધું હતું અને મહિલાને પહેલા રૂમમાં લઈ જઈને ત્યાં બેસાડવા માટે સૂચન કર્યું હતું. આ પહેલા હિમાચલ પ્રદેશમાં પણ ચૂંટણી પ્રચાર બાદ સભાથી પાછા ફરતા સમયે PM મોદીએ એમ્બ્યૂલન્સને રસ્તો આપવા માટે પોતાનો કાફલો રોકાવી દીધો હતો.

મહેસાણામાં PMએ કોંગ્રેસ પર ફરી પ્રહાર કર્યા
વડાપ્રધાન મોદીએ પોતાની સભામાં આજે પણ કોંગ્રેસ પર ચાબખા માર્યા હતા. તેમણે કહ્યું કે, કોંગ્રેસનું મોડલ શું છે. કોંગ્રેસ મોડલ એટલે ખરબોનો ભ્રષ્ટાચાર, કોંગ્રેસ મોડલ એટલે ભાઈ-ભત્રીજા વાદ, વંશવાદ, પરિવારવાદ, જાતિ વાદ, સંપ્રદાયવાદ, વોટબેંક પોલિટિક્સ, આ જ કોંગ્રેસની ઓળખ છે. કોંગ્રેસ સત્તાની ટકી રહેવા ભાગલા પાડો, શહેરને ગામડા જોડે લડાવો, આ જ કર્યા કરવાનું. બીજી કરામત લોકોને પછાત જ રાખવાના. આ એમનું મોડલ. કોંગ્રેસના આ મોડલે ગુજરાતને તબાહ કર્યું પણ દેશ આખાને પણ બરબાદ કર્યો છે. ભાજપ એવી પાર્ટી છે જેના માટે વ્યક્તિ કરતા પક્ષ અને પક્ષ કરતા દેશ મહાન. આ અમારા સંસ્કાર છે.

ADVERTISEMENT

‘કોંગ્રેસની સરકારે વીજળી માગતા ખેડૂતોને ગોળીએ વિંધ્યા’
કોંગ્રેસની સરકાર હતી, વિધાનસભાનો ઘેરાવ કરવા ખેડૂતો નીકળ્યા હતા. ત્યારે વીજળી આપવાના બદલે સરકારે ગોળીએ દીધી હતી. અનેક જવાનોને મોતના ઘાટ ઉતારી દીધા હતા. 20-25 વર્ષના જવાનીયાઓને ખબર નહીં હોય. આ કોંગ્રેસનું મોડલ હતું. તમે વીજળી માગો અને ગોળીએ વિંધી નાખતા. અમે 20-22 વર્ષ પહેલા પાવર સેક્ટરમાં રિફોર્મ શરૂ કર્યા. 80 હજાર કિલોમીટર લાંબી ટ્રાન્સમિશનના નવા તાર નાખ્યા. ભાજપ સરકારે હજારો નવા ટ્રાન્સફોર્મર નાખ્યા. સેંકડો નવા સબસ્ટેશનો ઊભા કર્યા. 20 લાખ જેટલા નવા વીજળીના થાંભલા નાખ્યા. કોઈ દેશમાં કર્યું હોય એટલું ગુજરાતમાં કર્યુ. 20 વર્ષ પહેલા 55 લાખ આસપાસ વીજ કનેક્શન હતા. આજે 2 કરોડથી વધુ વીજ કનેક્શન છે. ખેતરના વીજ કનેક્શન 5 લાખથી ઓછા હતા. આજે 20 લાખથી વધુ છે.

    follow whatsapp

    ADVERTISEMENT