મહિલાએ માંગી સિગારેટ, ન મળી તો પેટ્રોલ પંપ પર જ સળગાવી દીધી કાર; VIDEO વાયરલ

ADVERTISEMENT

viral video news
viral video news
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ

point

મહિલાએ પેટ્રોલપંપ પર લગાવી દીધી આગ

point

સિગારેટ ન આપતા લાલઘુમ થઈ ગઈ મહિલા

Woman Sets Fire Car : સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થતા હોય છે. જેમાં કેટલાક વીડિયો રમુઝી હોય છે. તો કેટલાક વીડિયો લડાઈ-ઝઘડાના હોય છે. ત્યારે હાલ સોશિયલ મીડિયા પર એક વિચિત્ર વીડિયો વાયરલ થયો છે. જેમાં સિગારેટ માંગવા પર સિગારેટ આપવામાં ન આવતા મહિલાએ કારને જ આગ લગાવી દીધી. 

પેટ્રોલ પૂરાવી રહ્યો હતો યુવક

 

વીડિયોમાં જોઈ શકાય છે કે પેટ્રોલ પંપ પર એક શખ્સ પોતાની કારમાં પેટ્રોલ ભરાવી રહ્યો છે. આ દરમિયાન એક મહિલા તેની પાસે આવે છે અને તે શખ્સ પાસે કંઈક માંગે છે. જોકે, શખ્સ આપવાનો ઈનકાર કરે છે ત્યારે આ મહિલા ગુસ્સામાં લાલઘુમ થઈને કારમાં જ આગ લગાવી ચાંપી દે છે. જોત જોતામાં આખી કાર આગની ઝપેટમાં આવી જાય છે. 

ઈનકાર કરતા લગાવી દીધી આગ

 

વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે શખ્સે ઈનકાર કર્યો ત્યારે મહિલા થોડી દૂર ગઈ અને અચાનક કાર પાસે આવીને કાર સળગાવી દીધી.  કારની ફ્યૂલ ટેન્ક ખુલી હતી, જેથી આગ તરત જ ફેલાઈ ગઈ. પેટ્રોલના કારણે આગને ફેલાવામાં વધારે વાર ન લાગી.

ADVERTISEMENT

સિગારેટ ન આપતા મહિલા થઈ ગુસ્સે

 

એવું કહેવામાં આવી રહ્યું છે કે મહિલાએ કાર માલિક પાસે સિગારેટ માંગી હતી, પરંતુ કાર માલિકે સિગારેટ આપવાનો ઈનકાર કર્યો. જેના કારણે મહિલા ગુસ્સે થઈ ગઈ અને લાઈટરથી આગ લગાવી દીધી. હવે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેના પર લોકોની પ્રતિક્રિયા આવી રહી છે. 

પોલીસે કરી મહિલાની ધરપકડ

 

એક યુઝરે લખ્યું કે, આને સીધી જેલભેગી કરો, અન્ય એક યુઝરે લખ્યું કે એક સિગારેટના ચક્કરમાં આ શખ્સની કાર આગને હવાલે થઈ ગઈ. અન્ય એક યુઝરે લખ્યું કે કારનો માલિક સિગારેટ જ ન પીતો હોય તો બિચારો કેવી રીતે આપે. આપને જણાવી દઈએ કે, આ વીડિયો ઈઝરાયલનો કહેવામાં આવી રહ્યો છે. પોલીસે મહિલાની ધરપકડ કરી લીધી છે. 

ADVERTISEMENT


 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT