IPL 2023ની ફાઇનલમાં આ બંને ભાઈની થશે ટક્કર? આ રીતે રચાશે ઇતિહાસ
નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં પ્લેઓફનું ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સે 21 મે (રવિવાર)ના રોજ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી…
ADVERTISEMENT
નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં પ્લેઓફનું ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સે 21 મે (રવિવાર)ના રોજ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી છેલ્લી લીગ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટથી હરાવ્યું હતું. આ હારને કારણે RCB પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. જ્યારે પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે પ્લેઓફમાં પ્રવેશ કર્યો હતો. ગુજરાત ટાઇટન્સ, ચેન્નાઇ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ પહેલા જ પ્લેઓફમાં જગ્યા બનાવી ચૂકી છે.
હવે પ્રથમ ક્વોલિફાયર મેચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે 23 મેના રોજ રમાશે. બીજી તરફ, લખનૌ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ 24 મેના રોજ એલિમિનેટર મેચ રમશે. આ બંને મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. જો જોવામાં આવે તો આ વખતે IPLની ફાઇનલ મેચ પણ લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઇ શકે છે. જો કે, આ માટે બંને ટીમોએ કેટલાક સમીકરણો પોતપોતાના પક્ષમાં કરવા પડશે.
સૌથી પહેલા જો ગુજરાત ટાઈટન્સની ટીમ પ્રથમ ક્વોલિફાયરમાં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવશે તો તે ફાઈનલમાં પહોંચી જશે. આવી સ્થિતિમાં લખનૌ સુપર જાયન્ટ્સને એલિમિનેટર મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને હરાવવું પડશે, તો બીજી ક્વોલિફાયર મેચ (26 મે)માં લખનૌને ચેન્નાઈ સામે જીત મેળવવી પડશે. જો ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ ફાઇનલ મેચ (28 મે) રમે છે તો તે ખૂબ જ ખાસ હશે. આઈપીએલના 15 વર્ષના ઈતિહાસમાં આ પ્રથમ વખત બનશે કે જ્યારે બે ભાઈઓ ફાઈનલ મેચમાં સામસામે હશે અને કેપ્ટનશિપની જવાબદારી પણ સંભાળશે.
ADVERTISEMENT
હાર્દિક-કૃણાલ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે
IPL 2023માં હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પ્રદર્શન પર નજર કરીએ તો બંનેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે, તો કૃણાલ પંડ્યાએ બોલિંગમાં વધુ પ્રભાવ પાડ્યો છે. હાર્દિકે અત્યાર સુધી 13 મેચમાં 28.90ની એવરેજથી 289 રન બનાવ્યા છે અને 3 વિકેટ પણ લીધી છે. બીજી તરફ, ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાએ 14 મેચમાં 9 વિકેટ લેવા ઉપરાંત 20ની એવરેજથી 180 રન બનાવ્યા છે.
જો જોવામાં આવે તો ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સની આ માત્ર બીજી આઇપીએલ સિઝન છે. IPL 2022ની હરાજી પહેલા, હાર્દિકને ગુજરાત ફ્રેન્ચાઇઝીએ 15 કરોડ રૂપિયામાં સાઇન કર્યો હતો. બીજી તરફ, મોટા ભાઈ કૃણાલ પંડ્યાને IPLની હરાજી દરમિયાન લખનૌની ટીમે 8.25 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.
ADVERTISEMENT
હાર્દિક પંડ્યાને તેની પ્રથમ સિઝનમાં જ ગુજરાત ટાઇટન્સ દ્વારા તેની ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. હાર્દિકે ગુજરાતને ચેમ્પિયન બનાવ્યું. બીજી તરફ, કૃણાલને લખનૌ ટીમનો ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, જ્યારે ટીમની કમાન કેએલ રાહુલને સોંપવામાં આવી હતી. વર્તમાન સિઝનમાં કેપ્ટન કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થયા બાદ કૃણાલના હાથમાં કેપ્ટનસી આવી ગઈ હતી. કૃણાલ અને હાર્દિક ઘણા વર્ષોથી આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે સાથે રમ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT