વાંકાનેર બેઠકમાં આવશે રાજકીય વળાંક? જાણો આ બેઠકનો ઇતિહાસ અને સમીકરણ
અમદાવાદ:ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આડે હવે વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે. ગુજરાતમાં રાજકીય માહોલ તૈયાર થઈ ચૂક્યો છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી…
ADVERTISEMENT
અમદાવાદ:ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આડે હવે વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે. ગુજરાતમાં રાજકીય માહોલ તૈયાર થઈ ચૂક્યો છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ મેદાને ઉતરવાની તૈયારી પૂર જોશ સાથે કરી રહી છે. ગુજરાતમાં ત્રિ પાંખિયા જંગના ચોખટા ગોઠવાઇ ચૂક્યા છે. મતદારોને રિઝવવા અને પોતાના તરફ કરવાના અલગ અલગ પાસા ફેંકવાની શરૂઆત થઇ ચુકી છે ત્યારે સૌરાષ્ટ્રના મોરબી જિલ્લાની વાંકાનેર વિધાનસભાનું મહત્વ વધુ રહેશે. ગત ચૂંટણીમાં 1361 મતની લીડ સામે કોંગ્રેસ માટે અનેક પડકાર છે. કોંગ્રેસ પોતાનો ગઢ ટકાવી રાખશે કે ગુમાવશે તે 8 ડિસેમ્બરે જાહેર થશે.
મહંમદજાવેદ પીરઝાદાનો દબદબો
વાંકાનેર વિધાનસભા બેઠક પર છેલ્લા 15 પર વર્ષથી કોંગ્રેસનો દબદબો છે.મહંમદજાવેદ પીરઝાદા છેલ્લી ત્રણ ટર્મથી જિતતા આવ્યા છે.ગુજરાતમાં મોદીના શાસનકાળ દરમિયાન વર્ષ 2007 અને 2012માં પણ કોંગ્રેસે આ સીટ જાળવી રાખી હતી.
સમસ્યા
વાંકાનેર શહેર વિસ્તારમાં સ્થાનિકો ટ્રાફિક અને ગંદકીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે. ઉપરાંત ગામડાઓમાં આરોગ્ય સહિતના મુદ્દાઓ તથા યાત્રાધામ માટેલ અને જડેશ્વરનો વિકાસ કરવાનો મુદ્દો કેન્દ્ર બનીને રહેશે.
ADVERTISEMENT
વિવાદ
વર્ષ 2019માં કોંગ્રેસ ધારાસભ્ય મોહમ્મદ પીરઝાદા સહિત પાંચ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ 2012માં સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાના ગુના હેઠળ મોહમ્મદ પીરઝાદા પર એટ્રોસિટીનો ગુનો નોંધવામાં આવ્યો હતો. મોહમ્મદ પીરઝાદાએ ધરપકડ પર સ્ટે મેળવી લીધો હતો. સ્ટે હટ્યા બાદ પોલીસે કોંગ્રેસ ધારાસભ્ય મોહમ્મદ પીરઝાદાની ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી. ધરપકડ કરવાની કાર્યવાહી થતા મોહમ્મદ પીરઝાદા સહિત પાંચ લોકોએ આગોતરા જામીન મેળવી લીધા હતા.
2017નું ગણિત
વાંકાનેર વિધાનસભા સીટ જનરલ સીટ છે.2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જીતુ સોમાણી આ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર મહોમદ પીરઝાદા હતા. જેમાં કોંગ્રેસના ઉમેદવારને 71656 મત (39.52%) મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવારને 70491 મત (38.88%)મત મળ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર મહમદ પીરઝાદા 1361 જેટલી નાની લીડથી વિજેતા થયા હતા.
ADVERTISEMENT
શા માટે આ બેઠક હાલ ચર્ચામાં?
ADVERTISEMENT
વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને હારનો સ્વાદ ચખાડી મહોમદ પીરઝાદાએ વિધાનસભા તરફ આગે કુચ કરી હતી પરંતુ તે સમયે વાતાવરણ કોંગ્રેસ તરફી હતું. પરંતુ આ વર્ષેના સમીકરણો અલગ છે. આમ આદમી પાર્ટી પણ આ ચૂંટણીમાં મેદાને છે. આમ આદમી પાર્ટી માટેના વિભાજન કરશે તો કોંગ્રેસ માટે આ કપરા ચડાણ હશે. બીજી તરફ ભાજપ આ બેઠક કોંગ્રેસ પાસેથી છીનવવા પુરેપુરી મહેનત કરી લેશે. કોંગ્રેસ સત્તા ટકાવી રાખવા જંગ લડશે. આમ આદમી પાર્ટી આ નાની લીડને તોડી પોતાની તરફ મતદારોને કરવા પ્રયાસ હાથ ધરશે.
મતદાર
મોરબી જિલ્લાની વાંકનેર બેઠક પર 1,45,221 પુરુષ મતદાર છે, જ્યારે 1,35,983 સ્ત્રી મતદાર છે. જ્યારે અન્ય 1 મતદાર છે. આમ આ બેઠક પર કુલ 2,81,205 મતદારો છે. જે 1 ડિસેમ્બરે પોતાનો પ્રતિનિધિ પસંદ કરવા માટે મતદાન કરશે. જ્યારે 8 ડિસેમ્બરે જનાદેશ જાહેર થશે.
2022માં આ ઉમેદવારો છે મેદાને
વાંકાનેર-કુવાડવા વિધાનસભા બેઠક પર ફોર્મ પરત ખેંચવાની મુદત વીત્યા બાદ હવે ચુંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે જેમાં હવે ભાજપ, કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી, રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટી અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તેમજ આઠ અપક્ષ ઉમેદવારો સહીત ૧૩ મુરતિયાઓ ચુંટણી મેદાનમાં જોવા મળી રહ્યા છે અને ૧૩ ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ જામશે
01). મહંમદજાવેદ પીરઝાદા – કોંગ્રેસ
02). જીતેન્દ્રભાઈ સોમાણી – ભાજપ
03). વિક્રમ સોરાણી – આપ
04). ભુપેન્દ્ર સાગઠીયા – બ.સ.પા.
05). પ્રકાશ અજાડીયા -રા.જ.ક્રા.પા
06). મહેબુબભાઈ પીપરવાડીવા – અપક્ષ
07). નરેન્દ્ર દેગડા -અપક્ષ
08). નવીનભાઈ વોરા -અપક્ષ
09). હીનાબેન રૈયાણી -અપક્ષ
10). રમેશભાઈ ડાભી -અપક્ષ
11). મેરામભાઈ વરૂ -અપક્ષ
12). વલ્લભભાઈ વાઘેલા -અપક્ષ
13). જીતેશભાઈ શાંતોલા -અપક્ષ
રાજકીય ઇતિહાસ
વાંકાનેર બેઠક પર કુલ 13 વખત ચૂંટણી યોજાઇ છે. જેમાં 8 વખત કોંગ્રેસના ઉમેદવાર જીત્યા છે. જ્યારે 2 વખત ભાજપના ઉમેદવાર જીત્યા છે. 2 વખત અપક્ષ ઉમેદવાર જીત્યા છે અને 1 વખત SWA પક્ષના ઉમેદવાર જીત્યા છે.
વર્ષ – જીત મેળવનાર ઉમેદવાર- પક્ષ
2017- મોહમ્મદ પીરઝાદા- કોંગ્રેસ
2012- મોહમ્મદ પીરઝાદા- કોંગ્રેસ
2007- મોહમ્મદ પીરઝાદા- કોંગ્રેસ
2002- જ્યોત્સના સોમાણી- ભાજપ
1998- હૈદર ખુર્શીદ- કોંગ્રેસ
1995- પોપટ ઝિંઝરીયા- ભાજપ
1990- અમિયલ બડી- કોંગ્રેસ
1985- પોપટ ઝિંઝરીયા- IND
1980- મંજુર હુસૈન પીરઝાદા- કોંગ્રેસ
1975- જનકકુમાર સિંહજી ઝાલા- કોંગ્રેસ
1972- અબ્દુલમુતલ્લીબ પીરઝાદા- કોંગ્રેસ
1967- ડી. પ્રતાપસિંહજી- SWA
1962- દિગ્વિજયસિંહજી પ્રતાપસિંહજી- IND
ADVERTISEMENT